• તુવેર, અડદની ડ્યૂટી ફ્રી આયાત લંબાવાઈ

    સરકારે તુવેર અને અડદ દાળની આયાતમાં આપેલી રાહત છેક માર્ચ 2025 સુધી લંબાવી છે. આ નિર્ણય બાદ આયાતકારોએ દાળની આયાત પર જકાત નહીં ચૂકવવી પડે. પરિણામે, દાળની કિંમત નીચે રાખવામાં મદદ મળશે અને બજારમાં દાળનો સપ્લાય પણ વધશે.

  • ખાદ્ય ફુગાવો માથાનો દુઃખાવો બન્યો

    ખાદ્ય ચીજવસ્તુઓની મોંઘવારીને કાબૂમાં લેવા માટે સરકારે ભરેલાં પગલાં ધારી અસર પાડી શક્યા નથી. ટામેટાં, ડુંગળી, લસણની મોંઘવારીના સમાચાર તાજા છે પરંતુ મસાલા અને દાળના ભાવ છેલ્લાં એક વર્ષથી ઊંચા સ્તરે યથાવત્ રહ્યાં છે.

  • મેટ્રો સ્ટેશન પર મળશે સસ્તા ભાવે અનાજ

    દિલ્હીના મેટ્રો સ્ટેશન પર સરકારનો પ્રોજેક્ટ સફળ જશે તો અન્ય શહેરોના મેટ્રો સ્ટેશન પર રિટેલ સ્ટોર ખોલીને સસ્તામાં ખાદ્ય ચીજવસ્તુઓ મળતી થઈ જશે.

  • જુવાર, બાજરી, રાગીના ભાવમાં ઉછાળો

    મિલેટ યરની ઉજવણી વચ્ચે ભાવમાં મુખ્ય પોષક અનાજના ભાવમાં 40 ટકાથી 100 ટકા સુધીનો વધારો નોંધાયો છે. પરિણામે, ખાદ્ય ફુગાવાને નીચે લઈ જવામાં વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે.

  • ઘઉંનો વાવેતર વિસ્તાર 5% ઘટ્યો

    17 નવેમ્બર સુધીના આંકડા પ્રમાણે, દેશનાં 86.02 લાખ હેક્ટર વિસ્તારમાં ઘઉંનું વાવેતર થયું છે. ગયા વર્ષે 91.02 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું હતું. રવિ સીઝનમાં ડાંગર, દાળ તેમજ તેલીબિયાંનું વાવેતર પણ ઘટ્યું છે.

  • મોંઘી દાળ ખાવાની તૈયારી રાખજો

    ઓક્ટોબરમાં દાળનો જથ્થાબંધ મોંઘવારી દર વધીને 19.4 ટકા નોંધાયો છે અને આગામી સમયમાં તે વધુ ઉપર જવાની શક્યતા છે. અનાજના ભાવ પણ સતત ઊંચા સ્તરે જળવાઈ રહ્યાં છે અને આગામી સમયમાં તેમાં રાહત મળવાની શક્યતા નથી.

  • રવિ પાકના ભાવ 7% સુધી વધવાની શક્યતા

    સરકાર ઘઉં, ચણા, સરસવનો ટેકાનો ભાવ વધારે તેવી શક્યતા છે. સરકાર 6 રવિ પાકના લઘુતમ ટેકાના ભાવ (MSP)માં 2 ટકાથી 7 ટકા સુધીનો વધારો કરી શકે છે.

  • તલમાં તેજીઃ ભાવ Rs 4,000ને પાર થશે?

    તલનું વાવેતર અને ઉત્પાદન ઘટવાની વચ્ચે બજારમાં તલની આવક ઘટવાથી ભાવ વધવા લાગ્યા છે. ઓક્ટોબર સુધીમાં મણ દીઠ કિંમત 4,000 રૂપિયા થવાની શક્યતા છે.

  • શું ઘઉંની MSP વધશે?

    ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર ખેડૂતોને નારાજ કરી શકે એમ નથી. આથી, ઘઉંનાં લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરી શકે છે. વળી, સરકારનો ઈરાદો રવિ સીઝનમાં ઘઉંનું વાવેતર વધારવાનો અને ખેડૂતો પાસેથી મહત્તમ ઘઉં ખરીદવાનો પણ છે. 

  • શું સરકાર દાળ સસ્તી કરવામાં સફળ થશે?

    એક મહિનામાં તુવેર, અડદ, મગ અને ચણામાં તેજી જામી હોવાથી સરકાર સપ્લાય વધારવાના પ્રયાસ કરશે.