LICની સ્પેશિયલ રિવાઈવલ સ્કીમ હેઠળ તમે અમુક શરતો અને મર્યાદાનું પાલન કરીને પૉલિસી ફરીથી ચાલુ કરાવી શકો છો અને વીમા કવર મેળવી શકો છો.
SEBIએ ડિમેટ ખાતાધારકોને પાન કાર્ડ અને બેન્ક માહિતી આપવાની સમયમર્યાદા 31 ડિસેમ્બર સુધી લંબાવી છે. ટ્રેડિંગ એકાઉન્ટ્સ માટે નોમિનેશન ઉમેરવાના નિયમમાં પણ રાહત આપી છે અને તેને સ્વૈચ્છિક જરૂરિયાત બનાવી છે.
અમેરિકા, યુરોપમાં ડાયમંડની ડિમાન્ડ ઘટી છે. ચીનમાં પણ હજુ સુધી જોઈએ તેવી માંગ વધી નથી. આથી ડાયમંડની નિકાસ ઘટવાનો અંદાજ રેટિંગ એજન્સી ICRAએ વ્યક્ત કર્યો છે.
સરકાર ચૂંટણી પહેલાં કઈ જાહેરાત કરી શકે છે? શું તુવેર અને અડદ મોંઘી થતી અટકશે? હળદરના ભાવ ક્યારે ઘટશે? ઓક્ટોબર મહિનામાં બેન્કોમાં કેટલી રજા આવશે?
SME stocksમાં સટ્ટાખોરો સક્રિય હોવાની શંકાના આધારે સેબીએ આ સેગમેન્ટને પણ ASM અને TFT માળખ હેઠળ આવરી લેવાની સૂચના આપી છે. એટલે કે, SME સ્ટોક્સ પર હવે ચાંપતી નજર રાખવામાં આવશે.
કયા દેશમાં થશે 75,000 ટન નોન બાસમતી ચોખાની નિકાસ? આરબીઆઇએ કઇ 3 બેંકોને ફટકાર્યો ભારે દંડ? 30 સપ્ટેમ્બર બાદ કેમ ફ્રીઝ થઇ શકે છે ડિમેટ એકાઉન્ટ?
સરકારે તુવેર અને અડદના ભાવ અંકુશમાં રાખવા માટે સ્ટૉક લિમિટ ઘટાડી છે પરંતુ નિયમ વધુ બે મહિના માટે લંબાવ્યો છે.
હળદરના ભાવ પ્રતિ ક્વિન્ટલ Rs 18,000ની સપાટીએ પહોંચ્યા બાદ હવે ઘટવા લાગ્યા છે. શક્યતા છે કે, તહેવારો બાદ હળદરના ભાવ હજુ નીચે જશે.