અમેરિકા, યુરોપમાં ડાયમંડની ડિમાન્ડ ઘટી છે. ચીનમાં પણ હજુ સુધી જોઈએ તેવી માંગ વધી નથી. આથી ડાયમંડની નિકાસ ઘટવાનો અંદાજ રેટિંગ એજન્સી ICRAએ વ્યક્ત કર્યો છે.
જો તમે સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાનું વિચારતા હશો તો તમને એક સવાલ થતો હશે કે જો સરકાર જ બોન્ડ બહાર પાડતી હોય તો તેમાં થતી કમાણી પર કોઇ કર લાભ મળે કે નહીં? તો આવો તમારા આ સવાલનો જવાબ આપી દઉં...સોવરેન ગોલ્ડ ફંડનો સૌથી મોટો ફાયદો તે છે કે તેમાં તમને આઠ વર્ષની પાકતી મુદતે મળતી રકમ ટેક્સ ફ્રી હોય છે. જો તમે પાકતી મુદત પહેલાં રિઝર્વ બેન્ક મારફતે બોન્ડ રિડીમ કરો છો તો પણ કોઇ ટેક્સ નહીં લાગે. પરંતુ જો તમે આ બોન્ડ એક્સ્ચેન્જ મારફતે વેચો છો તો તેના પર મળતું રિટર્ન કેપિટલ ગેઇનની શ્રેણીમાં આવશે.
સૉવરેન ગોલ્ડ બૉન્ડ (SGB)ની નવી સીરિઝ 11 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર દરમિયાન ખુલશે. પ્રતિ ગ્રામ કિંમત Rs 5,923 નક્કી કરવામાં આવી છે.
RBIએ ઓક્ટોબર 2023થી માર્ચ 2024 માટે પ્રિમેચ્યોર રિડમ્પ્શનની તારીખ જાહેર કરી છે.
ગોલ્ડ લોન એક સિક્યોર્ડ લોન છે. સિક્યૉર્ડ લોન હોવાના કારણે બેંક સરળતાથી લોન આપી દે છે. કેમ કે સોનાને ગિરો મુક્યું હોવાથી તેમને લોન ડૂબવાનું જોખમ ઓછું હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગોલ્ડ લોનની ડિમાંડ ઘણી વધી છે,, આવો સમજીએ કેમ?
ખેડૂતોને એગ્રીકલ્ચર ગોલ્ડ લોન 7 ટકાના વ્યાજ દરે મળે છે. જો ખેડૂત એક વર્ષની અંદર આ લોન ચૂકવી દે તો તેને સરકાર તરફથી વ્યાજમાં 3 ટકા સબસિડી પણ મળે છે.