Home » Audio Shows
વાત હોય રોકાણની કે પછી આર્થિક સમજદારીની. આ શોમાં જાણો એ તમામ બાબત, એ તમામ અપડેટ, જે જાણી લીધા પછી તમે લઈ શકશો ‘નિરાંતનો શ્વાસ’. ક્યાં કરવું સલામત રોકાણ, કેવી રીતે બચવું કૌભાંડથી અને કેવી રીતે પોતાને બનાવવું આર્થિક રીતે સુરક્ષિત. એટલે કે આ શો દ્વારા તમે જાણશો એવા તમામ સમાચાર, એવી તમામ રીત, એવી અપડેટ્સ, જે તમને નાણાકીય સમજદારીના પાઠ ભણાવતા હોય. કારણ કે, સમજ છે તો સહજ છે.
આ શોમાં વાત થશે મકાન-દુકાનની. વાત થશે બાયર્સને સાવધાન કરવાની, સર્તક કરવાની, તેમને એમ્પાવર કરવાની. વાત કરીશું પ્રૉપર્ટીથી સંબંધિત દરેક ચીજની. કેવી રીતે ખરીદવું, કઇ વાતોનું ધ્યાન રાખવું અને કેવી રીતે રોકાણ કરવું. રિયલ એસ્ટેટ સેક્ટર ઝડપથી વધી રહ્યું છે, સાથે જ ઝડપથી વધી રહ્યા છે બેદરકારી અને છેતરપિંડીના બનાવો. આ શોમાં જાણો પ્રોપર્ટી બાબતે કોઇ પણ ડીલ કરતા તમારે કઇ બાબતોની કાળજી લેવી.
Money9ના ખાસ કાર્યક્રમમાં અમે આપીશું શેરમાર્કેટના આટાપાટા. શેરબજારના સમાચારોની પાછળના સમાચાર. આ શો દ્વારા તમે જાણી અને સમજી શકશો કે તમારે ક્યાં અને કેવી રીતે રોકાણ કરવું? કેવી રીતે કમાણી કરવી? સમજો બજારના આટાપાટાને, તે પણ સરળ ભાષામાં. તો સાંભળો બજારનું ગણિત.
ટૅક્સ. આ શબ્દ સાંભળતા જ સામાન્ય માણસ ગભરાવા લાગે છે. પરંતુ ટૅક્સ શું ખરેખર ખરાબ છે? કેવી રીતે કરવું જોઇએ ટૅક્સનું મૂલ્યાંકન? અને કેવી રીતે બચાવશો તમારો ટૅક્સ? જાણવા માટે જુઓ મની9નો ખાસ કાર્યક્રમ- ટૅક્સથી રિલૅક્સ. આ કાર્યક્રમમાં અમે તમને જણાવીશું ટૅક્સ સાથે જોડાયેલી દરેક ખાસ વાત. દરેક એ વાત જેને જાણવી તમારા માટે જરૂરી છે. તો હવે ટૅક્સથી શું કામ ગભરાવું જ્યારે તમારી સાથે છે મની9.
Company News: Get the latest companies news, company quarterly results, policies, analysis, company earnings news, information at Money9 Gujarati.
સમાચારોનું લંચબોક્સ, દરરોજ બપોરે, સોમથી શુક્રવાર
ઘણી વખત આપણે બહાદુર બનીને ખર્ચ તો કરી નાંખીએ છીએ અને બાદમાં પરેશાન થઇ જઇએ છીએ. પંરતુ શું આપણે ખરેખર ખર્ચ બહાદુર બનવાની જરૂર છે? ખરીદી કરવામાં કેવી રીતે દાખવવી સમજદારી અને કેવી રીતે બચાવવા પૈસા? ખર્ચનો હિસાબ કેવી રીતે રાખવો અને ખર્ચને મેનેજ કેવી રીતે કરવો? ખર્ચ સાથે સંકળાયેલા દરેક સવાલનો જવાબ જાણો મની9ના આ ખાસ શોમાં જેનું નામ છે- ખર્ચની સમજ, બચત સહજ.
Money ટાઈમમાં તમે ન માત્ર સમાચાર જુઓ છો પરંતુ આ સમાચારોની અસરને પણ સમજો છો. Money ટાઈમમાં અમે તમને બતાવીએ છીએ તમને ઉપયોગી સમાચાર. તે સમાચાર જે આપણા રોજિંદા જીવનનો ભાગ છે, તે સમાચાર જેની સીધી અસર આપણા ખિસ્સા અને જીવન પર પડે છે. સોમવારથી શુક્રવાર રાત્રે 9 વાગ્યે Money ટાઈમમાં તમે એવા પસંદ કરેલા સમાચાર જુઓ છો, જે જોડાયેલા હોય છે તમારા જીવન સાથે, અને અસર કરે છે તમારા રોજિંદા કામકાજને.
અર્થતંત્ર. સામાન્ય રીતે લોકો તેના પર ચર્ચા કરવાથી દૂર રહે છે. કારણ છે, તેની સાથે જોડાયેલા ભરખમ, અઘરા શબ્દો, જટીલ વાતો અને કંટાળાજનક પ્રેઝન્ટેશન. પરંતુ Money સેન્ટ્રલ તમને આપશે અર્થતંત્રના સમાચાર, કહેશે આ સમાચારો પાછળની વાતો અને તે પણ તદ્દન સરળ અને સહેલી ભાષામાં. તમામ લોકોએ ઈકૉનોમી વિશે જાણવાની અને સમજવાની જરૂર છે અને એટલા માટે જ, Money9 લઈને આવ્યું છે Money સેન્ટ્રલ, જેથી કરીને તમે અર્થતંત્ર સાથે
દરેક બાબતે તમે સતર્ક રહો છો, એલર્ટ રહો છો પરંતુ જ્યારે વાત પૈસાની આવે છે ત્યારે માહિતીનો અભાવ એક અવરોધ બની જાય છે. એટલા માટે જ, Money9 તમારા માટે લઈને આવ્યું છે એક ખાસ કાર્યક્રમ - જાગતે રહો. આ શો દ્વારા અમે તમને બતાવીશું કે, કેવી રીતે પોતાને બચાવશો કૌભાંડોથી, પરસેવાની કમાણીને કેવી રીતે રાખશો સુરક્ષિત અને કેવી રીતે વધારશો પોતાની નાણાકીય સાક્ષરતા.
1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ જાહેર થશે. આ બજેટ ચૂંટણીલક્ષી બની રહેશે. બજેટને લઈને દેશના વિવિધ વર્ગના લોકો અલગ-અલગ અપેક્ષા સેવી રહ્યાં છે.
શેરબજારને તમે જાણો તો છો, પરંતુ શું તેને સારી રીતે સમજો છો? ફૉર્મ્યુલા ગુરુ શોમાં અમે તમને બતાવીએ છીએ શેરબજારથી લઈને મ્યુચ્યુઅલ ફંડ સુધીની તમામ બાબતો સાથે જોડાયેલી ફૉર્મ્યુલા. કોમોડિટી સાથે જોડાયેલી ફૉર્મ્યુલા. એવી ફૉર્મ્યુલાઓ જે તમને પૈસા બચાવતા અને રોકાણ કરતા શીખવે છે. એટલું જ નહીં, તમારા પૈસા કેવી રીતે વધારવા તે પણ સમજાવે છે અમારા ફૉર્મ્યુલા ગુરુ.