Money9: મહિન્દ્રાની કોમ્પેક્ટ SUV XUV 3XO ની ડિલિવરી કંપની દ્વારા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. માહિતી અનુસાર, SUVની ડિલિવરી 26 મે 2024થી શરૂ થશે. અગાઉ, કંપનીએ 15 મેથી તેના માટે બુકિંગ શરૂ કર્યું હતું અને માત્ર એક કલાકમાં, દેશભરમાંથી તેના માટે 50 હજારથી વધુ બુકિંગ થઈ ગયા હતા. મહિન્દ્રાએ 29 એપ્રિલ 2024ના રોજ જ XUV 3XO લોન્ચ કર્યું હતું. અહેવાલો અનુસાર, શરૂઆતમાં કંપની દ્વારા ચાર વેરિઅન્ટ્સની ડિલીવરી કરવામાં આવશે. આવી સ્થિતિમાં, જેમણે AX5, AX5L, MX3 અને MX3 Pro વેરિઅન્ટ્સ બુક કરાવ્યા છે તેમને પહેલા ડિલિવરી આપી શકાય છે. ખાસ વાત એ છે કે આ તમામ વેરિએન્ટ એસયુવીના મિડ વેરિએન્ટ છે.
કયા વેરિએન્ટ્સમાં લાગશે સમય?
મહિન્દ્રાએ આ SUVને 7.49 લાખ રૂપિયાની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમતે લોન્ચ કરી હતી. તેના બેઝ વેરિઅન્ટ MX1 ઉપરાંત MX2, MX2 Proની ડિલીવરી હજુ શરૂ કરવામાં નહીં આવે. આ તમામ વેરિઅન્ટ્સની ડિલીવરી કંપની મેના અંતમાં અથવા જૂનની શરૂઆતમાં કરવામાં આવશે. આ સિવાય, જે ગ્રાહકોએ SUV, AX7 અને AX7 Lના ટોપ વેરિઅન્ટ્સનું બુકિંગ કરાવ્યું છે, તેમણે ડિલિવરી માટે જૂનના અંત સુધી અથવા જુલાઈની શરૂઆત સુધી રાહ જોવી પડી શકે છે.
કેટલા છે વેરિએન્ટ્સ?
મહિન્દ્રાએ આ SUVને કુલ 25 વેરિએન્ટમાં લોન્ચ કરી છે. જેમાં છ એન્જિન અને ગિયરબોક્સનો વિકલ્પ આપવામાં આવ્યો છે. તેની એક્સ-શોરૂમ કિંમત 7.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને તેના ટોપ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 14.99 લાખ રૂપિયા છે.
Published - May 23, 2024, 02:25 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો