વણજોઇતા કોલ્સ અને મેસેજ પર લગામ લગાવવાની તૈયારીમાં TRAI, બોલાવી હાઇલેવલ મીટિંગ
અવારનવાર કોમર્શિયલ સંસ્થાઓ જેમ કે બેંકો, વીમા કંપનીઓ વગેરે તરફથી આવતા વણજોઇતા કોલ્સ અને મેસેજથી યૂઝર્સ પરેશાન થઇ રહ્યા છે. દિનપ્રતિદિન વધતી આ સમસ્યા પર લગામ લગાવવા માટે ટેલીકોમ ઓથોરિટી ટ્રાઇ મહત્વનું પગલું ભરવાની છે
Money9: અવારનવાર કોમર્શિયલ સંસ્થાઓ જેમ કે બેંકો, વીમા કંપનીઓ વગેરે તરફથી આવતા વણજોઇતા કોલ્સ અને મેસેજથી યૂઝર્સ પરેશાન થઇ રહ્યા છે. દિનપ્રતિદિન વધતી આ સમસ્યા પર લગામ લગાવવા માટે ટેલીકોમ ઓથોરિટી ટ્રાઇ મહત્વનું પગલું ભરવાની છે. આ સંદર્ભે ટ્રાઇએ એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. જેમાં આરબીઆઇ, સેબી અને ગ્રાહક મંત્રાલયના સભ્યો સામેલ થયા. આ બેઠકમાં વણજોઇતા કોલ્સ અને મેસેજનો મુકાબલો કેવી રીતે કરવો તે અંગે ચર્ચા કરવામાં આવી. ટ્રાઇએ કહ્યું કે આવા કોલ્સ લોકોની ગોપનીયતાનુ ઉલ્લંઘન છે. ઘણાં ઠગો આનો ફાયદો ઉઠાવે છે. આવા સંજોગોમાં અનઓથોરાઇઝ્ડ કોલ, પ્રચાર અને લેવડદેવડ કોલ માટે ખાસ સીરીઝ જાહેર કરવાની વાત કરવામાં આવી. બેઠકમાં આ પડકારનો સામનો કરવા વ્હાઇટ લિસ્ટિંગ, ડિજિટલ સહમતિ અધિગ્રહણ અને છેતરપિંડી નિયંત્રણ જેવા ઉપાયોગ પર ચર્ચા કરવામાં આવી.
160 સીરિઝના ઉપયોગ પર થઇ વાત
મીટિંગ દરમિયાન, નિયમનકારો અને મંત્રાલયોએ વાણિજ્યિક કંપનીઓ દ્વારા કરવામાં આવેલા કૉલ્સને ઓળખવા માટે 160 સીરિઝના ઉપયોગ અંગે ચર્ચા કરી હતી. આનાથી યુઝર્સને આવી કોમર્શિયલ સેવાઓ અને ટ્રાન્ઝેક્શન સંબંધિત કોલ ઓળખવામાં મદદ મળશે. અત્યાર સુધી આવી સંસ્થાઓ 140 સીરિઝ અથવા અનઓથોરાઇઝ્ડ 10 અંકના મોબાઈલ નંબર અને લેન્ડલાઈન નંબરનો ઉપયોગ કરે છે.
KYC પ્રક્રિયાને મજબૂત કરવામાં આવશે
TRAI ગ્રાહકોની ગોપનીયતાની સુરક્ષા અને છેતરપિંડી કરતી પ્રવૃત્તિઓને રોકવા માટે સતત પ્રયાસ કરી રહી છે. આ માટે, ટેલિકોમ રેગ્યુલેટરે KYC પ્રક્રિયાઓને મજબૂત કરવા અને પ્લેટફોર્મ દ્વારા માહિતી શેર કરવા પર ભાર મૂક્યો હતો. ટ્રાઈનું કહેવું છે કે આનાથી ટેલિકોમ સેક્ટરમાં સુરક્ષા અને પારદર્શિતા વધારવામાં મદદ મળશે.
Published - May 23, 2024, 12:29 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો