Money9: દેશની પ્રીમિયમ લક્ઝરી કાર મેન્યુફેક્ચરિંગ કંપની મર્સિડીઝે ભારતીય બજારમાં 2 નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે. એક મોડલ એસ-ક્લાસમાં અને બીજું મેબેક કેટેગરીમાં રજૂ કરવામાં આવ્યું છે. કંપનીએ સેડાન કાર અને એક SUV કારની અનવીલ કરી છે. કંપનીએ Mercedes-મે બેક GLS 600 4MATIC SUV અને Mercedes-AMG S 63 E PERFORMANCE Edition 1 સેડાન કાર લોન્ચ કરી છે. કંપનીએ પ્લગ-ઇન હાઇબ્રિડ ટેક્નોલોજી સાથે Mercedes-AMG S 63 E PERFORMANCE મોડલ રજૂ કર્યું છે. કારમાં 4.0 લિટર V8 બાઇ-ટર્બો એન્જિન છે, જે ઇલેક્ટ્રિક મોટર સાથે આવે છે. આ એન્જિન 802 bhpનો મહત્તમ પાવર અને 1430 ન્યૂટન મીટરનો મહત્તમ ટોર્ક જનરેટ કરે છે. કારની ટોપ સ્પીડ 250 kmph છે. આ કાર 3.3 સેકન્ડમાં 0-100 kmphની સ્પીડ પકડી લે છે.
કંપનીએ કહ્યું છે કે આ કાર ભારતીય બજારમાં મર્યાદિત સંખ્યામાં જ ઉપલબ્ધ થશે. કારમાં 21 ઈંચના એલોય વ્હીલ્સ છે. આ કારમાં પહેલીવાર AMG સ્પેસિફિક રેડિએટર ગ્રિલ ઉપલબ્ધ છે. કારમાં AMG સાથે S-ક્લાસ ઈન્ટિરિયર ફીચર્સ છે. તેમાં રિયર કેબિન આપવામાં આવી છે, જે સેગમેન્ટમાં ફર્સ્ટ ફીચર છે. કારમાં 7 ડ્રાઇવિંગ મોડ ઉપલબ્ધ છે. આ સિવાય આ કાર 4MATIC+ ઓલ વ્હીલ ડ્રાઇવ ફીચર સાથે આવે છે.
Mercedes Maybach GLS 600 લોન્ચ
આ કારમાં 4.0 લિટર V8 એન્જિન છે. આ એન્જિન 557 HPનો મહત્તમ પાવર અને 730 ન્યૂટન મીટરનો મહત્તમ ટોર્ક જનરેટ કરે છે. ટોપ સ્પીડ 250 kmph છે અને 0-100 kmph ની સ્પીડ માત્ર 4.2 સેકન્ડમાં પકડી લે છે.
ઇન્ટીરિયર અને એક્સટીરિયરમાં શું છે ખાસ?
ઈન્ટિરિયરની વાત કરીએ તો આ કારમાં ફર્સ્ટ ક્લાસ ઇન્ડિવિઝ્યુઅલ સીટ આપવામાં આવી છે. ડિટેલ્સ, સ્પેસ અને કન્ફર્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ સિવાય કારમાં લેગ રૂમ, કુશન અને પેડિંગનો સપોર્ટ આપવામાં આવ્યો છે. સુરક્ષાની વાત કરીએ તો આ કારમાં ADAS લેવલ 2, MULTIBEAM, E એક્ટિવ બોડી કંટ્રોલ, કીલેસ ગો, પાર્કિંગ પેકેજ સહિત અનેક ફીચર્સ આપવામાં આવ્યા છે.
કિંમતની વાત કરીએ તો, Mercedes Maybach GLS 600ની એક્સ-શોરૂમ કિંમત 3.35 કરોડ રૂપિયા છે. તો AMG S 63 E PERFORMANCE ની કિંમત 3.3 કરોડ રૂપિયા અને AMG S 63 E PERFORMANCE એડિશન-1 ની કિંમત 3.8 કરોડ રૂપિયા છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો