Rs 9 લાખ સુધીની હોમ લોન રકમ પર 3-6.5% ઈન્ટરેસ્ટ સબસિડી આપવા માટે સરકાર Rs 60,000 કરોડ ($7.2 B)ની યોજના જાહેર કરે તેવી શક્યતા છે.
RBIએ હાલમાં જ FLDGના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. આ ફેરફારોના કારણે BNPL કંપનીઓએ પોતાની લોન અંડરરાઇટિંગ પ્રોસેસને કડક કરી દીધી છે.
તહેવારોને ધ્યાનમાં રાખીને બેન્કો અને ફાયનાન્સ કંપનીઓએ આકર્ષક વ્યાજ દરની ઑફર લૉન્ચ કરી છે. ખાસ તો હોમ લોન માટે નીચા વ્યાજ દરની ઑફર લૉન્ચ થઈ રહી છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ હોમ લોન ગ્રાહકોને મોટી રાહત આપી છે. હવે હોમ લોનની ચુકવણી કર્યા પછી, ગ્રાહકોને 30 દિવસની અંદર તેમના રજિસ્ટ્રેશન પેપર્સ પાછા મળશે.
જમા કરનારા ગ્રાહકોની સામે લોન લેનારા ગ્રાહકો વધી રહ્યાં હોવાથી બેન્કો વ્યાજના દરમાં ફરી વધારો કરે તેવી ધારણા છે.
SBIએ તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને ડિસેમ્બર 2023 સુધી ખાસ ઑફર શરૂ કરી છે, જેમાં હોમ લોનના વ્યાજ દરમાં 0.65 ટકાનું કન્સેશન મળે છે.
બેન્કોએ હોમ લોનમાં સ્ટેમ્પ ડ્યૂટી અને દસ્તાવેજ ખર્ચને સામેલ કરવાની દરખાસ્ત કરી છે અને જો RBI મંજૂરી આપશે તો ઘર ખરીદવા માંગતા લોકોને વધારે ફાયનાન્સ મળી શકશે.
હોમ લોનની રકમ બે પરિબળોના આધારે નક્કી કરવામાં આવશે - પ્રથમ, પ્રોપર્ટીની માર્કેટ વેલ્યૂ અને બીજું, ખરીદનારની નાણાકીય સ્થિતિ. ઘર ખરીદનારની ઉંમર, તેની ક્રેડિટ હિસ્ટ્રી, માસિક આવક અને લોન ચૂકવવાની ક્ષમતા પર આધાર રાખશે કે તે કેટલી લોન માટે પાત્ર છે.