Money9: Googleની ડઝનેક સર્વિસિઝમાં Google Pay પણ એક છે, જે એક પેમેન્ટ પ્લેટફોર્મ છે. કંપનીએ આ એપમાં કેટલાક નવા ફીચર્સ રજૂ કર્યા છે. તેમાં ત્રણ નવા ફીચર્સ આપવામાં આવ્યા છે, જે યુઝર્સ માટે ઓનલાઈન શોપિંગને સરળ અને સુરક્ષિત બનાવે છે.
આ ફિચર્સને પેમેન્ટ પહેલા કાર્ડના લાભો જોવામાં મદદ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ સાથે જ યૂઝર ‘Buy Now Pay Later’ વિકલ્પ અને સુરક્ષિત રીતે ઓટોફિલ કાર્ડ ડિટેલનો એક્સેસ મેળવી શકે છે. આવો તેના વિશે જાણીએ.
પેમેન્ટ પહેલા ચકાસો કાર્ડના લાભ
ક્રેડિટ કાર્ડ મોટાભાગે અલગ અલગ રિવોર્ડ જેમ કે કેશબેક, ટ્રાવેલ પોઇન્ટ જેને હોટલમાં રોકાણ માટે ઉપયોગમાં લેવામાં આવે છે અને રેસ્ટોરાંમાં જમવા પર ડિસ્કાઉન્ટ પોતાના યૂઝર્સને ઓફર કરે છે. પરંતુ કેટલીકવાર કાર્ડધારકોને યાદ નથી હોતું કે કયું કાર્ડ કોઇ ચોક્કસ ખરીદી માટે વધુ સારો રિવોર્ડ પોઇન્ટ આપે છે. આને મેનેજ કરવા માટે, Google Pay એ એક નવી સુવિધા રજૂ કરી છે જે ચેકઆઉટ સમયે દરેક કાર્ડના ફાયદા દર્શાવે છે. આની મદદથી તમે યોગ્ય કાર્ડ પસંદ કરી શકો છો અને યોગ્ય રિવોર્ડ મેળવી શકો છો.
બાય નાઉ પે લેટર વિકલ્પ
Buy Now Pay Later (BNPL) આજકાલ ખૂબ જ લોકપ્રિય બની રહ્યું છે અને મોટાભાગના પ્લેટફોર્મ આ સુવિધા ઓફર કરી રહ્યાં છે. આ સિલસિલાને ચાલુ રાખીને, Google Pay એ ઑનલાઇન શોપિંગને ઝડપી બનાવવા માટે હવે બાય નાઉ પે લેટર વિકલ્પ રજૂ કર્યો છે કારણ કે તે ગ્રાહકોને એક ફ્લેક્સિબલ પેમેન્ટ ઓપ્શન આપે છે. BNPLની સાથે, ખરીદનારા તરત જ ખરીદી કરી શકે છે અને સમગ્ર રકમ એક સાથે ચૂકવવાને બદલે હપ્તામાં ચૂકવણી કરી શકે છે. આ વર્ષની શરૂઆતમાં, Google Pay એ Affirm અને Zip જેવા BNPL વિકલ્પોને એકીકૃત કરવાનું શરૂ કર્યું. આ સેવાઓ વપરાશકર્તાઓને ગૂગલ પેની શરતોના આધારે તેમની ચુકવણીઓને નાના, વધુ મેનેજેબલ પાર્ટ્સમાં વિભાજીત કરવાની મંજૂરી આપે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો