14 જૂન બાદ શું ખરેખર બેકાર થઇ જશે જુના આધાર કાર્ડ? જાણો UIDAI શું કહે છે
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે UIDAI એ આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવા માટેની ડેડલાઇન 14 જૂન આપી છે. એટલે કે આધાર કાર્ડને 14 જૂન સુધી જ અપડેટ કરી શકાશે, પરંતુ સમયમર્યાદા પછી, આધારમાં કોઈપણ અપડેટ માટે પૈસા ચૂકવવા પડશે.
Money9: શું તમે પણ આજકાલ સોશિયલ મીડિયા પર આવી રહેલા એવા સમાચારો અને વીડિયોથી પરેશાન છો જેમાં કહેવામાં આવે છે કે તમારા જૂના આધાર કાર્ડ બહુ જલ્દી નકામા થઈ જવાના છે. જો હા, તો આ માહિતી ફક્ત તમારા માટે જ છે. તો શું જૂના આધાર કાર્ડ નકામા થઈ જશે કે માન્ય નહીં રહે? ના, એવું કંઈ થવાનું નથી. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે UIDAI એ આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવા માટેની ડેડલાઇન 14 જૂન આપી છે. એટલે કે આધાર કાર્ડને 14 જૂન સુધી જ અપડેટ કરી શકાશે, પરંતુ સમયમર્યાદા પછી, આધારમાં કોઈપણ અપડેટ માટે પૈસા ચૂકવવા પડશે. જો તમે 14 જૂન પહેલા તમારું 10 વર્ષ જૂનું આધાર કાર્ડ અપડેટ કરો છો, તો દસ્તાવેજો ઓનલાઈન અપલોડ કરવાની સુવિધા ઉપલબ્ધ છે. UIDAIની ઓફિશિયલ વેબસાઈટ પર તમે આ કામ ઘરે બેઠા મફતમાં કરી શકો છો. પરંતુ જો આ કામ 14 જૂન પછી કરો છો, તો તમારી પાસે ઓનલાઈન અને નજીકના આધાર કેન્દ્ર પર જવાનો વિકલ્પ હશે. જોકે, બંને પદ્ધતિમાં ચાર્જ લાગશે. એડ્રેસ ચેન્જ માટે ઓનલાઇનમાં 25 રૂપિયા અને ઓફલાઇનમાં 50 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે.
આધાર કાર્ડ અપડેટ કરવા માટે કરવું પડશે આ કામ
જો તમે 14 જૂન પહેલા 10 વર્ષ જુના આધાર કાર્ડને અપડેટ કરાવો છો તો આના માટે ઓનલાઇન ડોક્યુમેન્ટ અપલોડ કરવાની સુવિધા મળી રહી છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે UIDAIની ઓફિશિયલ વેબસાઇટ પર ફ્રીમાં આ કામ ઘરે બેઠા કરી શકાય છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા આધાર કાર્ડને અપડેટ કરવાની તારીખ આગળ વધારે છે તો 14 જૂન બાદ પણ આ સર્વિસ ફ્રીમાં લઇ શકાશે. જો કે અત્યાર સુધી 14 જૂન જ લાસ્ટ ડેટ છે.
Published - May 23, 2024, 01:42 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો