નહી તો, તમે લોન નહીં લીધી હોય તો પણ પૈસા ભરવા પડશે

તમે જ્યારે ગેરન્ટર બનો છો ત્યારે બેન્ક તમને પણ લોન લેનાર તરીકે ગણે છે. ગેરન્ટર બાબતે અલગ અલગ બેન્કોમાં અલગ અલગ નિયમો હોય છે. પરંતુ એક વાત તો બધામાં ચોક્કસ હોય છે કે તમારે ગેરન્ટર બનવા માટે તમારો સિબિલ સ્કોર સારો હોવો જોઇએ.

MONEY9 GUJARATI: અજય આજકાલ ખૂબ જ પરેશાન છે. તે એક મિત્ર માટે લોન ગેરેન્ટર (LOAN GUARANTOR) બન્યો અને હવે તેને પસ્તાવો થઇ રહયો છે. વાત એવી છે કે, તેના મિત્રને લોનની જરૂર હતી, પરંતુ તેની ક્રેડિટ હિસ્ટ્રી (CREDIT HISTORY) અને ક્રેડિટ સ્કોર (CREDIT SCORE) નબળો હતો. કોઈ બેંક તેને લોન આપવા તૈયાર ન હતી.

મિત્રએ ફ્રેન્ડશિપનો હવાલો આપ્યો અને મદદ માગી, અજય ગેરેન્ટર બન્યો અને લોન મંજૂર થઈ ગઈ. પરંતુ હવે તેનો મિત્ર લોનના હપ્તા ભરી શકતો નથી.

અજયની લોન ડિફોલ્ટ થઈ અને હવે બેંક હવે અજયની પાછળ પડી છે. તેથી જ ઘણીવાર એવું કહેવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ માટે, ભલે તે મિત્રો હોય કે સંબંધીઓ, લોન ગેરેંટર બનતા પહેલા સો વાર વિચારવું જોઇએ.

કોઇના પણ ગેરન્ટર બનતા પહેલાં તમારે લોન ગેરેન્ટરની ભૂમિકા અને જવાબદારી વિશે જાણવું જોઈએ.

આ ભૂમિકા અને જવાબદારી શું છે, ચાલો સમજીએ આ વીડિયોમાં.

કોઈ વ્યક્તિ માટે લોન ગેરન્ટર બનવાનો અર્થ થાય છે કે તમે લોન ચૂકવવાની જવાબદારી સાથે સંમત થાવ છો. જો લોન લેનાર તેને ચૂકવવામાં અસમર્થ હોય, તો ગેરન્ટરે પૈસા ચૂકવવા પડી શકે છે. તેથી, ગેરન્ટર પણ લોન ચૂકવવા માટે તેટલ જ જવાબદાર છે.

તમે જ્યારે ગેરન્ટર બનો છો ત્યારે બેન્ક તમને પણ લોન લેનાર તરીકે ગણે છે. ગેરન્ટર બાબતે અલગ અલગ બેન્કોમાં અલગ અલગ નિયમો હોય છે. પરંતુ એક વાત તો બધામાં ચોક્કસ હોય છે કે તમારે ગેરન્ટર બનવા માટે તમારો સિબિલ સ્કોર સારો હોવો જોઇએ.

ક્રેડિટ સ્કોર તમારું ફાઇનાન્સિયલ બિહેવિયર બતાવે છે. જો તમે કોઇના ગેરન્ટર બનેલા છો અને હવે તમે તમારા માટે નવી લોન લેવા જાવ છો તો બેન્ક તમારી ગેરન્ટર બનેલી લોનની રકમને પણ ગણતરીમાં લે છે. પરિણામે તમને ઓછી લોન મળે છે.

બીજુ, કે જો લોન લેનાર તેના હપ્તા સમયસર નથી ચુકવતો કે ડિફોલ્ટ થાય છે તો તેની તમારા ક્રેડિટ સ્કોર પર નેગેટિવ ઇમ્પેક્ટ થશે.

તેમાં પણ જો લોન લેનાર લોન ચુકવવાની ના પડી દે તો બેન્ક તમારી સામે લિગલ એક્શન લઇ શકે છે.

આનાથી પણ આગળ વધીએ, જો લોન લેનાર કોઇ કારણસર અપંગ થાય છે કે અવસાન પામે છે તો બેન્ક લોનની બાકીની રકમની વસૂલાત માટે ગેરન્ટર તરીકે તમારો સંપર્ક કરી શકે છે.

જો તમે કોઇ હોમ લોન માટે ગેરન્ટર બનેલા હોવ તો તમે લોનની એમાઉન્ટ રિકવર કરવા માટે પ્રોપર્ટી વેચવા માટે રિક્વેસ્ટ કરી શકો છો.

જો એક ગેરન્ટર તરીકે તમે લોન ચુકવવાની ના પાડો છો તો બેન્ક તમારી સામે લીગલ એક્શન લઇ શકે છે. જોકે મોટા ભાગના કિસ્સાઓમાં બેન્ક તેના બાકી નાણા વસૂલવા માટે પ્રોપર્ટીનું પઝેશન લઇ લેતી હોય છે.

તમે એકવાર ગેરન્ટર બન્યા પછી તમારી જવાબદારીઓમાંથી છટકી શકતા નથી.

જો તમારે ગેરન્ટરની જવાબદારીમાંથી બહાર આવવું હોય તો તમારે બેન્ક અને લોન લેનાર બંનેને તમને મુક્ત કરવા માટે વિનંતી કરવી જોઇએ. જો બીજો કોઇ ગેરન્ટર મળી જાય તો બેન્ક તમને મુક્ત કરી શકે છે.

તો હવે તમે સમજી ગયા હશે કે તમારે કોઇના ગેરન્ટર બનવું કે નહીં. તેનાથી તમારા સિબિલ સ્કોર અને લોન લેવાની ક્ષમતા પર કેવી અસર પડશે. માટે જ કોઇના પણ ગેરન્ટર બનતા પહેલાં સો વાર વિચાર કરજો.

Published: May 7, 2024, 10:45 IST

નહી તો, તમે લોન નહીં લીધી હોય તો પણ પૈસા ભરવા પડશે