અક્ષય તૃતીયા પર કાર ખરીદવાનો બનાવી રહ્યા છો પ્લાન, આ બેંકો આપી રહી છે સૌથી ઓછા વ્યાજે લોન
જો તમે પણ અક્ષય તૃતીયા પર કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે બેંક દ્વારા ઓફર કરવામાં આવતા કાર લોનના વ્યાજ દરો વિશે જાણવું જોઈએ, જેથી તમે યોગ્ય નિર્ણય લઈ શકો.
Money9: હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે મોટી સંખ્યામાં લોકો સોનું તેમજ અન્ય કિંમતી વસ્તુઓ જેમ કે કાર વગેરેની ખરીદી કરે છે. આવી સ્થિતિમાં, જો તમે પણ અક્ષય તૃતીયા પર કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે બેંક દ્વારા ઓફર કરવામાં આવતા કાર લોનના વ્યાજ દરો વિશે જાણવું જોઈએ, જેથી તમે યોગ્ય નિર્ણય લઈ શકો.
બેંકોમાં કાર લોન પર વ્યાજ
યુનિયન બેંક ઓફ ઈન્ડિયાઃ આ સરકારી બેંકમાં કાર લોન પર વ્યાજ દર 8.70 ટકાથી શરૂ થાય છે. જો તમે ચાર વર્ષ માટે 10 લાખ રૂપિયાની કાર લોન લો છો, તો તેના પર લગભગ 24,500 રૂપિયાની EMI થશે.
SBI: દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં કાર લોન પર પ્રારંભિક વ્યાજ દર 8.75 ટકા છે. SBI ઉપરાંત કેનેરા બેંક, PNB, ઇન્ડિયન બેંક પણ 8.75 ટકાના પ્રારંભિક દરે કાર લોન ઓફર કરે છે. જો તમે 10 લાખ રૂપિયાની કાર લોન ચાર વર્ષ માટે લો છો, તો તેના પર લગભગ 24,600 રૂપિયાની EMI થશે.
બેંક ઓફ ઈન્ડિયા: આ જાહેર ક્ષેત્રની બેંક 8.85 ટકાના પ્રારંભિક વ્યાજ દરે કાર લોન ઓફર કરે છે. જો તમે10 લાખ રૂપિયાની કાર લોન ચાર વર્ષ માટે લો છો, તો તેના પર લગભગ 24,650 રૂપિયાની EMI થશે.
બેંક ઓફ બરોડાઃ આ સરકારી બેંકમાં કાર લોન પર વ્યાજ દર 8.90 ટકાથી શરૂ થાય છે. જો તમે 10 લાખ રૂપિયાની કાર લોન ચાર વર્ષ માટે લો છો, તો તેના પર લગભગ 24,700 રૂપિયાની EMI થશે.
HDFC બેંક: ખાનગી ક્ષેત્રની આ બેંક દ્વારા 9.40 ટકાના પ્રારંભિક વ્યાજ દરે કાર લોન ઓફર કરવામાં આવે છે. જો તમે 10 લાખ રૂપિયાની કાર લોન 4 વર્ષ માટે લો છો, તો દર મહિને EMI 24,900 રૂપિયા થશે.
Published - May 3, 2024, 03:41 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો