Money9: ગોલ્ડ એક Evergreen રોકાણ છે…જેની ડિમાંડ હંમેશા રહેતી હોય છે…ખાસ કરીને જ્યારે તેની કિંમતો વધે છે, ત્યારે લોકો વધુ રિટર્નના લાલચે તેમાં રોકાણ કરવાનું વિચારે છે…પશ્ચિમ એશિયામાં વધતા ટેન્શનને કારણે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા જોવા મળી છે આના કારણે મોંઘવારીમાં ભડકો થવાની આશંકા છે. આવા સંજોગોમાં ઇન્વેસ્ટર રોકાણના સેફ ઓપ્શનમાં પૈસા લગાવે છે. આ જ કારણ છે કે ગોલ્ડની ડિમાંડ યથાવત છે અને ભાવ વધી રહ્યા છે… આવા સમયમાં ગોલ્ડમાં રોકાણનો એક સારો અને સસ્તો રસ્તો ગોલ્ડ ઇટીએફ બની શકે છે. ગોલ્ડ ETF શું છે… કેમ તે રોકાણ માટે ગોલ્ડ જ્વેલેરીથી સારું છે? આવો જાણીએ…
ગોલ્ડ ઇટીએફ અથવા ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એ કોમોડિટી બેઝ્ડ મ્યુચ્યુઅલ ફંડ છે.. જે ગોલ્ડ એટલે કે સોનામાં રોકાણ કરે છે. આ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ શેરની જેમ કામ કરે છે અને તે જ રીતે સ્ટોક એક્સચેન્જ BSE અને NSE પર તેનું ખરીદ-વેચાણ થાય છે…ગોલ્ડ ETF ડીમટિરિયલાઇઝ્ડ ફોર્મમાં તમારા ડીમેટ એકાઉન્ટમાં ક્રેડિટ થાય છે. આ રોકાણમાં તમારા હાથમાં સોનું નથી આવતું..પરંતુ તેને વેચવા પર તમને સોનાની બજાર કિંમત મળે છે.
કોઇ વ્યક્તિ ગોલ્ડ ETFનું 1 યુનિટ પણ ખરીદી શકે છે…ગોલ્ડ ETFના એક યુનિટની કિંમત 99.5 ટકા શુદ્ધતાના 1 ગ્રામ સોના બરાબર હોય છે…ગોલ્ડ ETFની ખાસ વાત એ છે કે તેને સોનાના દાગીનાની જેમ સ્ટોર કરવાની જરૂરિયાત નથી હોતી. ચોરી થવાનું કોઈ જોખમ પણ નથી હોતું અને સોનાની શુદ્ધતાની કોઈ ચિંતા પણ નથી રહેતી…ગોલ્ડ ઈટીએફ એવા લોકો માટે સારો વિકલ્પ છે કે જેમનું લક્ષ્ય જ્વેલેરી નહીં પરંતુ માત્ર સોનામાં રોકાણ કરવાનું છે… ગોલ્ડ ઈટીએફની બીજી વિશેષતા એ છે કે તેમાં સોવરિન ગોલ્ડ બોન્ડની જેમ લોક-ઇન પિરિયડ નથી.
જ્યારે પણ તમે કોઈ સ્કીમમાં રોકાણ કરો છો, ત્યારે તમારે સૌથી પહેલા તેના રિટર્નનો ટ્રેક રેકોર્ડ જાણી લેવો જોઇએ. ગોલ્ડ ઇટીએફના રિટર્નના આંકડા શું દર્શાવી રહ્યાં છે? આવો જોઈએ… Ace મ્યુચ્યુઅલ ફંડના 23 એપ્રિલ, 2024ના ડેટા અનુસાર, ગોલ્ડ ETFની ટોચની સ્કીમ્સનું છેલ્લા પાંચ વર્ષનું સરેરાશ રિટર્ન 16.73 ટકા રહ્યું છે. જો એક વર્ષની વાત કરીએ, તો આ રિટર્ન 17.73 ટકા રહ્યું છે…જ્યારે ત્રણ વર્ષમાં, ગોલ્ડ ETF સ્કીમોએ વાર્ષિક સરેરાશ 13.59 ટકા રિટર્ન આપ્યું છે…કારણ કે આ સ્કીમ્સ શુદ્ધ સોનામાં રોકાણ કરે છે, તેથી તેના વાર્ષિક રિટર્નમાં બહુ મોટો ફરક નથી હોતો.
તો શું ગોલ્ડમાં તેજીનો આ ટ્રેન્ડ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે? મોર્નિંગ સ્ટાર ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ એનાલિસ્ટ મેલવીન સેન્ટરિટા કહે છે કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે અમેરિકામાં ફુગાવાનો દર કેન્દ્રીય બેંકના લક્ષ્યાંક કરતા વધારે છે. આવી સ્થિતિમાં ફુગાવા સામે રક્ષણ મેળવવા માટે સોનામાં રોકાણ એક સારો વિકલ્પ છે. પોર્ટફોલિયોને ફુગાવાના જોખમથી બચાવવા માટે, તમે તમારા રોકાણમાં ગોલ્ડ ETFનો સમાવેશ કરી શકો છો.
સવાલ એ ઊભો થાય છે કે ધ્રુવના પોર્ટફોલિયોમાં સોનાનો હિસ્સો કેટલો હોવો જોઈએ…રોકાણનો થંબ રૂલ એ છે કે તમારે સંપૂર્ણ એલોકેશન એટલે કે તમામ પૈસા એક જ એસેટમાં ન લગાવવા જોઈએ…જેમ કે તમારી થાળીમાં રોટલી, શાકભાજી, દાળ અને ભાત હોય છે. બરોબર આ જ રીતે, તમારી રોકાણની થાળીમાં ઇક્વિટી, ડેટ અને ગોલ્ડ જેવી અલગ-અલગ એસેટ હોવી જોઇએ…એટલે કે, તમારો ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો કોઇ એક એસેટ પર નિર્ભર ન હોવો જોઇએ અને ડાયવર્સિફાઇ રહેવો જોઇએ..આનાથી રોકાણ પર જોખમ ઓછું રહે છે.
ફાઇનાન્સિયલ એક્સપર્ટ્સના મતે, તમારા પોર્ટફોલિયોમાં સોનાનો હિસ્સો 10 થી 15 ટકા હોવો જોઈએ, એ જરૂરી નથી કે સોનું દરેક વખતે તમને સારુ રિટર્ન આપે. હકીકતમાં, દરેક રોકાણ વિકલ્પની જેમ ગોલ્ડમાં પણ એક સાયકલ કામ કરે છે. સામાન્ય રીતે, જ્યારે વિશ્વભરના બજારોમાં ઉતાર-ચડાવ અથવા યુદ્ધ જેવી સ્થિતિ હોય ત્યારે સોનામાં સારો ઉછાળો જોવા મળે છે. લોંગ ટર્મમાં ગોલ્ડમાં રોકાણ સારુ રિટર્ન અપાવી શકે છે.
હવે એ જાણીએ કે ગોલ્ડ ETF પર કેવી રીતે ટેક્સ લાગે છે? 1 એપ્રિલ, 2023 અથવા ત્યારબાદ ખરીદવામાં ગોલ્ડ ઇટીએફના યૂનિટના વેચાણથી મળેલી આવકને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ગણવામાં આવશે…હોલ્ડિંગ પીરિયડ ભલે ગમે તેટલો હોય…એટલે કે, જો તમે તેને વેચો છો, તો તેમાંથી પ્રાપ્ત થયેલી કમાણી તમારી વાર્ષિક આવકમાં ઉમેરાઇ જશે. જેના પર સ્લેબ મુજબ ટેક્સ ભરવો પડશે.
ગોલ્ડ ઇટીએફ એ સોનામાં રોકાણ કરવા માટેનો એક સારો વિકલ્પ છે…ધ્રુવ તેના કુલ રોકાણનો એક નાનકડો 10 થી 15 ટકા હિસ્સો ગોલ્ડ ઇટીએફમાં લગાવી શકે છે…આ રોકાણને તમે સોનાના વિવિધ સ્વરૂપો જેમ કે ગોલ્ડ ઇટીએફ અને સોવરિન ગોલ્ડ બોન્ડમાં વહેંચી શકો છો. રોકાણ માટે ગોલ્ડ જ્વેલેરી પસંદ કરવામાં સમજદારી નથી. કારણ કે તેને ખરીદવા માટે ઘણા પૈસાની જરૂર પડે છે…પછી તેને સુરક્ષિત રાખવા માટે લોકર જોઇએ. વેચવા પર ગોલ્ડની માર્કેટ વેલ્યૂ તો મળશે પરંતુ મેકિંગ ચાર્જના પૈસા બરબાદ થઇ જશે. તો સોનામાં રોકાણ કરવું છે તો ગોલ્ડ ઇટીએફના ઓપ્શન વિશે જરૂર વિચારો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો