સોનાના ભાવમાં થોડાક દિવસના વિરામ બાદ ફરી વધારો શરૂ થયો છે. 15 મે, બુધવારના રોજ 24 કેરેટ સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ 430 રૂપિયા વધીને 73,250 રૂપિયા નોંધાઈ છે. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 74,000 રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 2,359.99 ડૉલર પ્રતિ ઔંશ ચાલી રહ્યો છે.
અમેરિકામાં વ્યાજ દર વધવાની શક્યતા પાછી ઠેલાઈ રહી હોવાથી ગોલ્ડની કિંમતમાં વધારો શરૂ થયો છે. અમેરિકામાં ફુગાવો હજુ પણ ઊંચા સ્તરે છે અને ફેડરલ રિઝર્વ આગામી બેઠકમાં પણ રેટ કટ કરે તેવી કોઈ શક્યતા દેખાતી નથી.
ગોલ્ડ માર્કેટના એક્સપર્ટ કહે છે કે, આંતરરાષ્ટ્રીય લેવલે ગોલ્ડ માર્કેટમાં વોલેટિલિટીની શક્યતા છે. ગોલ્ડની કિંમત પ્રતિ ઔંશ 2,345 ડૉલરથી 2,328 ડૉલરની રેન્જમાં રહેવાની શક્યતા છે. રઝિસ્ટન્સ લેવલ 2,380થી 2,396 ડૉલરની રેન્જમાં રહેશે.
ભારતમાં પ્રતિ 10 ગ્રામ 71,410-71,260 રૂપિયાના ભાવે સપોર્ટ છે જ્યારે 72,080-72,390એ રઝિસ્ટન્સ છે.
કોપરમાં પણ તેજી
અનેક દેશોમાં ઈલેક્ટ્રિક વ્હિકલ (EV)ની માંગ વધી રહી છે અને ડેટા સેન્ટર્સની સ્થાપના થઈ રહી છે, જેના લીધે કોપરની ડિમાન્ડ વધી છે. આથી, કોપરની કિંમત 2024માં અત્યાર સુધીમાં 25 ટકા વધી છે. 15 મે, બુધવારના રોજ ન્યૂયોર્ક મેટલ એક્સચેન્જ (NYMEX) પર કોપર વાયદો પ્રતિ પાઉન્ડ 5.02 ડૉલરના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે.
ઈલેક્ટ્રિક વ્હિકલ, પાવર ગ્રીડ અને વિન્ડ ટર્બાઈનના ઉત્પાદન તેમજ ડેટા સેન્ટરમાં વપરાતા કેબલ સહિતના કામકાજ માટે કોપરનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. ચાલુ વર્ષે ઈલેક્ટ્રિક વાહનો અને ટ્રાન્સપોર્ટેશન સેક્ટર માટે કોપરની માંગ લગભગ 5 ટકા વધવાનો અંદાજ બેન્ક ઑફ અમેરિકા (BofA)એ વ્યક્ત કર્યો છે.
Published - May 15, 2024, 03:59 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો