Money9: હવે ડ્રાઇવિંગ લાયસન્સ માટે આરટીઓ નહીં જવું પડે. ડ્રાઇવિંગ લાયસન્સ અંગેના નવા નિયમો 1 જૂનથી લાગુ થવા જઈ રહ્યા છે, જેમાં હવે કોઈપણ અધિકૃત ડ્રાઈવિંગ સ્કૂલમાંથી ડ્રાઈવિંગ લાઇસન્સ આપવામાં આવશે. અત્યાર સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે પ્રાદેશિક RTO જવું પડતું હતું. પરંતુ ભારત સરકારે નિયમોમાં ફેરફાર કર્યો છે. આ માટે નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. હવે તમે ખાનગી સંસ્થાઓમાં ડ્રાઇવિંગની તાલીમ લઇ શકો છો અને ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકો છો.
કઈ ડ્રાઇવિંગ સ્કૂલમાંથી DL મળશે ?
નવો નિયમ તમામ ડ્રાઇવિંગ સ્કૂલોને લાગુ પડતા નથી અને ન તો તેમને ડ્રાઇવિંગ લાયસન્સ આપવાની મંજૂરી આપે છે. નોટિફિકેશન મુજબ, માત્ર એવી જ ડ્રાઇવિંગ સ્કૂલો જ DL ઇશ્યૂ કરી શકશે જે કેટલીક મહત્વપૂર્ણ શરતોને પૂર્ણ કરે છે. જાણો શું છે આ શરતો…
-જે લોકો રાઇડર્સ અથવા ભાવિ ડ્રાઇવરને તાલીમ આપી રહ્યા છે તેમની પાસે ઓછામાં ઓછો હાઇ સ્કૂલ ડિપ્લોમા અથવા તેની સમકક્ષ હોવો આવશ્યક છે. -ભારે વાહનો માટે ઓછામાં ઓછી 38 કલાકની તાલીમ જરૂરી છે. થિયરી ક્લાસના 8 કલાક છે અને બાકીનો સમય પ્રેક્ટિકલ માટે છે. -તાલીમ કેન્દ્રો જે ઓછામાં ઓછી 1 એકર જમીન પર બાંધવામાં આવ્યા છે અથવા તેટલી જમીન ધરાવે છે. જ્યારે 4-વ્હીલરની તાલીમ માટે 2 એકર જમીન હોવી જરૂરી છે. -ડ્રાઇવિંગ સેન્ટરમાં યોગ્ય પરીક્ષણ સુવિધા હોવી જોઈએ. -ટ્રેનર પાસે ડ્રાઇવિંગનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ હોવો આવશ્યક છે. ઉપરાંત, તેઓને મૂળભૂત બાયોમેટ્રિક્સ અને IT સિસ્ટમ્સનું જ્ઞાન હોવું જોઈએ. -હળવા વાહનો માટે, તાલીમ 4 અઠવાડિયા અથવા 29 કલાકમાં પૂર્ણ થવી જોઈએ. તાલીમમાં થિયરી અને પ્રેક્ટિકલ બંનેનો સમાવેશ કરવો મહત્વપૂર્ણ છે. – આ સાથે જ સરકારે તબક્કાવાર 9,00,000 જૂના સરકારી વાહનોને દૂર કરવાનો પણ નિર્ણય લીધો છે. આ સિવાય કારમાંથી ઉત્સર્જનને નિયંત્રણમાં રાખવા માટે પણ કડક નિયમો લાવવામાં આવશે.
ટ્રાફિક ચલણમાં પણ ફેરફાર થશે
સરકાર ટ્રાફિક નિયમોના ભંગ બદલ લાદવામાં આવતા દંડને પણ અપડેટ કરશે. રિપોર્ટ્સ અનુસાર, ઓવર સ્પીડિંગ માટે 1000 થી 2000 રૂપિયાનું ચલણ જારી કરવામાં આવી શકે છે. આ ઉપરાંત, ઓછી ઉંમરના ડ્રાઇવિંગ માટે પણ ચલણમાં સુધારો કરી શકાય છે. જો કોઈ વ્યક્તિની ઉંમર 18 વર્ષથી ઓછી છે અને તે ડ્રાઇવિંગ કરતા પકડાય છે, તો 25,000 રૂપિયા સુધીનું ચલણ જારી કરી શકાય છે. આ ઉપરાંત, તે વાહનના માલિકનું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ રદ થઈ શકે છે. એટલું જ નહીં, જ્યાં સુધી તે સગીર 25 વર્ષની ઉંમર પૂર્ણ ન કરે ત્યાં સુધી તેને ડ્રાઇવિંગ લાઇસન્સ આપવામાં આવશે નહીં.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો