• ખાનગી બેન્કો જોખમી લોન આપવામાં આગળ

    રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI) અનસિક્યોર્ડ લોનને બેંકો માટે એક મોટો ખતરો માની રહી છે પરંતુ બેંકો તેને સ્વીકારી રહી નથી. તેઓ અસુરક્ષિત લોનનું મોટાપાયે વિતરણ કરી રહી છે.

  • DBT લાભાર્થીને UPI હેઠળ આવરી લેવાશે

    ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) પેમેન્ટના લાભાર્થીઓને UPI સાથે લિંક કરવા અંગે RBI, બેંકો અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) વિચારણા કરી રહ્યાં છે.

  • NBFC Rs 20,000ની કેશ લોનની મર્યાદા પાળે

    કોઈ પણ NBFCએ Rs 20,000થી વધારે રકમની લોન રોકડમાં ન આપવાની સૂચના આપવામાં આવી છે. ભારતમાં રિટેલ લોન ઝડપથી વધી રહી છે અને ખાસ તો છેલ્લાં 4 વર્ષમાં ગોલ્ડ લોનનું પ્રમાણ 3 ગણું વધી ગયું છે.

  • બેન્ક ઑફ બરોડાને RBIએ રાહત આપી

    RBIએ ઓક્ટોબર 2023માં બેન્ક ઑફ બરોડા (BoB)ને તેની 'Bob World' મોબાઈલ એપ્લીકેશન પર નવા ગ્રાહકો ઉમેરવાની ના પાડી દીધી હતી, કારણ કે, RBIને supervisory સંબંધિત ચિંતા દેખાઈ હતી.

  • ICICI બેન્કે Credit Card બ્લોક કર્યા

    ખાનગી સેક્ટરની ICICI Bankના credit cardsનો ડેટા ટેકનીકલ ક્ષતિને કારણે અન્ય ગ્રાહકો સાથે લિંક થઈ ગયો હતો. બેન્કે ખામી સુધારી લીધી છે.

  • HDFC Bankએ લક્ષદ્વીપમાં શાખા શરૂ કરી

    ભારતમાં HDFC Bankના ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કમાં 31 ડિસેમ્બર 2023 સુધીના આંકડા પ્રમાણે, 8,091 બ્રાન્ચ અને 20,688 ATMનો સમાવેશ થાય છે. આ નેટવર્ક ભારતનાં 3,872 શહેર અને નગરોમાં ફેલાયેલું છે.

  • FD પર 8.80% જેટલું ઊંચું વ્યાજ

    બજાજ ફાયનાન્સ AAA રેટિંગ ધરાવતી NBFC છે જ્યારે શ્રીરામ ફાયનાન્સ AA રેટિંગ ધરાવે છે. બંનેએ થાપણદારોને FD પર વધારે વ્યાજ કમાવવાની ઑફર કરી છે. હવે અન્ય બેન્કો પણ વ્યાજ દર વધારે તેવી શક્યતા છે.

  • 31 માર્ચે રવિવારે પણ બેન્કો ખુલ્લી રહેશે

    RBIએ બેન્કોને ચાલુ નાણાકીય વર્ષના અંતિમ ત્રણ દિવસ બ્રાન્ચો ખુલ્લી રાખવાની સૂચના આપી છે. આવકવેરા વિભાગે પણ જણાવ્યું છે કે, 31 માર્ચ રવિવારના રોજ તેની ઑફિસો ચાલુ રહેશે અને 29થી 31 માર્ચ સુધીના ત્રણેય દિવસ કામકાજ ચાલુ રહેશે.

  • SBIને ₹2 કરોડનો દંડ

    RBIએ નિયમોનો ભંગ કરનારી બેન્કોને આકરો દંડ ફટકાર્યો છે. SBIને ₹2 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત સિટી યુનિયન બેન્ક, કેનેરા બેન્ક અને ઓશન કેપિટલ માર્કેટ્સને પણ દંડિત કરવામાં આવી છે.

  • બેન્કોએ બદલ્યા FDના વ્યાજ દર

    HDFC બેન્ક, ICICI બેન્ક અને PNB હાઉસિંગ ફાયનાન્સે FDના ઈન્ટરેસ્ટ રેટમાં વધારો કર્યો છે. જાણો કઈ બેન્ક આપી રહી છે કેટલું વ્યાજ.