RBIએ ઓક્ટોબર 2023માં બેન્ક ઑફ બરોડા (BoB)ને તેની 'Bob World' મોબાઈલ એપ્લીકેશન પર નવા ગ્રાહકો ઉમેરવાની ના પાડી દીધી હતી, કારણ કે, RBIને supervisory સંબંધિત ચિંતા દેખાઈ હતી.
રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI)એ Bank of Baroda (BoB)ની એપ્લીકેશન BoB World પર લાદેલા પ્રતિબંધો તાત્કાલિક અસરથી હટાવી દેવાનો નિર્ણય લીધો છે. BoBએ શેરબજારોને પાઠવેલા નિવેદનમાં જણાવ્યું છે કે, આ પ્રતિબંધો હટી જવાથી બેન્ક નવા ગ્રાહકોને સામેલ કરી શકશે.
BoBએ જણાવ્યું છે કે, “BoB World પરથી પ્રતિબંધો તાત્કાલિક અસરથી હટાવવા અંગે RBIએ બેન્કને જાણ કરી છે અને તેની માહિતી આપતા અમને આનંદ થાય છે. નક્કી થયેલા નિયમોનું પાલન કરીને બેન્ક તેની BoB World એપ્લીકેશન દ્વારા ગ્રાહકોને સામેલ કરી શકશે.”
બેન્ક હવે તેની BoB World એપ્લીકેશનમાં નવા ગ્રાહકો સામેલ કરી શકશે. બેન્ક નિયમો અને ધારાધોરણોનું પાલન કરવા માટે કટિબદ્ધ છે, એમ BoBએ નિવેદનમાં જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, RBIએ ઓક્ટોબર 2023માં બેન્ક ઑફ બરોડાને તેની BoB World એપ્લીકેશન પર નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો કારણ કે, RBIને અમુક સુપરવિઝરી ચિંતા સતાવતી હતી.
Published - May 8, 2024, 07:20 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો