Money9 Gujarati:
SBI FD Interest Rates: દેશની સૌથી મોટી ધિરાણકર્તા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ છૂટક થાપણો (2 કરોડ રૂપિયા સુધી) અને જથ્થાબંધ થાપણો (2 કરોડ રૂપિયાથી વધુ) પર ચોક્કસ સમયગાળા માટે તેના ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરોમાં વધારો કર્યો છે. SBIની વેબસાઈટ પર જણાવ્યા મુજબ નવા FD ઈન્ટરેસ્ટ રેટ 15 મે, 2024થી અમલમાં આવ્યા છે.
SBIએ 46 દિવસથી 179 દિવસની વચ્ચે પાકતી થાપણો પર તેના ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં 0.75 ટકાનો વધારો કર્યો છે. નવા રેટ 4.75 ટકાથી 5.50 ટકા સુધી વધાર્યો છે. વરિષ્ઠ નાગરિકો માટે, બેંકે સમાન મુદતની FDનો રેટ 5.25 ટકાથી વધારીને 6 ટકા કર્યો છે.
SBIએ સામાન્ય નાગરિકો માટે 180 દિવસના 210 દિવસની મુદત પર વ્યાજ દર 25 bps વધારીને 5.75% થી 6% કર્યો છે.
બેંકે સામાન્ય નાગરિકો માટે 211 દિવસથી 1 વર્ષથી ઓછા સમયગાળાના FD દરોમાં 25 bps નો વધારો કર્યો છે જે સામાન્ય નાગરિકો માટે 6% થી 6.25% અને વરિષ્ઠ નાગરિકો માટે 6.50% થી 6.75% છે.
બેંકે 7 થી 45 દિવસની મુદત માટે બલ્ક ડિપોઝીટ પર વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે, જે સામાન્ય નાગરિકો માટે દર 5% થી વધારીને 5.25% કર્યો છે. વરિષ્ઠ નાગરિકો માટે, બેંક સમાન કાર્યકાળમાં 5.50% થી વધીને 5.75% થઈ છે.
46 દિવસથી 179 દિવસની મુદત ધરાવતા સામાન્ય નાગરિકો માટે, બેંકે 5.75% થી 6.25% સુધી 50 bps નો વધારો કર્યો છે. સેની માટે બેંક 6.25% થી વધીને 6.75% થઈ છે..
બેંકે સામાન્ય નાગરિકો માટે 180 દિવસથી 210 દિવસની મુદતમાં 10 bps નો વધારો કર્યો છે 6.50% થી 6.60% અને વરિષ્ઠ નાગરિકો માટે 7% થી 7.10%.
બેંકે 1 વર્ષ અને 2 વર્ષથી ઓછા સમયગાળા માટેના ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં 20 bpsનો વધારો કર્યો છે જે 6.80% થી વધારીને 7% કર્યો છે.
2 વર્ષથી 3 વર્ષથી ઓછા સમયગાળા માટે, બેંકે સામાન્ય નાગરિકો માટે 6.75% થી 7% અને વરિષ્ઠ નાગરિકો માટે, બેંકે 7.25% થી 7.50% સુધીનો વધારો કર્યો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો