RBIએ નિયમોનો ભંગ કરનારી બેન્કોને આકરો દંડ ફટકાર્યો છે. SBIને ₹2 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત સિટી યુનિયન બેન્ક, કેનેરા બેન્ક અને ઓશન કેપિટલ માર્કેટ્સને પણ દંડિત કરવામાં આવી છે.
Money9 Gujarati: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ 26 ફેબ્રુઆરીએ અલગ-અલગ કેસમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), કેનેરા બેંક અને સિટી યુનિયન બેંક પર લગભગ 3 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. RBIએ કહ્યું છે કે, નિયમનકારી ધોરણોના ઉલ્લંઘન બદલ આ બેન્કો પર દંડ લગાવવામાં આવ્યો છે.
SBIને Rs 2 કરોડનો દંડ
RBIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ડિપોઝિટર એજ્યુકેશન અવેરનેસ ફંડ સ્કીમ, 2014 સાથે સંબંધિત કેટલાક ધોરણોના ઉલ્લંઘનને કારણે, દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની ધિરાણકર્તા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) પર 2 કરોડ રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો છે.
સિટી યુનિયન બેન્કને Rs 66 લાખનો દંડ
સિટી યુનિયન બેંકને ‘ઇન્કમ રેકગ્નિશન, એસેટ ક્લાસિફિકેશન અને એડવાન્સિસ સંબંધિત જોગવાઈઓ – NPA નપીએ એકાઉન્ટ્સમાં વિચલન’ અંગે RBI દ્વારા જારી કરાયેલા અમુક નિર્દેશોનું પાલન ન કરવા બદલ રૂ. 66 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
કેનેરા બેન્કને Rs 32.30 લાખનો દંડ
RBIએ કેટલીક સૂચનાઓનું પાલન ન કરવા બદલ કેનેરા બેંક પર 32.30 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે.
ઓશન કેપિટલ માર્કેટ્સ લિમિટેડ, રાઉરકેલા, ઓડિશા પર નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓ સંબંધિત કેટલીક જોગવાઈઓનું પાલન ન કરવા બદલ રૂ. 16 લાખનો દંડ લાદવામાં આવ્યો છે.
RBIએ કહ્યું કે નિયમનકારી અનુપાલનમાં ખામીઓને કારણે તમામ બેંકો પર આ દંડ લાદવામાં આવ્યો છે. નિયમનકારનો હેતુ તેમના ગ્રાહકો સાથે એન્ટિટી દ્વારા કરવામાં આવેલા કોઈપણ વ્યવહારો અથવા કરારોની માન્યતાને અસર કરવાનો નથી. મતલબ કે સેન્ટ્રલ બેંકની આ કડકતા ગ્રાહકોને અસર કરશે નહીં.
Published - February 26, 2024, 10:00 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો