• ભારતે કરી 123 ટન સોનાની આયાત

    ઓક્ટોબર 2022ની સરખામણીએ ઓક્ટોબર 2023માં સોનાની આયાત 60 ટકા વધીને 123 ટન થઈ છે, જેનું મૂલ્ય 7.23 અબજ ડૉલર થાય છે.

  • રૂપિયો સૌથી નીચી સપાટીએઃ આયાત મોંઘી થશે

    20 નવેમ્બરે અમેરિકન ડૉલર સામે ભારતીય રૂપિયો 9 પૈસા ઘટીને 83.35ના અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો હતો. રૂપિયો તૂટવાથી ભારતમાં થતી આયાત મોંઘી થશે અને વિદેશમાં ભણતર પાછળ ખર્ચ વધી જશે.

  • રૂપિયામાં ગાબડું, 1 ડૉલર = 83.33 રૂપિયા

    ભારતીય રૂપિયો અમેરિકન ડૉલર સામે ઘટીને અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. ક્રૂડ ઓઈલની વધતી કિંમત, રશિયા-યુક્રેન બાદ ઈઝરાયેલ-હમાસ યુદ્ધ, ફોરેન ઈન્વેસ્ટર્સની વેચવાલી અને ઘટતી નિકાસ સહિતના પરિબળોને લીધે રૂપિયા પર દબાણ વધી રહ્યું છે.

  • રૂપિયો 1 વર્ષના તળિયે પહોંચ્યો

    ઈઝરાયેલ-હમાસ વચ્ચે શરૂ થયેલું યુદ્ધ વકરવાની બીકને કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ 90 ડૉલરને પાર થઈ ગયા છે, જેના લીધે ડૉલર મજબૂત થયો છે અને ભારતીય રૂપિયો સતત ઘટીને એક વર્ષના તળિયે પહોંચી ગયો છે.

  • ભારતનું ફૉરેક્સ રિઝર્વ 4 મહિનાના તળિયે

    RBIએ 29 સપ્ટેમ્બરે જાહેર કરેલા ડેટા અનુસાર, ભારતનું વિદેશી હૂંડિયામણ સતત ત્રીજા સપ્તાહે ઘટ્યું છે. તેમાં અગાઉના સપ્તાહની તુલનાએ 2.3 અબજ ડૉલરનો ઘટાડો થયો છે.

  • બોન્ડ માર્કેટમાં વિદેશી રોકાણ વધશે

    JPMorganએ જણાવ્યું છે કે, 28 જૂન, 2024થી ભારતનાં બોન્ડ્સને ગ્લોબલ ઈન્ડેક્સમાં સામેલ કરવાની પ્રક્રિયા શરૂ થશે. આ પ્રક્રિયા 10 માસ સુધી ચાલશે.

  • વિદેશી હૂંડિયામણ 4 મહિનાના તળિયે

    ઓક્ટોબર 2021માં ભારતનું વિદેશી હૂંડિયામણ 645 અબજ ડૉલરના સર્વોચ્ચ સ્તરે નોંધાયું હતું, પરંતુ ત્યારથી તે ઘટીને હવે 593.04 અબજ ડૉલર થયું છે.

  • રૂપિયો સૌથી નીચી સપાટીએ

    રૂપિયો ઓલ-ટાઈમ લો લેવલે પહોંચી ગયો છે. ક્રૂડ ઓઈલના ભાવ 90 ડૉલરની ઉપર રહેવાથી રૂપિયા પર દબાણ સર્જાયું છે અને હજુ નવા તળિયા બનવાની શક્યતા છે.

  • ભારતનું વિદેશી હૂંડિયામણ ઘટ્યું

    ભારતનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ (વિદેશી હૂંડિયામણ) 4.992 અબજ ડૉલર ઘટીને 593.904 અબજ ડૉલર થયું છે.

  • ભારતનું વિદેશી હૂંડિયામણ $4B વધ્યું

    રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI)એ જાહેર કરેલાં 1 સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહના આંકડા પ્રમાણે, ભારતનું ફોરેક્સ રિઝર્વ (વિદેશી હૂંડિયામણ) 4.039 અબજ ડૉલર વધીને 598.897 અબજ ડૉલરે પહોંચ્યું છે.