રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI)એ 15 સપ્ટેમ્બર, શુક્રવારના રોજ જાહેર કરેલા 8 સપ્ટેમ્બર સુધીના આંકડા પ્રમાણે, ભારતનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ (વિદેશી હૂંડિયામણ) 4.992 અબજ ડૉલર ઘટીને 593.904 અબજ ડૉલર થયું છે. 1 સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહના અંતે આપણું ફોરેક્સ રિઝર્વ 4.039 અબજ ડૉલર વધીને 598.897 અબજ ડૉલર થયું હતું.
RBI દ્વારા જાહેર થતા સાપ્તાહિક સ્ટેટિસ્ટિકલ સપ્લીમેન્ટ અનુસાર, ફોરેન કરન્સી એસેટ્સ 4.27 અબજ ડૉલર ઘટીને 526.43 અબજ ડૉલર થઈ છે. ડૉલરમાં જાહેર થતી આ એસેટ્સમાં વિદેશી હૂંડિયામણમાં રાખવામાં આવેલા યુરો, પાઉન્ડ અને યેન જેવા બિન-અમેરિકન યુનિટ્સમાં થતા ઉતારચઢાવની અસર સામેલ હોય છે.
ભારતનું ગોલ્ડ રિઝર્વ 55.4 કરોડ ડૉલર ઘટીને 44.38 અબજ ડૉલર થયું છે જ્યારે SDR 13.4 કરોડ ડૉલર ઘટીને 18.06 અબજ ડૉલર થયું છે. IMFમાં રિઝર્વ પોઝિશન 3.9 કરોડ ડૉલર ઘટીને 5.03 અબજ ડૉલર થઈ છે.
ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર 2021માં ભારતની ફોરેક્સ રિઝર્વ 645 અબજ ડૉલરના ઓલ-ટાઈમ હાઈ લેવલે પહોંચી હતી. પરંતુ રૂપિયો નબળો પડ્યો હોવાથી RBIએ ફોરેક્સ રિઝર્વમાંથી ડૉલર કાઢવા પડે છે, પરિણામે રિઝર્વ ઘટી હતી.
Published September 15, 2023, 19:22 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો