રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI)એ 8 સપ્ટેમ્બરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 1 સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહના અંતે ભારતનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ (વિદેશી હૂંડિયામણ) 4.039 અબજ ડૉલર વધીને 598.897 અબજ ડૉલરે પહોંચ્યું છે. તેની અગાઉના સપ્તાહે ભારતનું ફોરેક્સ રિઝર્વ (forex reserves) 3 કરોડ ડૉલર ઘટીને 594.858 અબજ ડૉલર રહ્યું હતું. ભારતનું ફોરેક્સ રિઝર્વ ઓક્ટોબર 2021માં 645 અબજ ડૉલરના ઓલ-ટાઈમ હાઈ લેવલે નોંધાયું હતું.
ગયા વર્ષથી વૈશ્વિક સ્તરે સર્જાયેલી પ્રતિકૂળ પરિસ્થિતિને પગલે ભારતીય રૂપિયો દબાણનો સામનો સામનો કરી રહ્યો છે, જેના કારણે રિઝર્વ બેન્કે ફોરેક્સ રિઝર્વમાંથી ડૉલર વેચવા પડે છે, આથી ભારતની રિઝર્વ ધીમે ધીમે ઘટીને 600 અબજ ડૉલરની નીચે પહોંચી છે. ડૉલર સતત વધી રહ્યો છે અને તેની સામે રૂપિયાનું ધોવાણ અટકાવવા માટે રિઝર્વ બેન્કે ડૉલર વેચવા પડે છે.
ફોરેક્સ રિઝર્વમાં મહત્ત્વનો હિસ્સો ફોરેન કરન્સી એસેટ્સનો હોય છે અને 1 સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહના અંતે આ એસેટ્સ 3.442 અબજ ડૉલર વધીને 530.691 અબજ ડૉલર નોંધાઈ હતી. ભારતની ગોલ્ડ રિઝર્વ 58.4 કરોડ ડૉલર વધીને 44.939 અબજ ડૉલર થઈ છે, એમ RBIએ તેના સાપ્તાહિક સ્ટેટિસ્ટિકલ સપ્લીમેન્ટમાં જણાવ્યું છે. ભારતના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ (Special Drawing Rights) 10 લાખ ડૉલર વધીને 18.195 અબજ ડૉલર થયું હતું. IMF સાથે ભારતની રિઝર્વ પોઝિશન 1.2 કરોડ ડૉલર વધીને 5.073 અબજ ડૉલર થઈ છે, એમ RBIના ડેટા પરથી જાણવા મળે છે.
Published - September 8, 2023, 09:46 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો