રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI)એ ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશની 5 સહકારી બેન્કોને કુલ 46.65 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સૌથી વધુ દંડ અમદાવાદની કાલુપુર કોમર્શિયલ સહકારી બેન્કને થયો છે.
ફુગાવાનો દર ઘટીને 5%ની નજીક પહોંચ્યો હોવાથી RBI દ્વારા આગામી અથવા ત્યાર પછીની બેઠકમાં રેપો રેટ ઘટાડવામાં આવે તેવી શક્યતા કેન્દ્રીય મંત્રીએ વ્યક્ત કરી છે. અત્યારે રેપો રેટ 6.5% છે.
HDFC બેન્કે Rs 2 કરોડથી ઓછી રકમની FDના વ્યાજ દરમાં 0.25%નો વધારો કર્યો છે. આ રેટનો ફાયદો લેવા માટે ગ્રાહકે 18 મહિનાથી 21 મહિનાની FD કરાવવી પડશે.
BoBની અમુક બ્રાન્ચના કર્મચારીઓએ તેમના ટાર્ગેટ પૂરા કરવા માટે ગયા વર્ષે નકલી ગોલ્ડ લોન આપી હોવાનું જાણવા મળ્યું છે.
સરકારી બેન્કોના FDના ઈન્ટરેસ્ટ રેટ વધીને 7.40 ટકા સુધી પહોંચ્યા છે. અત્યારે પંજાબ નેશનલ બેન્ક (PNB) સૌથી વધારે ઈન્ટરેસ્ટ રેટ ઑફર કરી રહી છે.
ઘણી બેન્કોએ તાજેતરમાં ફંડ-આધારિત ધિરાણ દર (MCLR)માં વધારો કર્યો છે. આ રેટ વધવાથી લોનના EMIમાં પણ વધારો થયો છે. તો ચાલો જાણીએ કે કઈ બેન્કના હોમ લોનના રેટ કેટલા છે.
બેન્કોની કૉસ્ટ ઑફ ડિપોઝિટ વધવાથી તેમના નેટ ઈન્ટરેસ્ટ માર્જિન (NIM)માં ઘટાડો થવાનું જોખમ ઊભું થયું છે. લોનના વ્યાજ દર વધવાથી બેન્કોને જે ફાયદો થયો હતો, તે ડિપોઝિટના રેટ વધારવાને કારણે ધોવાઈ ગયો છે. આથી, બેન્કો ફરી લોનના વ્યાજ દર વધારવા લાગી છે.
નવા વર્ષમાં ગ્રાહકોને આકર્ષવા માટે બેન્કો વચ્ચે સ્પર્ધા વધી છે. છેલ્લાં કેટલાક સપ્તાહથી બેન્કોએ થાપણના વ્યાજ દર વધાર્યાં છે. અમુક બેન્કોએ હોમ લોનના રેટ ઘટાડ્યા છે.
RBIએ બેન્કોને નિયમિત સમયે વિશેષ અભિયાન ચલાવીને દાવા વગરની ડિપોઝિટની રકમ ગ્રાહકોને કે કાયદેસરના વારસદારોને સોંપવાની સૂચના આપી છે.
અગાઉ સરકારે 29 સપ્ટેમ્બરે પણ ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર માટે સ્મોલ સેવિંગ સ્કીમ્સના ઈન્ટરેસ્ટ રેટમાં 0.20 ટકાનો વધારો કર્યો હતો.