• હાર્દિક એક્સટરનો બ્રાન્ડ એમ્બેસેડર

  Hyundai Motors ટૂંક સમયમાં ભારતીય બજારમાં નવી SUV લોન્ચ કરશે. લોન્ચિંગ પહેલા, કંપનીએ ક્રિકેટર હાર્દિક પંડ્યાને નવી SUVના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કર્યા છે.

 • ક્યારે લોન્ચ થશે Maruti WagonR flex-fuel

  મારુતિ વેગનઆર ફ્લેક્સ-ફ્યુઅલ હેચબેક આ વર્ષની શરૂઆતમાં દિલ્હી ઓટો એક્સપોમાં પ્રદર્શિત થઇ હતી. કંપનીએ ખુલાસો કર્યો હતો કે તે ફ્લેક્સ-ઇંધણ વાહનોને રોલ આઉટ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

 • બંધ થઇ શકે છે Nexonના ડીઝલ વેરિએન્ટ

  કડક ઉત્સર્જન ધોરણોને કારણે, ટાટા મોટર્સ તેની કારના ડીઝલ વેરિઅન્ટને બંધ કરવાની તૈયારી કરી રહી છે. કંપની 1.5-લિટર ડીઝલ એન્જિનને બંધ કરનાર પ્રથમ કંપની હોઈ શકે છે જે હાલમાં Altroz ​​અને Nexonને પાવર આપવા માટે લગાવાયું છે

 • દેશની સૌથી સસ્તી સનરૂફ કાર

  ટાટા મોટર્સે તાજેતરમાં જ તેની પ્રખ્યાત પ્રીમિયમ હેચબેક કાર Tata Altrozનું નવું CNG વેરિઅન્ટ બજારમાં લોન્ચ કર્યું હતું. હવે કંપનીએ Altrozના તમામ વેરિયન્ટ્સને સનરૂફ ફીચર સાથે અપડેટ કર્યા છે.