Money9: Hyundai Motors ટૂંક સમયમાં ભારતીય બજારમાં નવી SUV લોન્ચ કરશે. લોન્ચિંગ પહેલા, કંપનીએ ક્રિકેટર હાર્દિક પંડ્યાને નવી SUVના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કર્યા છે. આ સાથે કંપનીએ SUVનું બુકિંગ પણ શરૂ કરી દીધું છે. આજના આ આર્ટિકલમાં અમે તમને SUVના ફિચર્સ અને લોન્ચિંગ વિશે જાણકારી આપી રહ્યા છીએ.
હાર્દિક એમ્બેસેડર બન્યો
ભારતીય ક્રિકેટ ટીમનો ખેલાડી હાર્દિક પંડ્યા હવે Hyundaiની ટૂંક સમયમાં લોન્ચ થનારી SUV એક્સટરનો બ્રાન્ડ એમ્બેસેડર બની ગયો છે. આ સાથે, કંપનીએ એક નવું TVC પણ બહાર પાડ્યું છે, જેમાં પંડ્યા SUV સાથે જોવા મળે છે.
બુકિંગ શરૂ
Hyundai દ્વારા SUV Exterનું બુકિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. એસયુવી માટે બુકિંગ કંપનીની વેબસાઇટ પર ઑનલાઇન અથવા ઑફલાઇન મોડમાં ડીલરશિપ દ્વારા કરી શકાય છે. બુકિંગ કરાવવા માટે 11,000 રૂપિયાની ટોકન રકમ ચૂકવવી પડશે.
કેટલું પાવરફુલ એન્જિન
નવી SUVને કંપની ત્રણ પાવરટ્રેનના વિકલ્પ સાથે લાવશે. 1.2L કાપા પેટ્રોલ એન્જિન પાંચ-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અને સ્માર્ટ ઓટો AMT સાથે તે ઇથેનોલ-20 કમ્પ્લાયન્ટ હશે. આ સિવાય SUVને CNG વેરિએન્ટમાં પણ લાવવામાં આવશે. તેમાં 1.2-લિટર બાય-ફ્યુઅલ કાપા પેટ્રોલ અને CNG એન્જિન સાથે પાંચ-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન મળશે.
કેવા હશે ફિચર્સ
કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર Hyundai Exterમાં ઘણા સેગમેન્ટ ફર્સ્ટ ફીચર્સ પણ આપવામાં આવશે. જેમાં વૉઇસ સક્ષમ સ્માર્ટ ઇલેક્ટ્રિક સનરૂફ, ડેશકેમ સાથે ડ્યુઅલ કેમેરા પણ હશે. જેમાં 5.84 સેમીની સ્ક્રીન પણ મળશે. તેમાં સ્માર્ટફોન એપ આધારિત કનેક્ટિવિટી હશે અને મલ્ટીપલ રેકોર્ડિંગ મોડ્સ પણ ઉપલબ્ધ હશે.
ક્યારે થશે લોન્ચ
Hyundai દ્વારા ભારતીય બજારમાં નવી SUV Exter લોન્ચ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, કંપની એક્સટર SUVને ભારતીય બજારમાં 10 જુલાઈએ લોન્ચ કરશે. SUVને કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં લોન્ચ કરવામાં આવશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો