Money9: માર્ગ અકસ્માતોથી ચિંતિત ગ્રાહકો હવે કારના સેફ્ટી રેટિંગને ખૂબ મહત્વ આપી રહ્યા છે. કાર ખરીદતી વખતે ગ્રાહકો હવે તેમના બજેટની સાથે-સાથે સેફ્ટી ફીચર્સ પણ જોતા હોય છે. ગ્લોબલ NCAP રેટિંગમાંથી પણ તમે કારના સેફ્ટી રેટિંગ વિશે જાણી શકો છો. ગ્લોબલ NCAP મેડ ઇન ઇન્ડિયા કારોનું ક્રેશ ટેસ્ટ કરીને તેમને એડલ્ટ ઓક્યુપેન્ટ પ્રોટેક્શન અને ચાઇલ્ડ પ્રોટેક્શનમાં પર્ફોર્મન્સના આધારે 1 થી 5 સ્ટાર સુધીનું સેફ્ટી રેટિંગ આપે છે. તાજેતરમાં, ગ્લોબલ NCAP એ Kia Motorsની Carens MPV, Honda Carsની Amaze sedan અને Mahindra & Mahindra ની કોમ્પેક્ટ SUV બોલેરો નિયોનું ક્રેશ ટેસ્ટિંગ કરીને તેનું રેટિંગ આપ્યું છે.
કિયા કેરેન્સને કેટલું મળ્યું રેટિંગ?
ગ્લોબલ NCAP એ કિયા મોટર્સના MPV કિયા કેરેન્સનું ક્રેશ ટેસ્ટિંગ કર્યું અને તેમાં કેરેન્સને 3 સ્ટાર રેટિંગ મળ્યું છે. નવા પ્રોટોકોલ મુજબ, કેરેન્સને બન્ને એડલ્ટ ઓક્યુપેન્ટ અને ચાઇલ્ડ ઓક્યુપેન્ટ પ્રોટેક્શન કેટેગરીમાં 3 સ્ટાર રેટિંગ મળ્યું છે. કેરેન્સમાં સ્ટાન્ડર્ડ ફીચર તરીકે 6 એરબેગ્સ આપવામાં આવી છે. Kia Carensની એક્સ-શોરૂમ કિંમત 10.52 લાખ રૂપિયાથી 19.67 લાખ રૂપિયા સુધીની છે.
હોન્ડા અમેઝને 2 સ્ટાર રેટિંગ
ગ્લોબલ NCAP એ હોન્ડાની કોમ્પેક્ટ સેડાન અમેઝનું ક્રેશ ટેસ્ટ કર્યું છે. આ ટેસ્ટમાં કારને 2 સ્ટાર સેફ્ટી રેટિંગ આપવામાં આવ્યું છે. Honda Amaze ને એડલ્ટ વ્હીકલ પ્રોટેક્શન કેટેગરીમાં 2 સ્ટાર મળ્યા છે. જ્યારે તેને ચાઇલ્ડ ઓક્યુપન્ટ પ્રોટેક્શનમાં ઝીરો રેટિંગ મળ્યું છે. Honda Amazeની એક્સ-શોરૂમ કિંમત 7.20 લાખ રૂપિયાથી 9.96 લાખ રૂપિયા સુધીની છે.
મહિન્દ્રાની બોલેરો નિયોને મળ્યું ખરાબ રેટિંગ
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની કોમ્પેક્ટ SUV Bolero Neo ને ગ્લોબલ NCAP ના ક્રેશ ટેસ્ટમાં ખૂબ જ નબળું રેટિંગ મળ્યું છે. Bolero Neo ને માત્ર 1 સ્ટાર રેટિંગ મળ્યું છે. નવા ગ્લોબલ NCAP પ્રોટોકોલ્સ મુજબ, બોલેરો નીઓને એડલ્ટ ઓક્યુપેન્ટ અને ચાઇલ્ડ ઓક્યુપેન્ટ પ્રોટેક્શન કેટેગરીમાં 1 સ્ટાર રેટિંગ મળ્યું છે, જે સલામતી રેટિંગની દ્રષ્ટિએ એકદમ નબળું છે. Mahindra Bolero Neoની એક્સ-શોરૂમ કિંમત રૂ. 9.90 લાખથી રૂ. 12.15 લાખ સુધીની છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો