Money9 Gujarati: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M)ના નવા વાહન XUV 3XOએ નવો રેકોર્ડ બનાવ્યો છે. માત્ર 1 કલાકમાં XUV 3XOને 50,000થી વધુ બુકિંગ મળ્યા છે. ભારતની અગ્રણી SUV ઉત્પાદક M&Mએ જણાવ્યું હતું કે, કોમ્પેક્ટ SUV XUV 3XO માટેનું બુકિંગ સવારે 10 વાગ્યે ખોલવામાં આવ્યું હતું અને માત્ર 60 મિનિટમાં 50,000 બુકિંગનો આંકડો પાર કરી ગયો હતો. XUV 3XOની ડિલિવરી આપવાનું 26, 2024થી શરૂ કરવામાં આવશે.
10 મિનિટમાં 27,000 ઑર્ડર
કંપનીએ વધુમાં જણાવ્યું કે બુકિંગ શરૂ થયાની માત્ર 10 મિનિટમાં જ કંપનીને 27,000 ઓર્ડર મળ્યા. આ આંકડો કંપનીની SUV પ્રત્યે લોકોની આતુરતા દર્શાવે છે. કંપનીના જણાવ્યા અનુસાર, XUV 3XOની અલગ-અલગ ડિઝાઇન, પ્રીમિયમ ઇન્ટિરિયર્સ, આરામદાયક મુસાફરી, નવી ટેક્નોલોજી, ઉત્તમ સુરક્ષા અને પ્રદર્શનને કારણે આ રેકોર્ડ પ્રાપ્ત થયો છે.
કેટલી છે કિંમત
મહિન્દ્રાએ MX, AX5 અને AX7 જેવા ટ્રિમ્સમાં XUV 3XOના કુલ 25 વેરિઅન્ટ્સ લોન્ચ કર્યા છે. તેની શોરૂમ કિંમત 7.49 લાખ રૂપિયાથી શરૂ કરીને 15.49 લાખ રૂપિયા છે.
Published - May 15, 2024, 08:47 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો