Money9: મારુતિ વેગનઆર ફ્લેક્સ-ફ્યુઅલ હેચબેક આ વર્ષની શરૂઆતમાં દિલ્હી ઓટો એક્સપોમાં પ્રદર્શિત થઇ હતી. કંપનીએ ખુલાસો કર્યો હતો કે તે ફ્લેક્સ-ઇંધણ વાહનોને રોલ આઉટ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. પરંતુ જ્યાં સુધી દેશભરમાં આવા ઇંધણ સરળતાથી ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી તેનું વ્યાવસાયિક ધોરણે ઉત્પાદન કરવું મુશ્કેલ બનશે. કંપની 2025 સુધીમાં ફ્લેક્સ-ફ્યુઅલ પ્રોગ્રામ રજૂ કરવાનું લક્ષ્ય રાખીને ચાલી રહી છે.
વેગનઆર ફ્લેક્સ ફ્યુઅલ હેચબેક
તમને જણાવી દઈએ કે, WagonR ફ્લેક્સ ફ્યુઅલ હેચબેકને મારુતિ સુઝુકીની ઇન-હાઉસ એન્જિનિયરિંગ ટીમ દ્વારા સુઝુકી મોટર કોર્પોરેશન, જાપાનના ઇનપુટ્સ સાથે ડિઝાઇન અને વિકસાવવામાં આવી છે. આ ભારતનું પ્રથમ માસ-માર્કેટ ફ્લેક્સ ફ્યૂઅલ વાહન હશે જે 20 ટકા (E20) – 85 ટકા (E85)ની વચ્ચેના કોઈપણ ઇથેનોલ-પેટ્રોલ મિશ્રણ પર ચાલશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપની 2025 થી ફ્લેક્સ ફ્યુઅલ વેગનઆરનું ઉત્પાદન શરૂ કરશે.
કારમાં અપડેટેડ એન્જિન મેનેજમેન્ટ સિસ્ટમ, ફ્યુઅલ ઇન્જેક્ટર અને ફ્યુઅલ પંપ સેટઅપ મળે છે
અપડેટેડ એન્જિન મેનેજમેન્ટ સિસ્ટમ, ફ્યુઅલ ઇન્જેક્ટર અને ફ્યુઅલ પંપ આ કારમાં સેટઅપને વધુ મજબૂત બનાવે છે. તે BS6 સ્ટેજ II ઉત્સર્જન ધોરણોને પણ પૂર્ણ કરશે. E85 ઇંધણ પર ચાલતી વખતે, ફ્લેક્સ ફ્યુઅલ વેગનઆર પેટ્રોલ એન્જિનની તુલનામાં દૈનિક ધોરણે 79 ટકા સુધી કાર્બન ઉત્સર્જન ઘટાડવાનો દાવો કરે છે.
ફ્લેક્સ ફ્યુઅલ મારુતિ વેગનઆર
હેચબેકનું ફ્લેક્સ ફ્યુઅલ વર્ઝન કેટલાક નવા બોડી ગ્રાફિક્સ અને લીલા રંગ સાથે આવી શકે છે. તેમાં અંદરની બાજુએ, તે ડ્યુઅલ-ટોન બ્લેક અને બેઝ કલર હોઇ શકે છે. જેમાં માઉન્ટેડ કંટ્રોલ સાથે થ્રી-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ, સ્માર્ટફોન કનેક્ટિવિટી સાથે 7-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, રિયર પાર્કિંગ સેન્સર્સ, સેન્ટ્રલ લોકિંગ એન્ટ્રી સાથે સેન્ટ્રલ લોકિંગ, ડ્યુઅલ એરબેગ્સ, EBD સાથે ABSનો સમાવેશ થાય છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો