Money9: ટાટા મોટર્સે તાજેતરમાં જ તેની પ્રખ્યાત પ્રીમિયમ હેચબેક કાર Tata Altrozનું નવું CNG વેરિઅન્ટ બજારમાં લોન્ચ કર્યું હતું. હવે કંપનીએ Altrozના તમામ વેરિયન્ટ્સને સનરૂફ ફીચર સાથે અપડેટ કર્યા છે. તમને જણાવી દઈએ કે Hyundai i20 પછી આ સેગમેન્ટની આ બીજી કાર છે, જેમાં આ ફીચર આપવામાં આવ્યું છે. રસપ્રદ વાત એ છે કે, તે સૌથી સસ્તી કાર છે જે સનરૂફ ફીચર સાથે આવે છે. સનરૂફથી સજ્જ વેરિઅન્ટની પ્રારંભિક કિંમત 7.90 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે.
અલ્ટ્રોઝને હવે પેટ્રોલ અને ડીઝલ એન્જિન સાથે કુલ 13 નવા વેરિયન્ટ્સમાં લોન્ચ કરવામાં આવી છે. ટાટાએ મિડ-સ્પેક XM+ ટ્રિમથી લઈને અલ્ટ્રોઝમાં સનરૂફનો સમાવેશ કર્યો છે અને તે પેટ્રોલ, ટર્બો-પેટ્રોલ, ડીઝલ અને CNG પાવરટ્રેનમાં કુલ 16 વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. સામાન્ય રીતે, સનરૂફથી સજ્જ વેરિયન્ટ્સ રેગ્યુલર મોડલ કરતાં રૂ. 45,000 જેટલા મોંઘા હોય છે. ઉલ્લેખનીય છે કે, અલ્ટ્રોઝની ડાર્ક એડિશનમાં પણ હવે સનરૂફ મળે છે.
અગાઉ, સનરૂફ જેવી સુવિધા હ્યુન્ડાઈ i20ના ટોપ વેરિઅન્ટ Asta અને Asta (ઓપ્શનલ ) ટ્રીમમાં જ ઉપલબ્ધ હતી, જેની કિંમત રૂ. 9.03 લાખથી શરૂ થાય છે. આ અર્થમાં, અલ્ટ્રોઝ આ સેગમેન્ટની સૌથી વધુ સસ્તી કાર બની ગઈ છે જે સનરૂફ ફીચર સાથે આવે છે. આ સિવાય ટાટાએ આ કારને વાયરલેસ ચાર્જર, એર પ્યુરિફાયર અને લેધરેટ અપહોલ્સ્ટરી જેવા ફિચર્સથી પણ સજ્જ કરી છે. આ કારમાં પહેલાથી જ આપવામાં આવેલા અન્ય તમામ ફિચર્સ પણ સામેલ છે.
તેના એન્જિન મિકેનિઝમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, આ કાર 86 bhp સાથે 1.2-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન, 110 bhp સાથે 1.2-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન અને 90 bhp પાવર આઉટપુટ સાથે 1.5-લિટર ડીઝલ એન્જિન સાથે આવે છે. અલ્ટ્રોઝ 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન ગિયરબોક્સ સાથે આવે છે, જોકે 1.2L નેચરલી એસ્પિરેટેડમાં 6-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ પણ મળે છે.
5-સ્ટાર સેફ્ટી રેટિંગ:
ટાટાની આ પ્રીમિયમ હેચબેકમાં સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર સાથે કનેક્ટેડ કાર ટેક સાથે 7-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ મળે છે. તેમાં એમ્બિયન્ટ લાઇટિંગ અને ક્રૂઝ કંટ્રોલ પણ આપવામાં આવ્યું છે. Tata Altroz સંખ્યાબંધ કસ્ટમાઇઝેશન વિકલ્પો સાથે આવે છે. તે દેશની સૌથી સુરક્ષિત હેચબેકમાંની એક છે અને તેમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, ISOFIX ચાઈલ્ડ-સીટ એન્કર, ઓટો પાર્ક લોક (માત્ર DCT) અને રિયર પાર્કિંગ સેન્સર પણ મળે છે. કારને ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો