Money9: તમે કેવું જીવન જીવો છો, તેનો સીધો સંબંધ તમારા શિક્ષણ સાથે છે. અભ્યાસ સારો કર્યો હશે તો લક્ઝરી લાઇફસ્ટાઇલની સંભાવના વધી જશે. અને જો અભણ રહ્યા તો આખુ જીવન રોજીંદી જરૂરિયાતો પૂરી કરવામાં જ નીકળી જશે. મની9નો પર્સનલ ફાઇનાન્સ સર્વે આ વાતની સાક્ષી પૂરે છે.
મની9નો સર્વે
આખા દેશના 20 રાજ્યો અને 100થી વધુ જિલ્લામાં 31 હજારથી વધુ પરિવારો પર કરવામાં આવેલા સર્વેથી માલૂમ પડ્યું કે અભણ કે પ્રાઇમરીથી પણ ઓછું શિક્ષણ લીધું હોય તેવા લોકોમાં એક ટકા પણ લક્ઝરી લાઇફસ્ટાઇલ સુધી પહોંચી શક્યા નથી. સર્વેથી ખબર પડે છે કે આવા લોકોના 75 ટકા પરિવાર ફક્ત રોજીંદી જરૂરિયાતો પૂરી કરવા જેટલું જ કમાઇ શકે છે. અને ફક્ત બેઝિક લાઇફસ્ટાઇલ જીવી રહ્યાં છે. તો બીજી બાજુ પોસ્ટ ગ્રેજ્યુએશન અને ટેક્નિકલ ડિપ્લોમા પાસ કરી ચુકેલા લોકોમાં અડધાથી વધુ એવા હતા જે બેઝિક લાઇફસ્ટાઇલથી ઉપર ઉઠીને સામાન્ય લાઇફસ્ટાઇલ જીવી રહ્યા છે. આવા લોકોનો એક મોટો વર્ગ એવો પણ છે જે લક્ઝરી લાઇફસ્ટાઇલ સુધી પહોંચી ગયો છે.
સર્વેના પરિણામો
સર્વેથી ખબર પડે છે કે જેમ-જેમ શિક્ષણનું સ્તર વધે છે તેમ તેમ જીવન જીવવાનું સ્તર પણ વધે છે. અહીં જણાવી દઇએ કે બેઝિક લાઇફસ્ટાઇલમાં અમે એવા લોકોને ગણ્યા છે જેમના ઘરોમાં સર્વે દરમિયાન મોબાઇલ, વીજળી, સીલિંગ ફેન અને LPG સ્ટવ જેવી મુળભૂત વસ્તુઓ જ મળી. જ્યારે સામાન્ય લાઇફસ્ટાઇલમાં એવા લોકોને રાખવામાં આવ્યા જેમના ઘરોમાં બેઝિક વસ્તુઓ ઉપરાંત ફ્રિજ, ટીવી અને ટૂ-વ્હીલર જેવો સામાન હતો. અને લક્ઝરી શ્રેણીમાં એવા લોકોને રાખવામાં આવ્યા જેમના ઘરોમાં સામાન્ય લાઇફસ્ટાઇલવાળી વસ્તુઓ ઉપરાંત ફોર વ્હીલર, એર કન્ડિશનર અને વોશિંગ મશીન મળ્યા.
દેશના ફક્ત 3 ટકા પરિવાર જ લક્ઝરી શ્રેણીમાં આવે છે. સર્વે એ પણ દર્શાવે છે કે દૈનિક મજૂરી કરતાં લોકોમાં મોટાભાગના એવા છે જે ફક્ત રોજીંદી જરૂરિયાત જેટલું જ કમાઇ રહ્યા છે. અને વકીલ, ડોક્ટર કે CA જેવા પ્રોફેશનમાં મોટાભાગના લોકો ક્યાં તો સામાન્ય લાઇફસ્ટાઇલ જીવી રહ્યા છે અથવા તો લક્ઝરી લાઇફ સ્ટાઇલ સુધી પહોંચી ગયા છે. સર્વે એ પણ દર્શાવે છે કે સામાન્ય અને લક્ઝરી લાઇફસ્ટાઇલમાં મહિલાઓની તુલનામાં પુરુષો વધારે છે. અને રોજીંદી જરૂરિયાતો પૂરી કરવામાં જ જીવનને સમર્પિત કરનારામાં મહિલાઓ વધારે છે.
સર્વે પરથી આપણને એ શિખવા મળ્યું કે દેશમાં શિક્ષણનું સ્તર વધારવામાં આવે તો વધારે લોકો બેઝિક લાઇફસ્ટાઇલથી નીકળીને કમ્ફર્ટ અને લક્ઝરી લાઇફસ્ટાઇલમાં પહોંચી શકશે. અને દેશમાં ગ્રાહકોનો એક મોટો વર્ગ તૈયાર થઇ શકશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો