Home >
Money9ના સર્વે પરથી જાણવા મળ્યું છે કે, દેશનાં લગભગ 53 ટકા પરિવારને ટેક્સ ભરવાની ઈચ્છા નથી જ્યારે ગુજરાતના 47% પરિવારો ટેક્સ ભરવા માંગતા નથી. દેશનાં 49% પરિવાર ઈચ્છે છે કે, ઈનકમ ટેક્સનો દર માત્ર 5% હોવો જોઈએ.
Money9 દ્વારા થયેલા પર્સનલ ફાઈનાન્સ સર્વેમાં જાણવા મળ્યું છે કે, લોકોએ હેલ્થકેર સંબંધિત ખર્ચાને પહોંચી વળવા માટે છેલ્લાં 5 વર્ષમાં તેમની બચતનો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત, ભણતર, લગ્નપ્રસંગ જેવા ખર્ચા પણ બચતમાં ગાબડું પાડી રહ્યાં છે.
Money9ના પર્સનલ ફાઇનાન્સ સર્વે પરથી જાણવા મળે છે કે, આગામી એક વર્ષમાં લગભગ 21 ટકા ભારતીય પરિવાર લોન લેવાની યોજના ઘડી રહ્યાં છે.
Money9ના સર્વેમાં જાણવા મળ્યું છે કે, દેશના 80 ટકા લોકો નોકરી ગુમાવવાના ડરમાં જીવી રહ્યા છે. માત્ર 20 ટકા લોકો એવા છે જેમને નોકરી ગુમાવવાનો ડર નથી.
Money9ના 2022ના સર્વેમાં ગોલ્ડ ખરીદવામાં સુરત સૌથી આગળ હતું જ્યારે 2023ના સર્વેમાં આ સ્થાન બેંગાલુરુને મળ્યું છે. બેંગાલુરુના 69 ટકા પરિવારોએ 2023માં સોનામાં રોકાણ કર્યું હોવાનું સ્વીકાર્યું છે.
2023માં સૌથી વધુ 17 ટકા લોકો પ્રોપર્ટીમાં રોકાણ કરવા માંગે છે. 10 ટકા લોકોની પસંદ મ્યુચ્યુઅલ ફંડ છે. જ્યારે શેર બજાર અને યુલિપમાં 9-9 ટકા લોકો રોકાણ કરવાનું પસંદ કરે છે.
મની9ના સર્વે અનુસાર દેશમાં 24 ટકા પરિવાર એવા છે જે કોઇને કોઇ સ્વરૂપે રોકાણ કરે છે. 2022માં આ આંકડો 22 ટકા હતો. એટલે કે રોકાણ કરનારાની સંખ્યા 2 ટકા વધી છે. બીજી તરફ રોકાણ નથી કરતા તેવા લોકોની સંખ્યા 2022ના 78 ટકાથી ઘટીને 76 ટકા થઇ છે.
કયા શહેરના લોકો સૌથી વધુ ઇન્સ્યોરન્સ ખરીદે છે. તે અંગે પણ રસપ્રદ માહિતી સામે આવી છે. સર્વે અનુસાર મદુરાઇના 84 ટકા પરિવાર વીમો ખરીદે છે. બીજા નંબરે 79 ટકા સાથે મહારાષ્ટ્રના અમરાવતીના લોકો આવે છે. આ યાદીમાં ત્રીજા ક્રમે પણ મહારાષ્ટ્ર જ છે.