Money9: મ્યુચ્યુઅલ ફંડ કંપનીના ઈમેઇલે રાહુલને પરેશાન કરી દીધો…
કંપનીના ઈમેઇલમાં કહેવામાં આવ્યું હતું કે રાહુલનું KYC એટલે કે know Your customer પૂર્ણ નથી..અને તેના કારણે તે પોતાના મ્યુચ્યુઅલ ફંડમાંથી પૈસા નહીં ઉપાડી શકે…
બ્રોકર સાથે વાત કર્યા પછી ખબર પડી કે કેવાયસી માટે જે ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કર્યો હતો હવે તે ઓફિશિયલ વેલિડ ડોક્યુમેન્ટ તરીકે માન્ય નથી…
આ માત્ર રાહુલની સમસ્યા નથી…
KYC સંબંધિત નિયમોમાં ફેરફારને કારણે લગભગ 1.3 કરોડ લોકો KYCની સમસ્યાનો સામનો કરી રહ્યા છે…
મ્યુચ્યુઅલ ફંડમાં શું છે કેવાયસી સંબંધિત નવા નિયમો? રોકાણકારોને કેવા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે?
તમારી KYC ની સ્થિતિ કેવી રીતે જાણી શકાય? અધૂરી KYCને કેવી રીતે કરાવશો અપડેટ?
જાણવા માટે જુઓ આ વીડિયો-
માર્કેટ રેગ્યુલેટર સેબીએ KYC રજિસ્ટ્રેશન એજન્સીઓ અથવા KRAsને મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોના PAN, નામ, સરનામું, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી જેવી માહિતીને વેલિડેટ કરવા કહ્યું છે.
રેગ્યુલેટરની આ પહેલનો ઉદ્દેશ્ય રોકાણકારોના રેકોર્ડનો ઇન્કમ ટેક્સ અને આધાર કાર્ડ જેવા સત્તાવાર ડેટાબેઝ સાથે મેચ કરવાનો છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે જે જૂના રોકાણકારો કે જેમણે PAN અને આધારના બદલે અન્ય દસ્તાવેજો દ્વારા KYC કરી હતી તેમના રેકોર્ડને વેલિડેટ એટલે કે માન્ય કરવામાં નથી આવ્યા.
જે રોકાણકારોની કેવાયસી વેલિડેટ એટલે કે માન્ય નથી, રાહુલની જેમ તેમનું મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટ્સ હોલ્ડ કરી દેવામાં આવ્યું છે.
એવા રોકાણકારોની હાલની SIP ભલે ચાલુ રહે પરંતુ તેઓ ન તો તેમના યૂનિટોને રિડીમ કરી શકશે કે ન તો નવી SIP શરૂ કરી શકશે.
આવા રોકાણકારોએ તેમની KYC અપડેટ કરાવવી પડશે…
જો કે KYC અપડેટ કરવાની પ્રક્રિયા સરળ લાગે છે… પરંતુ રોકાણકારોને આ કાર્ય પૂર્ણ કરવા માટે ઘણો સંઘર્ષ કરવો પડી રહ્યો છે…
એવા પણ કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે જ્યારે રોકાણકારોએ સેબી તરફથી KYCની જવાબદારી સંભાળી રહેલી KYC રજિસ્ટ્રેશન એજન્સીમાં જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવી દીધા..છતાં પણ KYC પ્રક્રિયા પૂર્ણ ન થઇ હોય.
હવે સવાલ એ છે કે તમારી કેવાયસીનું સ્ટેટસ કેવી રીતે જાણશો? નિયમોમાં ફેરફાર પછી તમારે તમારું KYC અપડેટ કરાવવું પડશે?
આનો જવાબ તમે શરૂઆતમાં મ્યુચ્યુઅલ ફંડની કેવાયસી કેવી રીતે કરાવી હતી તેના પર આધાર રાખશે…
તમે KYC નું સ્ટેટ્સ ચેક કરીને તેની સંપૂર્ણ વિગતો જાણી શકો છો…
કેવાયસીનું ઓનલાઈન સ્ટેટસ જાણવા માટે તમારે www.cvlkra.com વેબસાઈટ પર જવું પડશે… પછી KYC ઈન્ક્વાયરી પર ક્લિક કરીને તમારો PAN નંબર સબમિટ કરો…આનાથી તમને KYC સ્ટેટસ અંગે ખબર પડી જશે.
આમાં તમને KYC સંબંધિત ઓન હોલ્ડ, રજિસ્ટર્ડ, વેલિડેટેડ અને રિજેક્ટેડ સહિત ચાર ઓપ્શન દેખાશે…આમાં તમને એ પણ જણાવવામાં આવશે કે તમારી કેવાયસીનું સંચાલન કયા KRA પાસે છે…
જો KYCનું સ્ટેટ્સ ઓન હોલ્ડ અથવા રિજેક્ટેડ છે તો પછી તમારે નવેસરથી KYC કરાવવી પડશે. ત્યારબાદ જ તમે તમારા રોકાણને રિડીમ કરી શકશો અથવા તો નવું રોકાણ શરુ કરી શકશો.
સેબીના નવા નિયમો હેઠળ, હવે તમે ફક્ત કેટલાક પસંદગીના ડોક્યુમેન્ટની સાથે જ નવી KYC કરાવી શકશો.
અગાઉ, KYC કરાવવા માટે બેંક સ્ટેટમેન્ટ, વીજળી અને પાણીના યુટિલિટી બિલનો ઉપયોગ થઈ શકતો હતો… પરંતુ હવે આ દસ્તાવેજો માન્ય નથી.
હવે આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને વોટર આઈડી કાર્ડ જેવા દસ્તાવેજો દ્વારા જ નવેસરથી KYC કરી શકાય છે.
જો રાહુલે અગાઉ બેંક સ્ટેટમેન્ટ અથવા યુટિલિટી બિલ દ્વારા KYC કરાવી હતી તો તેણે નવી KYC પ્રક્રિયા ઑફલાઇન પૂર્ણ કરવી પડશે.
આના માટે તેણે તેના ડિસ્ટ્રીબ્યૂટર અથવા ફંડ હાઉસની ઓફિસમાં જવું પડશે.
જે લોકોએ માન્ય દસ્તાવેજો દ્વારા KYC કરાવી રાખી છે તેઓ ઓનલાઈન આધાર વેરિફિકેશન દ્વારા નવી KYC કરી શકે છે.
આ માટે તમારે તમારા સંબંધિત KRA ની વેબસાઇટ પર જવું પડશે અને ઔપચારિકતાઓ પૂર્ણ કરવી પડશે…
પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ અને વોટર આઈડી પણ સેબી દ્વારા મ્યુચ્યુઅલ ફંડ કેવાયસી માટે જારી કરાયેલ માન્ય દસ્તાવેજો છે… પરંતુ આના દ્વારા રોકાણકારોની કેવાયસી પ્રોસેસ પૂર્ણ નથી થઇ રહી…
પાસપોર્ટ અને વોટર ID દ્વારા KRA ડેટા વેરિફાઇ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને ડેટાની ચકાસણી કર્યા વિના, તમારી KYC પ્રક્રિયા પૂર્ણ નહીં થાય…
જો તમે આધારનો ઉપયોગ કરો છો, તો PAN, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીને વેરિફાય કરવાનું સરળ બનશે, આવી સ્થિતિમાં તમારી KYC પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થઈ જશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો