Money9: પોતાના નાણાકીય લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે કોઇ રોકાણકાર પાસે હંમેશા હાઇ-રિસ્ક કે લો રિસ્કની ક્ષમતા હોય તે જરૂરી નથી. આવા કિસ્સાઓમાં બની શકે કે રોકાણકાર તેમના રોકાણ પોર્ટફોલિયોમાં ઇક્વિટી અને ડેટ વચ્ચે બેલેન્સ જાળવી રાખવા માંગે…
આવી સ્થિતિમાં, હાઇબ્રિડ ફંડ રોકાણ માટે યોગ્ય પ્રોડક્ટ બની શકે છે… પરંતુ તેમાં પણ રોકાણ કરતા પહેલા…તમારે કેટલીક મહત્વની બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ… આ વીડિયોમાં અમે તમને આવી જ 9 જરુરી વાતો જણાવીશું…
સૌ પ્રથમ આપણે સમજવું જોઈએ કે હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ શું હોય છે?
હાઇબ્રિડ ફંડનો હેતુ એક એવો પોર્ટફોલિયો બનાવવાનો હોય છે જે બેલેન્સ્ડ હોય… જે રોકાણકારોને રેગ્યુલર ગ્રોથ અને ઇનકમ પ્રદાન કરી શકે… ફંડ મેનેજર સ્કીમના ઇન્વેસ્ટમેન્ટ ગોલને ધ્યાનમાં રાખીને પોર્ટફોલિયો બનાવે છે… અને અલગ-અલગ હિસ્સામાં ઇક્વિટી અને ડેટ ફંડમાં રોકાણ કરે છે.
આ ઉપરાંત, ફંડ મેનેજર બજારની વધઘટ અનુસાર એસેટ વેચે કે ખરીદે છે, જેનાથી રોકાણકારોને ફાયદો થઈ શકે છે…
હાઇબ્રિડ ફંડના પોર્ટફોલિયોમાં, રિસ્ક અને રિટર્નનો રિવોર્ડ ઇક્વિટી અથવા ડેટ ફંડના ભાગ પર નક્કી કરવામાં આવે છે…
બીજી મહત્વની વાત એ સમજવાની છે કે હાઇબ્રિડ ફંડ કેવા પ્રકારના હોય છે?
આ ફંડ 6 જાતના હોય છે…
તેમાં કન્ઝર્વેટિવ હાઇબ્રિડ ફંડ, બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડ, ડાયનેમિક એસેટ એલોકેશન, મલ્ટી-એસેટ એલોકેશન ફંડ, આર્બિટ્રેજ ફંડ અને ઇક્વિટી સેવિંગ્સ ફંડનો સમાવેશ થાય છે.
કેટલાક હાઇબ્રિડ ફંડમાં ઇક્વિટી એલોકેશનનો રેશિયો વધુ હોય છે… જ્યારે કેટલાકમાં ડેટ એલોકેશન રેશિયો વધુ હોય છે…
બીજી વાત એ છે કે રિસ્કને સમજવું જોઈએ…એ માનવું ખોટું હશે કે હાઈબ્રિડ ફંડમાં કોઈ જોખમ નથી હોતું…
ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરતી તમામ પ્રોડક્ટ્સમાં વત્તાઓછા અંશે રિસ્ક જરૂર હોય છે…
જ્યારે રિસ્ક શુદ્ધ ઈક્વિટી ફંડ કરતાં ઓછું હોઈ શકે છે, રોકાણકારોએ વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ… અને સમયાંતરે પોર્ટફોલિયોને રિબેલેન્સ કરવો જોઈએ…
હાઇબ્રિડ ફંડ્સની સિક્યોરિટીઝનું પ્રદર્શન તેની નેટ એસેટ વેલ્યુ એટલે કે NAV ને અસર કરે છે…
તેથી, બજારના ઉતાર-ચડાવના કારણે NAV બદલાઈ શકે છે. ઉપરાંત, એસેટ મેનેજમેન્ટ કંપનીઓ બજારમાં મંદી દરમિયાન ડિવિડન્ડ જાહેર કરવાથી દૂર રહી શકે છે…
એક્સપેન્સ રેશિયો ચેક કરવો પણ જરુરી છે.
હાઇબ્રિડ ફંડ્સ તમારા પોર્ટફોલિયોને મેનેજ કરવા માટે એક્સપેન્સ રેશિયોમાં ફેરફાર કરી શકે છે…
રોકાણ કરતા પહેલા જાણી લો કે કમ્પેરેબલ ફંડ્સની સરખામણીએ તેમાં એક્સપેન્સ રેશિયો એટલે કે ઓછો છે…કારણ કે તેની અસર રોકાણકારને મળતા રિટર્ન પર પડી શકે છે.
નાણાકીય લક્ષ્યો અનુસાર હાઇબ્રિડ ફંડની પસંદગી કરો…
5 વર્ષના રોકાણના લક્ષ્ય સાથે રોકાણકારો માટે હાઇબ્રિડ ફંડ્સ વધુ સારો વિકલ્પ છે…
સામાન્ય રીતે, એવા લક્ષ્ય જેના માટે 3 વર્ષથી વધુ સમય માટે રોકાણની જરૂર હોય છે, તેવા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે, હાઇબ્રિડ ફંડમાં રોકાણ કરી શકાય છે…
કાર ખરીદવા અથવા બાળકના ઉચ્ચ શિક્ષણ માટે એક સારુએવું કોર્પસ બનાવવા જેવા નાણાકીય લક્ષ્યોને પૂર્ણ કરવા માટે હાઇબ્રિડ ફંડનો ઉપયોગ કરી શકાય છે…
ટેક્સ બેનિફિટ પણ એક મહત્વનું પાસું છે…
રોકાણકારે ટેક્સ બેનિફિટ અંગે સમજતા પહેલા ઇક્વિટી એલોકેશન અને ડેટ એલોકેશનના હિસ્સાને ચેક કરવો જોઈએ…
અલગ-અલગ હાઇબ્રિડ ફંડ અલગ-અલગ ટેક્સ બેનિફિટ મળે છે… અને આ સ્કીમમાં ઇક્વિટી અને ડેટની એસેટ એલોકેશન ટકાવારી પર આધાર રાખે છે…
શેરબજારમાં ભારે ઘટાડાથી ડરતા રોકાણકારો માટે… અને ઇક્વિટી રોકાણને જાળવી રાખવાની તાકાત ન ધરાવતા રોકાણકારો માટે… ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ્સ એટલે કે DAAF જેવી રેડિમેડ સ્કીમ યોગ્ય છે…
આ સ્કીમ માર્કેટ વેલ્યૂએશનના હિસાબે ઇક્વિટી અને ડેટમાં એલોકેશન ઘટાડે-વધારે છે.
આ સ્કીમ એવા રોકાણકારો માટે યોગ્ય છે જે બજાર પર સતત નજર નથી રાખવા માંગતા અને પોતાના પોર્ટફોલિયોમાં એલોકેશનમાં રિબેલેન્સ કરવા માંગે છે. તેમના માટે DAAF ફંડ ઓટોમેટિકલી આ કામ કરેછે.
છેલ્લે, એ જાણવું પણ મહત્વનું છે કે કેવા રોકાણકારોએ હાઇબ્રિડ ફંડમાં રોકાણ કરવું જોઈએ…
રોકાણકારો તેમના નાણાકીય લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે જરુરી નથી કે એગ્રેસિવ અથવા ઘણી કન્ઝર્વેટિવ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી પર ચાલે..
આવા કિસ્સાઓમાં, બની શકે કે તે તેમના રોકાણ પોર્ટફોલિયોમાં બેલેન્સ જાળવી રાખવા માંગે… આ પ્રકારના રોકાણકારો માટે હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ એક સારો વિકલ્પ બની શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો