MONEY9 GUJARATI: લાંબા સમયથી RBIએ રેપો રેટ (Repo rate)ને 6.5 ટકા પર સ્થિર રાખ્યો છે. જો કે રેટિંગ એજન્સી ક્રિસિલનું અનુમાન છે કે કેન્દ્રીય બેંક 2024ના મધ્યમાં વ્યાજ દરો (Interest rate)માં ઘટાડો કરવાનું શરૂ કરશે. વ્યાજ દરો ઘટવાનો ફાયદો શું ડેટ મ્યુચ્યુઅલ ફંડ (Debt Mutual Fund) કેટેગરીના Long Duration Fund ને મળશે? બજાર અને ફાઇનાન્સિયલ એક્સપર્ટ્સ તો આ જ વાતનો ઇશારો કરે છે અને ઘણી એસેટ મેનેજમેન્ટ કંપનીઓ એટલે કે AMC આ ટ્રેન્ડ પર દાવ લગાવી રહી છે. ઉદાહરણ તરીકે કોટક મ્યુચ્યુઅલ ફંડ અને બંધન મ્યુચ્યુઅલ કંપનીએ આ વર્ષે Long Duration Fund લોન્ચ કર્યા છે. તો શું હોય છે આ ફંડ અને વ્યાજ દરો સાથે આનો શું છે સંબંધ.. આવો સમજીએ…
Long Duration Fundએ લોંગ ડ્યૂરેશન બોન્ડ ફંડ પણ કહેવામાં આવે છે. માર્કેટ રેગ્યુલેટર સેબીના જણાવ્યા અનુસાર Long Duration Fund ના પૈસા સાત વર્ષથી વધુના પોર્ટફોલિયોની મુદ્દતવાળા ડેટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરવામાં આવે છે. આ ફંડ પસંદગીની કંપનીઓ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારને વિકાસ કાર્યો માટે લાંબાગાળાની લોન આપે છે. આ બોન્ડની કિંમત અને વ્યાજ દરો એક બીજાની વિપરિત ચાલે છે. જ્યારે વ્યાજ દરો વધે છે તો બોન્ડની કિંમતો ઘટે છે કારણ કે લોકો ઉંચા દરના બોન્ડમાં રોકાણ કરવા લાગે છે. વ્યાજ દરો ઘટવા પર બોન્ડની કિંમતો વધે છે. એટલે કે વ્યાજ દરોમાં વૃદ્ધિના માહોલમાં બોન્ડ સસ્તા મળશે. બોન્ડની કિંમતોમાં ફેરફારની અસર મ્યુચ્યુઅલ ફંડ્સની નેટ એસેટ વેલ્યૂ એટલે કે NAV પર જોવા મળે છે…
માર્કેટ એક્સપર્ટ અનુસાર જો વ્યાજ દરો વધવાની આશા છે તો Short Duration એટલે ટૂંકાગાળાના ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું ઓછું જોખમ ભરેલું હશે. જો કે આ વર્ષે વ્યાજ દરોમાં મોટા ઘટાડાની શક્યતા છે. આનાથી લાંબાગાળાના ડેટ ફંડ્સમાં રોકાણ પર બે અંકોમાં રિટર્ન પ્રાપ્ત કરવામાં મદદ મળી શકે છે.
મોર્નિંગ સ્ટાર ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચના એસોસિયેટ ડાયરેક્ટર હિમાંશુ શ્રીવાસ્તવ કહે છે કે લોંગ ડ્યૂરેશન ફંડ જેવી કેટેગરી લાંબાગાળાની મેચ્યોરિટીવાળા મ્યુચ્યુઅલ ફંડ હોય છે જે રોકાણકારોમાં ખુબ પસંદ કરવામાં આવી રહ્યા છે. આ સ્કીમોમાં રોકાણની પ્રવાહની પ્રવૃતિથી ખબર પડે છે કે રોકાણકારોને આ વર્ષના અંતમાં વ્યાજ દરોમાં ઘટાડાની આશામાં લોંગ ડ્યૂરેશન ફંડમાં પહેલેથી જ રસ બતાવવાનું શરૂ કરી દીધું છે.
લોંગ ડ્યૂરેશન ફંડમાં રોકાણ પર ડેટ મ્યુચ્યુઅલ ફંડની જેમ ટેક્સ લાગે છે. એક એપ્રિલ 2023થી લાગુ નવા નિયમો અનુસાર હવે ડેટ ફંડમાં લોંગ ટર્મમાં ઇન્ડિક્સેશન બેનિફિટ નથી મળતો. આમાંથી જે પણ રિટર્ન મળે છે તે રોકાણકારની વાર્ષિક આવકમાં ઉમેરાઇ જાય છે જેના પર સ્લેબ અનુસાર ટેક્સની ચુકવણી કરવાની હોય છે. ભલે રોકાણનો સમયગાળો ગમેતેટલો હોય.
Ace mutual fundના 16 એપ્રિલ, 2024 સુધીના આંકડા અનુસાર SBI લોંગ ડ્યૂરેશન ફંડ અને UTI લોંગ ડ્યૂરેશન જેવા ફંડે છેલ્લા એક વર્ષમાં 8.02 ટકા અને 7.93 ટકાનું રિટર્ન આપ્યું છે. નિપ્પોન ઇન્ડિયા નિવેશ લક્ષ્ય ફંડનું છેલ્લા 1 વર્ષનું રિટર્ન 7.86 ટકા, 3 વર્ષનું રિટર્ન 4.94 ટકા અને 5 વર્ષનું રિટર્ન 7.73 ટકા રહ્યું છે.
જે લોકો 3 થી 5 વર્ષ સુધીના લાંબાગાળાના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માંગે છે તેમના માટે લોંગ ડ્યૂરેશન ફંડ સારી સ્કીમ છે. જો કે આ સ્કીમમાં પૈસા લગાવતા પહેલા રોકાણ સાથે સંકળાયેલા જોખમો અંગે સારી રીતે સમજી લેવું જોઇએ. આ ફંડ્સમાં એવા લોકોએ રોકાણ કરવું જોઇએ જેની સાથે જોડાયેલા જોખમને સહન કરી શકે. જો તમે લોંગ ડ્યૂરેશન ફંડના રોકાણકાર છો તો તમારે ઇન્ટરેસ્ટ રેટ સાયકલ અંગે પણ સતત જાગૃત રહેવું જોઇએ. જો સમયાંતરે રોકાણની સમીક્ષા ન કરવામાં આવી તો વધેલા વ્યાજ દરો તમારા રિટર્ન પર મોટી અસર કરી શકે છે.
આવા સંજોગોમાં રોકાણ કરતા પહેલા પોતાના રોકાણના લક્ષ્ય અને જોખમ સહન કરવાની ક્ષમતાનું આકલન કરો. આ અંગે વધુ માહિતી માટે નાણાકીય સલાહકારની મદદ લો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો