Money9: પર્યાવરણની ચિંતા તો બધા લોકો કરતા હોય છે. પરંતુ ચિંતાની સાથે જો કમાણીનો વિકલ્પ પણ મળી જાય તો? બોમ્બે સ્ટોક એક્સચેન્જે પર્યાવરણની ચિંતા કરનારા શેરબજારના રોકાણકારો માટે 10 વર્ષ પહેલા GREENEX (ગ્રીનેક્સ) ઇન્ડેક્સ લૉન્ચ કર્યો હતો.
આ ઇન્ડેક્સમાં એવી ટોપ 20 કંપનીઓને સામેલ કરવામાં આવી છે. જે કાર્બન ઉત્સર્જનમાં સારુ કામ કરી રહી હોય. સાથે જ તેનું માર્કેટ ટર્નઓવર પણ સારુ હોય. આ 20 કંપનીઓની પસંદગી BSE-100 Index કંપનીઓમાંથી કરવામાં આવે છે. પાવર, બેંકિંગ, સીમેન્ટ, ઇન્ફ્રા અને હાઉસિંગ ફાઇનાન્સ સાથે જોડાયેલી તમામ મોટી કંપનીઓ આ ઇન્ડેક્સનો હિસ્સો છે.
રિટર્નમાં અવ્વલ
રિટર્નની રીતે જોઇએ તો અત્યાર સુધી આ ઇન્ડેક્સે રોકાણકારોને નિરાશ નથી કર્યા. GREENEXએ છેલ્લા એક અને ત્રણ વર્ષ દરમિયાન સેન્સેક્સ તથા BSE-100 ઇન્ડેક્સની સરખામણીમાં સારુ જ રિટર્ન આપ્યું છે. ગ્રીનેક્સ ઇન્ડેક્સમાં શેર બજારની દિગ્ગજ કંપનીઓ સામેલ છે. અને આ કંપનીઓના રિટર્નને જોઇએ તો કંપનીઓએ લાંબાગાળામાં રોકાણકારોને અપેક્ષા કરતાં વધુ ફાયદો પહોંચાડ્યો છે.
Greenex કેવી રીતે કામ કરે છે
Greenex એક એવો ઇન્ડેક્સ છે જે એનર્જી એફિશિયન્ટ પ્રેક્ટિસિસ (energy-efficient practices) એટલે કે પર્યાવરણ અનુકૂળ પદ્ધતિઓ પર પૈસા ખર્ચ કરનારી કંપનીઓને ટ્રેક કરે છે. આનાથી રોકાણકારોને એવા મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ કરવામાં મદદ મળે છે જે આ પ્રકારની કંપનીઓમાં રોકાણ કરે છે. આનાથી એસેટ મેનેજર્સને એવા ઉત્પાદનોને તૈયાર કરવામાં મદદ મળે છે જે પોતાના પૈસા આવી હરિત કંપનીઓમાં લગાવે છે. GREENEXમાં લિસ્ટેડ કંપનીઓના રિટર્ન રોકાણકારોને આકર્ષિત કરવા માટે પર્યાપ્ત છે. જો કે બજારના જાણકાર રોકાણ પહેલાં કંપનીની આખી બેલેન્સ શીટ જોઇ લેવાની સલાહ આપી રહ્યાં છે.
રિસર્ચ પછી જ રોકાણ કરો
JARVIS Invest (જાર્વિસ ઇન્વેસ્ટ) ના ફાઉન્ડર અને CEO સુમિત ચંદા કહે છે કે બજારમાં અનિશ્ચિતતા અને ઉતાર-ચડાવને જોતાં જો તમે ગ્રીન પેરામીટર પર સારા પ્રદર્શન કરનારી કંપનીઓમાં રોકાણ કરો છો તો એ જરૂર જુઓ કે તેમનો કારોબાર સ્થાપિત થયેલો હોય, સાથે જ સારો નાણાકીય રેકોર્ડ અને તેમનું એક ટકાઉ બિઝનેસ મોડેલ હોય.
તો કુલ મળીને એમ કહી શકાય કે જો તમે પણ પર્યાવરણને અનુકૂળ શેરમાં રોકાણ કરવા માંગો છો તો તેની પસંદગી માટે કોઇ શૉર્ટકટ નથી. તમે એ જુઓ કે આ શેર બાકીના શેરની સરખામણીમાં કેમ વધારે મજબૂત છે? પોતાના એનાલિટિકલ કૌશલ્યના આધારે જ આ શેરની પસંદગી કરો. એ પણ જુઓ કે આ કંપનીઓ સતત નફો કરી રહી હોય. એટલે તમામ પ્રકારનું રિસર્ચ કર્યા પછી જ તેમાં રોકાણ કરો. તેના માટે તમે કોઇ ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ અવશ્ય લો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો