Money9: સરકાર દેશમાં રસ્તાઓ, પુલોનું નેટવર્ક ઉભું કરી રહી છે. જેનાથી ઇન્ફ્રા કંપનીઓનો કારોબાર ચમકી રહ્યો છે. આવામાં તમારા મનમાં એ સવાલ જરૂર થાય, કે શું આ કંપનીઓના શેરમાં પૈસા બનાવી શકાય ? તમારો વિચાર તો સારો છે પરંતુ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તેનું ફંડામેન્ટલ એનાલિસિસ કરવું જોઇએ. જેમ કે કઇ કંપનીઓનો બિઝનેસ મજબૂત છે? કે તેનો દેખાવ કેવો છે? સૌથી પહેલા એ જાણી લઇએ કે ગયા ક્વાર્ટરમાં કઇ કંપનીઓનો કારોબાર મજબૂત રહ્યો.
પ્રથમ ક્વાર્ટર મજબૂત
કેન્દ્ર સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરના વિકાસ માટે ઘણાં મહત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યા છે. જેની અસર આ સેક્ટરમાં કામ કરતી કંપનીઓના ઓર્ડર ઇનફ્લોમાં જોવા મળી રહી છે. જે FY23ના પ્રથમ ક્વાર્ટરમાં મજબૂત રહ્યાં છે. ઓર્ડર પૂરા કરવાની ઝડપને કારણે ઇન્ફ્રા કંપનીઓના જૂન ક્વાર્ટરના પરિણામો સારા રહ્યા અને અગાઉ મળેલા વર્ક ઓર્ડરથી ભવિષ્ય ઉજ્જવળ દેખાઇ રહ્યું છે.
Engineering, procurement, and construction (એન્જિનિયરિંગ, પ્રોક્યુરમેન્ટ અને કન્સ્ટ્રક્શન) એટલે કે EPC કંપનીઓના ઓર્ડર પૂરા કરવાની ઝડપ એટલે કે એક્ઝિક્યૂશન મજબૂત રહ્યું જેનાથી ઇનકમ ગ્રોથમાં મજબૂતી દેખાઇ.. હવે કેટલીક સ્પેસિફિક કંપનીઓની વાત કરીએ લઇએ. KEC Intel, NCC, PNC Infra ની આવકનો ગ્રોથ 30 ટકાથી વધુ રહ્યો.
કાચા માલની ઉંચી કિંમતોને કારણે L&T, PNC Infra ને બાદ કરતાં મોટાભાગની EPC કંપનીઓના માર્જિન તૂટ્યા. જો કે KEC, Ashoka Buildcon ને બાદ કરતાં બધી કંપનીઓના માર્જિનમાં ત્રિમાસિક ધોરણે સુધારો થયો છે. મજબૂત ડ્રાય બલ્ક ગ્રોથના કારણે અદાણી પોર્ટના કાર્ગો ગ્રોથમાં સુધારો થયો. Guj Pipavav Port ના પરિણામોમાં all-round સુધારો રહ્યો. એક્ઝિમ વોલ્યૂમમાં વાર્ષિક ધોરણે 6%નો ઘટાડો થવા છતાં લેન્ડ લાયસન્સ ફી એટલે કે LLF ખર્ચામાં ઘટાડાથી CONCOR (કોન્કોર)ના પરિણામોમાં સુધારો થયો. રેલવેના માર્કેટ શેરમાં સુધારાથી Gateway Distriparks (ગેટવે ડિસ્ટ્રીપાર્ક્સ)ના કાર્ગો વોલ્યૂમમાં 4.4%નો ગ્રોથ થયો પરંતુ વધેલો ખર્ચ પાસ-ઓન કરવામાં વિલંબથી માર્જિનમાં ઘટાડો જોવા મળ્યો.
કંપનીઓના માથે કેટલું ઋણ?
સરકારી સંસ્થાઓમાં વિલંબના કારણે કંપનીઓની વર્કિંગ કેપિટલ જરૂરિયાતોમાં વધારો થયો. જો કે પ્રથમ ક્વાર્ટરમાં સામાન્ય રીતે એવું થાય છે જે આવનારા ક્વાર્ટરમાં રિવર્સ થઇ શકે છે. વર્કિંગ કેપિટલમાં જરૂરિયાતો વધવાથી ત્રિમાસિક ધોરણે કંપનીઓની નેટ લોનમાં વધારો થયો છે. એ પણ જોવું જરૂરી છે કે, આ કંપનીઓની પાસે ઓર્ડરની શું સ્થિતિ છે?
એપ્રિલ-જુલાઇ 2022 દરમિયાન નેશનલ હાઇવેના નવા ઓર્ડર મળવાની અને જુના મળેલા ઓર્ડરના કન્સ્ટ્રક્શનની સ્થિતિ નબળી રહી. આ જ કારણ હતું કે કંપનીઓના ઓર્ડર ઇનફ્લો મિશ્ર રહ્યાં. જો કે L&T, Ahluwalia Contracts (અહલુવાલિયા કોન્ટ્રાક્ટ્સ), NCC અને HG Infraના ઓર્ડર ઇન્ફ્લો અસાધારણ રીતે મજબૂત રહ્યા. પરંતુ કંપનીઓના ઓર્ડર બેકલોગ વધુ છે. મોટાભાગની કંપનીઓનો ઓર્ડર બેકલોગ ગયા વર્ષે એક વર્ષની આવકથી 2.5 થી 3.5 ગણો વધારે છે.
સેક્ટરનું આઉટલુક કેવું?
કોવિડની અસર સમાપ્ત થતા કંપનીઓના ઓર્ડર પૂરા કરવાની ઝડપ મજબૂત રહેવાનું અનુમાન છે. કોમોડિટીની કિંમતોમાં સ્થિરતાથી કંપનીઓના ત્રિમાસિક પરિણામોમાં ગ્રોથ યથાવત રહેવાની આશા છે. બીજા ક્વાર્ટરમાં માર્જિન પર દબાણ જોવા મળી શકે છે. પરંતુ ઓર્ડર્સમાં pass-through clauses (પાસ-થ્રૂ ક્લોઝિસ) અને નવા પ્રોજેક્ટ્સમાં ઉંચા ખર્ચના કારણે થર્ડ ક્વાર્ટરમાં માર્જિનમાં સુધારો થવાની શક્યતા છે. હવે સવાલ એ છે કે ઇન્ફ્રા કંપનીઓના પરિણામો સારા રહ્યા, તેનું આઉટલુક પણ સારૂ છે તો શું આ શેરમાં રોકાણ કરવું જોઇએ? ચાલો જોઇએ શું કહે છે આ અંગે બ્રોકર્સ?
બ્રોકર્સ શું કહે છે?
તો ફિલિપ કેપિટલનો મત એ છે કે ઇન્ફ્રા સેક્ટરના શેરોના વેલ્યૂએશન ઘણાં આકર્ષક છે. આવતા 12 થી 18 મહિનામાં ઇન્ફ્રા શેરમાં જબરજસ્ત રિટર્ન મળવાની આશા છે. ફિલિપ કેપિટલ માટે સેક્ટરમાં PNC Infra ટોપ પિક છે, સાથે જ NCC, HG Infra, KNR Construction, Ahluwalia Contracts (અહલુવાલિયા કોન્ટ્રેક્ટ્સ) પસંદગીના શેર છે. ITD Cem, IRB Infra અને GR Infraમાં અપસાઇડની શક્યતા સીમિત છે. જો કે આ શેરોમાં રોકાણ કરતા પહેલાં તમારે કોઇ સારા SEBI રજિસ્ટર્ડ રોકાણ સલાહકારની સલાહ લેવી જરૂરી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો