Money9: એપ્રિલમાં જાહેર થયેલા એસએન્ડપી ડાઉજોન્સ ઇન્ડાઇસિસના એક રિપોર્ટ અનુસાર દેશના 88 ટકા એક્ટિવલી મેનેજ લાર્જ કેપ ફંડે એસએન્ડપી બીએસઇ 100 ઇન્ડેક્સને 2022માં અંડર પર્ફોર્મ કર્યા છે. હવે સવાલ એ ઉભો થાય કે છેવટે આટલી મોટી સંખ્યામાં ફંડ્સ અંડર પર્ફોર્મ કેમ કરી રહ્યા છે. પરંતુ પહેલા એ સમજી લઇએ કે લાર્જ કેપ ફંડ હોય છે શું
લાર્જ કેપ ફંડ શું છે?
સેબીના જણાવ્યા અનુસાર જે મ્યુચ્યુઅલ ફંડ તેનું 80 ટકા રોકાણ લાર્જ કેપ ફંડમાં કરે છે તેને લાર્જ કેપ ફંડ કહે છે. માર્કેટ કેપની રીતે દેશની 100 સૌથી મોટી કંપનીઓને લાર્જ કેપ કહેવાય છે. ઇન્ફોસિસ, રિલાયન્સ, આઇસીઆઇસીઆઇ બેંક, એચડીએફસી બેંક અને અલ્ટ્રાટેક સિમેન્ટ જેવી કેટલીક કંપનીઓ લાર્જ કેપના ઉદાહરણ છે. આ કંપનીઓનું નાણાકીય સંચાલન યોગ્ય રીતે થતું હોય છે જેના કારણે આવી કંપનીઓની માંગ વધારે રહેતી હોય છે.
ઓછું જોખમ હોય છે
એવુ માનવામાં આવે છે કે આ પ્રકારના ફંડમાં ઓછું જોખમ હોય છે. અને સમયની સાથે રોકાણકારોના નાણા એક નિશ્ચિત રેશિયોમાં વધતા રહે છે. સામાન્ય રીતે આવા ફંડમાં 5 વર્ષ કરતા વધુ સમય માટે રોકાણ કરવાની સલાહ આપવામાં આવે છે. આ પ્રકારના ફંડને ઓછા જોખમવાળા માનવામાં આવતા હોવાથી પહેલીવાર રોકાણ કરનારા માટે આ ફંડને બેસ્ટ ફંડ માનવામાં આવે છે. આ પ્રકારના ફંડમાં રોકાણ કરતા પહેલા પોતાની જોખમ લેવાની ક્ષમતાને જરૂર ચકાસી લો. લાર્જ કેપ ફંડમાં રોકાણ એવા રોકાણકારો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે જે શેર બજારમાં ઓછા જોખમ સાથે રોકાણ કરવા માંગે છે અને નિયમિત રિટર્ન પણ મેળવવા માંગે છે.
ઇન્ડેક્સની તુલનાએ અંડરપર્ફોર્મ કેમ?
તો આના માટે શેર બજારના એક્સપર્ટ્સ ઘણાં કારણ દર્શાવે છે. હકીકતમાં 2017 પહેલાં સેબી તરફથી લાર્જ કેપ ફંડને લઇને ઘણી ઓછી ગાઇડલાઇન્સ હતી. જેના કારણે એએમસી કોઇપણ માર્કેટ કેપના શેરોમાં ગમે તેટલું રોકાણ કરી શકતી હતી. પરંતુ 2017માં સેબીએ નિયમ બનાવ્યો કે લાર્જ કેપ ફંડ્સનું 80 ટકા રોકાણ ફક્ત લાર્જ કેપ ફંડમાં જ કરવું પડશે. રોકાણના વિકલ્પ ઘટવાથી લાર્જ કેપ એક્ટિવ ફંડ્સ ઇન્ડેક્સના આઉટપર્ફોર્મ કરવાની ક્ષમતા ઘટી ગઇ. એક્ટિવ મ્યુચ્યુઅલ ફંડમાં ફંડ મેનેજરની ભૂમિકા મહત્વની હોવાથી તેમાં એક્સપેન્સ રેશિયો પણ વધારે રહે છે.
એક્સપેન્સ રેશિયો કેટલો
સામાન્ય રીતે લાર્જ કેપ એવરેજ એક્સપેન્સ રેશિયો અડધાથી દોઢ ટકા સુધી રહે છે. વધુ એક્સપેન્સ રેશિયો હોવા છતાં લાર્જ કેપ ફંડ્સ સારુ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યાં છે. જો કે જાણકાર એવુ પણ માને છે કે લાર્જ કેપ ફંડ્સના અંડર પર્ફોર્મન્સનું એક મોટું કારણ શેર બજારના ઉતાર-ચડાવ જ રહ્યા છે. તેમાં કેટલાક સેક્ટરમાં જ સારુ પ્રદર્શન જોવા મળ્યું છે. અને બાકીના સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો છે. ત્યાં સુધી કે યોગ્ય સેક્ટર પસંદ કરવા છતાં પણ રિટર્ન એટલે ન મળ્યું કારણ કે તે સેક્ટરના કેટલાક શેર જ સારુ પ્રદર્શન કરી શક્યા. એક નાણાકીય સલાહકારના જણાવ્યા અનુસાર લાર્જ કેપ ફંડના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવા માટે એક વર્ષનો સમય ઘણો ઓછો છે. 2021માં એક્ટિવ શેર્સનું પ્રદર્શન ઘણું સારુ રહ્યું હતું. એટલે રોકાણકારોએ ટેસ્ટ મેચની જેમ અહીં પણ લાંબાગાળાનો દ્રષ્ટિકોણ રાખવો જોઇએ.
ઇન્વેસ્ટોગ્રાફીના ફાઉન્ડર શ્વેતા જૈન કહે છે કે ખર્ચ વધારે હોવાના કારણે આવનારા દિવસોમાં પણ લાર્જ કેપ ફંડ્સ માટે આઉટપર્ફોર્મ કરવાનું મુશ્કેલ બનશે. આઉટપર્ફોર્મ કરવા માટે ફંડ્સે વધારે જોખમ લેવું પડશે. જે રોકાણકાર જોખમ લેવા નથી માંગતા તેમણે ઇન્ડેક્સ ફંડમાં રોકાણ કરવું જોઇએ.
મની9ની સલાહ
તો મની9ની સલાહ છે કે તમે લાર્જ કેપ ફંડ્સ પસંદ કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે લાર્જ કેપ ફંડ્સનું પ્રદર્શન બાકીના ફંડ્સ અને ઇન્ડેક્સ કરતાં સારુ હોય. પરંતુ આ આઉટપર્ફોર્મન્સ એક નિશ્ચિત સમયગાળા માટે નહીં પરંતુ લાંબાગાળા માટે સતત થવું જોઇએ. ફંડ પસંદ કરતી વખતે એ વાતનું પણ ધ્યાન રાખો કે તેનો એક્સપેન્શ રેશિયો એટલે કે ખર્ચ બાકી ફંડ્સની તુલનામાં ઓછો હોય જેથી તમને સારુ રિટર્ન મળી શકે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો