Money9: ભાવનગરના તુકારામ એક પીઢ રોકાણકાર છે. કોઇપણ રોકાણ કરતા પહેલા તેને જોખમ અને નફાના ત્રાજવે તોળે છે. તુકારામને તમે એક જ ચીજથી હરાવી શકો છો અને તે છે તર્ક..કોઇ તેમની પાસે સલાહ માંગે તો પણ એકદમ તર્કની સાથે જવાબ મળે છે. જેમ કે બનવારીએ પૂછ્યું કે જોખમ વગરનું કોઇ રોકાણ બતાવો. તો તેઓ કહે છે કે એફડી કરાવી લો. પરંતુ 5 લાખથી વધુની એફડી ન કરાવતા કારણકે બેંક ડૂબી જાય તો પણ તમારા 5 લાખ નહીં ડૂબે. પાંચ લાખથી વધુની એફડી કરાવવી છે તો બે બેંકમાં તોડીને કરાવજો. આ ઉદાહરણથી તમે સમજી ગયા હશો કે તુકારામ દરેક કામ તર્કની સાથે કરે છે.
આજે તુકારામનો પુત્ર તારક તેમને એ સમજાવવાની કોશિશ કરી રહ્યો છે કે એફડીની જેમ ડેટ ફંડમાં પણ લગભગ કોઇ જોખમ નથી હોતું. આટલું સાંભળતા જ જાણે કે તુકારામની આંખો ગુસ્સાથી લાલ થઇ ગઇ. આવુ એટલા માટે કારણ કે તેમને યાદ છે કે કેવી રીતે કોવિડ દરમિયાન ફ્રેંકલિનના એક ડેટ ફંડમાં અફડાતફડી મચી ગઇ હતી. પરંતુ તારક પણ આજે ખાલી હાથે થોડો આવ્યો હતો! તેણે પણ તેના ભાથામાંથી કાઢ્યા તર્કોના તીર..
હકીકતમાં તારક વાત કરી રહ્યો હતો Corporate Debt Market Development Fund એટલે કે CDMDFની…આ ફંડ તુકારામ જેવા રોકાણકારોના ડગી ગયેલા ભરોસાને પાટે ચઢાવવા માટે લાવવામાં આવ્યું છે. આ ફંડ સંકટના સમયે કોઇ ડેટ ફંડને પૈસા આપીને મદદ કરશે અને બીજું ડેટ માર્કેટમાં રોકડ વધારીને બિઝનેસને પ્રોત્સાહન આપશે. આ ફંડ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ તરફથી આપવામાં આવેલા પૈસાથી જ બનાવવામાં આવશે.
સીધો અર્થ એ છે કે બધી કંપનીઓ થોડા-થોડા પૈસા નાંખીને એક ફંડ બનાવો અને મુશ્કેલી આવે તો તેનાથી રાહત મેળવી લો. શરૂઆતમાં કંપનીઓ CDMDF માટે અંદાજે 3,000 કરોડ રૂપિયા નાંખશે અને સરકારના સીધા Guarantee Fund for Corporate Debt એટલે કે GFCDથી મળશે 30,000 કરોડ રૂપિયા..એટલે કે કુલ 33,000 કરોડ રૂપિયાનું ફંડ તૈયાર થશે. અને તે 15 વર્ષની મુદતના ક્લોઝ એન્ડેડ ફંડની જેમ કામ કરશે. ક્લોઝ એન્ડેડ ફંડ એવા ફંડ હોય છે જેમાં એક સમય બાદ પૈસા નથી લગાવી શકાતા.
મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સને CDMDF યૂનિટ્સમાં પોતાની એસેટ અંડર મેનેજમેન્ટ એટલે કે AUMના 25 બેઝિસ પોઇન્ટ્સ સુધીનું રોકાણ કરવાનું હોય છે. તેમાં Gilt ફંડ અને overnight ફંડ સામેલ નથી હોતું પરંતુ conservative હાઇબ્રિડ ફંડ સામેલ હોય છે.
સેબી તરફથી બનાવેલા નિયમોના પ્રમાણે આ મ્યુચ્યુઅલ ફંડનું પહેલું કોન્ટ્રીબ્યૂશન તેમની 31 ડિસેમ્બર 2022 સુધીની AUM પર આધારિત હશે. પ્રથમ છમાસિક યોગદાન ડિસેમ્બર 2023થી શરૂ થશે. એસેટ મેનેજમેન્ટ કંપની જો નક્કી કરેલા સમયની અંદર ચૂકવણી નથી કરતી તો તેને 15 ટકા વ્યાજ ભરવું પડશે. AMCને નિશ્ચિત ડેટ ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સની AUMના 2 ટકા one-time કોન્ટ્રીબ્યૂશન પણ આપવું પડશે.
હવે એ જાણીએ કે આ પહેલથી રોકાણકારોને ભવિષ્યમાં કેવી રીતે મદદ મળશે? હકીકતમાં બોન્ડ અને ડિબેન્ચર જેવી ડેટ સિક્યોરિટીઝમાં રોકાણ કરનારા ડેટ ફંડ એવા લોકો માટે રોકાણનું સુરક્ષિત ટૂલ છે જે રિસ્ક નથી લેવા માંગતા. જો કે આ ફંડ્સ માટે લિક્વિડિટી પડકાર રહ્યો છે. એટલકે જ્યારે તમે પોતાના યૂનિટ્સ વેચવા જાઓ તો કદાચ કોઇ ખરીદનાર ન હોય. ખાસ કરીને ભારતના કોર્પોરેટ ડેટ સિક્યોરિટી માર્કેટમાં આવું જોવામાં આવે છે.
સંકટ દરમિયાન જ્યારે લિક્વિડિટી ઘણી ઘટી જાય છે. રોકાણકાર ઝડપથી પોતાના મ્યુચ્યુઅલ ફંડ યૂનિટ વેચવા લાગે છે ત્યારે ill-liquid માર્કેટના કારણે સંકટ પેદા થઇ શકે છે. ઉંચી મોંઘવારી અને રોકાણકારોનો ભરોસો ઘટે ત્યારે પણ આ જ પ્રકારનું સંકટ ઉભું થવાની આશંકા રહે છે. સંકટ દરમિયાન મ્યુચ્યુઅલ ફંડ માટે પોતાનું ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ સિક્યોરિટીઝ વેચવા માટે ખાસ લિક્વિડિટી વિન્ડો ખોલવાને લઇને રિઝર્વ બેંકની પણ મર્યાદા હોય છે.
Trust MFના સીઇઓ સંદીપ બાગલા કહે છે કે CDMDF મ્યુચ્યુઅલ ફંડ્સ માટે લેંડિંગનો એક અંતિમ સહારો બની જશે અને કોર્પોરેટ બોન્ડ માર્કેટમાં જ્યારે થોડી કે બિલકુલ પણ સેકન્ડરી માર્કેટ લિક્વિડિટી નહીં હોય તેવા સમયમાં રિડેમ્પ્શનને પૂર્ણ કરવામાં તેમની મદદ કરશે. મ્યુચ્યુઅલ ફંડ્સની પાસે હવે એક ઇમરજન્સી ફંડ હશે જે બીજા ખરીદાર ન મળવા પર તેમની મદદ કરશે. અને બજારમાં ઘણી મુશ્કેલ પરિસ્થિતિમાં તેમને રાહત આપશે.
આટલુ બધુ સાંભળીને હવે તુકારામ જેવાનો ભરોસો ડેટ ફંડ પર વધશે એવી આશા રાખવામાં આવી રહી છે. કારણ કે વધુ મોટી સંસ્થાઓ ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરશે જેનાથી આ ફંડ્સમાં લિક્વિડિટી સારી રહેશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો