Money9: આ કહાની છે નોઇડાની એક ફેક્ટરીમાં કામ કરતા સંજય અને વિજયની. કોરોનામાં લોકડાઉન લાગી ગયું તો ફેક્ટરીઓ પર તાળા લાગ્યા. સંજય અને વિજય બન્નેની નોકરી જતી રહી. બન્ને 6 મહિના બેકાર બેસી રહ્યા. ખરાબ સમય હતો, પરંતુ સંજયે તેનો ખરાબ સમય આરામથી પસાર કરી નાંખ્યો પરંતુ વિજયને ઘણી મુશ્કેલીઓ પડી. સંજયે એક સારી ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ કર્યું હતું. તે દર મહિને SIP દ્વારા 1500 રૂપિયા જમા કરતો હતો. આ રોકાણનો જ તેને લોકડાઉનમાં ફાયદો મળ્યો. સારા રિટર્નના પગલે 6 મહિના સુધી તેને કોઇ મુશ્કેલી ન પડી.
બે વર્ષ પહેલા કોરોના આવ્યો ત્યારે દેશની આખી ઇકોનોમીના પાટીયા બેસી ગયા પરંતુ આ સમયગાળા દરમિયાન શેર બજાર હાઇ પર હતું અને મ્યુચ્યુઅલ ફંડ્સે પણ શાનદાર રિટર્ન આપ્યું. જેનાથી સંજય જેવા રોકાણકારોનું ફંડ સતત વધતું ગયું.
મ્યુચ્યુઅલ ફંડ રોકાણનું એક ઉત્તમ સાધન
વિજયની જેમ જો તમારા મનમાં પણ મ્યુચ્યુઅલ ફંડને લઇને અનેક સવાલો હોય તો તમને જણાવી દઇએ કે મ્યુચ્યુઅલ ફંડ રોકાણનું એક ઉત્તમ સાધન ગણાય છે. તેમાં એસેટ મેનેજમેન્ટ કંપની તમામ રોકાણકારો પાસેથી પૈસા એકત્ર કરે છે અને તેને શેર બજાર કે બોન્ડ જેવા ડેટ સાધનોમાં લગાવે છે. મ્યુચ્યુઅલ ફંડ સામાન્ય રોકાણકારો માટે એટલા માટે સારુ ગણાય છે કારણ કે તેના દ્વારા તે સરળતાથી શેર માર્કેટમાં પૈસા લગાવી શકે છે. તેના પૈસાનું મેનેજમેન્ટ ક્વાલિફાઇડ ફંડ મેનેજર કરે છે.
કઇ વાતોનું ધ્યાન રાખવું
હવે વાત આવે છે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલાં કઇ વાતોનું ધ્યાન રાખવું જોઇએ તો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલાં કેટલીક વાતો જાણવી તમારા માટે જરુરી છે સૌથી પહેલા તમારી પાસે સરપ્લસ એમાઉન્ટ હોવી જરુરી છે. જેનાથી તમે SIP શરુ કરી શકો. જેમાં મહિને ફક્ત 100 રૂપિયાથી રોકાણ શરુ કરી શકાય છે. બીજું. રોકાણ કરતા પહેલાં કોઇ જાણકાર કે પર્સનલ ફાઇનાન્સ એડવાઇઝરની સલાહ અવશ્ય લો. જેથી તમને ખબર પડી જાય કે રોકાણ માટે કયું ફંડ સારુ છે. ત્રીજું. તમે કોઇ એજન્ટ કે મોબાઇલ પર એગ્રીગેટર એપથી રોકાણ કરી શકો છો. અને ચોથી વાત એ કે આવુ રોકાણ ફિઝિકલી ફોર્મ ભરીને કે ડિમેટ એકાઉન્ટ દ્વારા, એમ બન્ને રીતે થઇ શકે છે.
મ્યુચ્યુઅલ ફંડ ભારતમાં રોકાણનો એક લોકપ્રિય ઓપ્શન બની રહ્યો છે. મહત્વની વાત એ છે કે છેલ્લા 3 વર્ષમાં મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીની એયુએમ અંદાજે 22 લાખ કરોડ રૂપિયાથી વધીને 40 લાખ કરોડ રૂપિયાની પાર પહોંચી ગઇ છે. આ સમયગાળા દરમિયાન ઇક્વિટી ફંડ્સમાં 15 થી 30 ટકાનું શાનદાર રિટર્ન જોવા મળ્યું છે. આવું જ શાનદાર રિટર્ન જો તમે પણ મેળવવા અને સમજવા માંગો છો મ્યુચ્યુઅલ ફંડ સાથે જોડાયેલી અન્ય બારીકીઓ તો આગળ પણ જોતા રહો બજારનું ગણિત..
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો