Money9: આકાશ વેલ્થ ક્રિએશન માટે છેલ્લા ત્રણ વર્ષથી ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં SIP કરી રહ્યો છે. આજકાલ શેરબજારમાં તેજી ચાલી રહી છે, તેથી તેનો પોર્ટફોલિયો ગ્રીનમાં છે. દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે આગામી થોડાક સમયમાં મહિનાઓમાં માર્કેટમાં કરેક્શન એટલે ઘટાડો આવી શકે છે. જેના કારણે આકાશને ચિંતા છે કે તેનો પોર્ટફોલિયો લીલામાંથી લાલ થઈ જશે.
આકાશની જેમ, ઘણા રોકાણકારો બજારના ઉતાર-ચડાવથી ગભરાઇ જાય છે. આકુળ-વ્યાકુળ થઇને ક્યાં તો SIPને બંધ કરી દે છે અથવા મ્યુચ્યુઅલ ફંડમાંથી પૈસા ઉપાડી લે છે…પરંતુ શું આ સાચી રીત છે…તો આનો સ્ટ્રીક્ટલી જવાબ છે ના…આવો જાણીએ કેમ?
સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP દ્વારા, આકાશ જેવા રોકાણકારો એક ફિક્સ રકમ દર મહિનાની નિયત તારીખે મ્યુચ્યુઅલ ફંડની કોઇ સ્કીમમાં જમા કરે છે… દરેક બજારની જેમ, શેરબજારમાં પણ સાયકલ કામ કરે છે… ક્યારેક બજારમાં તેજી આવે છે તો ક્યારેક મંદી…જ્યારે બજાર ઉપર જાય છે, ત્યારે રોકાણકારોને NAV એટલે કે નેટ એસેટ વેલ્યુ દ્વારા વધુ વેલ્યૂ મળે છે.
તેવી જ રીતે, જ્યારે બજાર નીચે જાય છે, ત્યારે ફિક્સ SIP એમાઉન્ટમાં વધુ યૂનિટ મળે છે. આને રૂપી કોસ્ટ એવરેજિંગ કહે છે. જેવી બજારમાં ફરી તેજી આવશે, મ્યુચ્યુઅલ ફંડની NAV વધવાને કારણે તમારા રોકાણ પરનું રિટર્ન વધી જાય છે.
NAV એ કિંમત છે કે જેના પર તમે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમના યુનિટ ખરીદો અથવા વેચો છો… માની લો કે તમે મ્યુચ્યુઅલ ફંડની એક સ્કીમમાં 5,000 રૂપિયાનું રોકાણ કરો છો…જેની NAV 200 રૂપિયા છે… આ સ્થિતિમાં તમને 25 યુનિટ મળશે… હવે ધારો કે એક વર્ષમાં NAV 200 થી વધીને 300 રૂપિયા થાય છે અને તમે તેને વેચવાનો નિર્ણય કરો છો… તે સમયે તમને 7,500 રૂપિયા મળશે…
આ જ કારણ છે કે મ્યુચ્યુઅલ ફંડ્સ સાથે જોડાયેલા એક્સપર્ટ્સ સલાહ આપે છે કે બજારમાં ઉતાર-ચડાવ હોવા છતાં, લોકોએ SIP દ્વારા દર મહિને રોકાણ કરવાનું ચાલુ રાખવું જોઈએ… SIPમાં લાંબા ગાળે બજારના આંચકાઓને પચાવવાની ક્ષમતા છે.. તેથી બજારના ઉતાર-ચડાવથી ગભરાઇને SIP બંધ કરવી અથવા ઇન્વેસ્ટમેન્ટ તોડવું જોઈએ નહીં.
ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં SIPથી તમે લાંબા ગાળે સારા પૈસા બનાવી શકો છો… SIP શરૂ કરવાની પ્રોસેસ લોંગ ટર્મ ફાઇનાન્સિયલ ગોલ બનાવવાથી શરૂ થાય છે. ઘર ખરીદવું, બાળકોનું વિદેશમાં શિક્ષણ, વેલ્થ ક્રિએશન અને રિટાયરમેન્ટ પ્લાનિંગ લાંબા ગાળા એટલે કે લોંગ ટર્મ ફાઇનાન્સિયલ ગોલના ઉદાહરણ હોઇ શકે છે. ફાઇનાન્સિયલ ગોલની રકમ અને રોકાણના સમયના આધારે SIPની રકમ નક્કી કરવામાં આવે છે… આવી સ્થિતિમાં, જો તમે બજારની વધઘટથી ડરીને SIP બંધ કરો છો કે પૈસા ઉપાડો છો તો તમે તમારા રોકાણની સાથે છેતરપિંડી કરી રહ્યા છો… અને તમારા ફાઇનાન્સિયલ ગોલને મેળવવાથી ચૂકી શકો છો.
SIP બંધ કરવા અથવા મ્યુચ્યુઅલ ફંડમાંથી નાણાં ઉપાડવાથી તમને કમ્પાઉન્ડિંગનો સંપૂર્ણ લાભ નહીં મળે. સતત રોકાણ કરીને તમે કમ્પાઉન્ડિંગની શક્તિનો સંપૂર્ણ લાભ લઈ શકો છો. કમ્પાન્ડિંગ સમયની સાથે તમારા રિટર્નને વધારવામાં મદદ કરે છે. હકીકતમાં આમાં તમને ઇન્વેસ્ટમેન્ટ પ્લસ રિટર્નની ઉપર રિટર્ન મળે છે. જે દર વર્ષે ઉમેરાતું જાય છે અને પૈસા વધતા રહે છે.
કમ્પાઉન્ડિંગની શક્તિને એક સિંપલ ઉદાહરણ વડે સમજીએ… ધારો કે તમે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને 2000નું રોકાણ કરો છો… જેના પર તમને અંદાજે 12 ટકા રિટર્ન મળશે…તમે 10 વર્ષમાં 2 લાખ 40 રૂપિયાનું રોકાણ કરશો જ્યારે 10 વર્ષ બાદ તમારી પાસે 4 લાખ 60 હજાર રૂપિયા હોઇ શકે છે. જે લગભગ બમણું છે… આ છે કમ્પાઉન્ડિંગની શક્તિ…મ્યુચ્યુઅલ ફંડમાં રિટર્ન ફિક્સ નથી. તેથી ઇક્વિટી ફંડમાં રિટર્ન વધી કે ઘટી બન્ને શકે છે…
જ્યારે શેરબજારમાં ઘટાડાનો સમય આવે છે, ત્યારે જેટલી અસર શેરો પર પડે છે તેટલી મ્યુચ્યુઅલ ફંડ પર નથી પડતી.. કારણ કે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ એકથી વધુ એસેટ ક્લાસ જેવા કે ઇક્વિટી, બોન્ડ્સ, ગોલ્ડ, રિયલ એસ્ટેટમાં રોકાણ કરે છે. માત્ર ઇક્વિટી પોર્શન વિશે વાત કરીએ તો, તેમાં પણ જુદા જુદા માર્કેટ કેપ અને સેક્ટરની કંપનીઓમાં એક જ સેક્ટરની જુદી જુદી કંપનીઓના શેરોમાં રોકાણ કરવામાં આવે છે. આનાથી કોઈ એક એસેટ, સેક્ટર અથવા શેરના ખરાબ પ્રદર્શનને બીજી એસેટ બેલેન્સ કરી લે છે. તેથી જ મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ શેરની જેમ એકદમ ધડામ નથી થતું. જો તમે પણ આકાશની જેમ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં SIP કરો છો, તો બજારના ઉતાર-ચઢાવથી ગભરાશો નહીં…પરંતુ ધીરજ રાખીને તમારું રોકાણ ચાલુ રાખો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો