Money9: સ્મોલકેપ ફંડ્સ માટે આ વર્ષ શાનદાર રહ્યું. ઓગસ્ટ 2023માં આ ફંડ્સમાં 4,264 કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું. લાર્જ કેપ ફંડ્સમાંથી લોકોએ અંદાજે 350 કરોડ રૂપિયા ઉપાડી લીધા. આનાથી સ્પષ્ટ થાય છે કે રોકાણકારોના સેન્ટિમેન્ટ પર છેલ્લા કેટલાક મહિનાઓમાં સ્મોલ કેપ ફંડ્સમાં મળી રહેલા હાઇ રિટર્નની ઘણી અસર પડી છે. ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ કંપની વેલ્યૂ રિસર્ચના આંકડા દર્શાવે છે કે છેલ્લા 3 મહિનામાં સ્મોલકેપ ફંડ્સે અંદાજે 20 ટકાનું રિટર્ન આપ્યું છે. તેની તુલનામાં BSE Sensexએ છેલ્લા 3 મહિનામાં 6.85 ટકા રિટર્ન જનરેટ કર્યું. લાર્જ કેપ ફંડ્સમાં રોકાણકારોનો રસ અને રિટર્ન બન્ને ઘટી રહ્યા છે. છેલ્લા 3 મહિનામાં લાર્જ કેપ ફંડ્સે માત્ર 9.26 ટકાનું રિટર્ન આપ્યું છે.
આ અંગે મોર્નિંગસ્ટાર ઇન્ડિયાના એનાલિસ્ટ મેલ્વિન સેંટારિટાનું કહેવું છે કે છેલ્લા 6 મહિનામાં સ્મોલકેપ ઇન્ડેક્સમાં મજબૂત રેલી દેખાઇ રહી છે. જેના કારણે રોકાણકાર સ્મોલકેપ ઇન્ડેક્સમાં મોટી સંખ્યામાં રોકાણ કરી રહ્યા છે. જેનાથી રોકાણમાં ઘણી તેજી આવી છે. આ કેટેગરીમાં સારુ રિટર્ન અપાવવાની ક્ષમતા છે પરંતુ તેમાં સતત ઝડપી ઘટાડાનું જોખમ પણ રહેતું હોય છે. જો કે પેસિવ ફંડ્સની સમક્ષ એક્ટિવ લાર્જ કેપ ફંડ્સનું પ્રદર્શન નબળું સાબિત થઇ રહ્યું છે એટલે કેટલાક રોકાણકાર એક્ટિવ ફંડ્સમાંથી એક્ઝિટ કરી શકે છે.
હવે એ જાણી લઇએ કે સ્મોલ કેપ ફંડ્સની શું સ્થિતિ છે? રોકાણકાર આ વર્ષે ધીમે ધીમે લાર્જ કેપ ફંડ્સથી દૂર થઇ રહ્યા છે. સ્મોલ અને લાર્જ કેપ બંન્ને ફંડ્સમાં આ વર્ષે નેટ ઇન્ફ્લો અને આઉટફ્લો કેવો રહ્યો છે તે તમે જાતે જોઇ શકો છો. આંકડા દર્શાવે છે કે એપ્રિલથી જૂન 2023ની વચ્ચે રોકાણકારોનું સેન્ટિમેન્ટ ઓલટાઇમ હાઇ પર હતું, જ્યારે લોકોએ તેમાં અંદાજે 11 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જો કે ટાટા અને નિપોન જેવા મ્યુચ્યુઅલ ફંડ હાઉસના સ્મોલ કેપ ફંડ્સમાં નવા રોકાણ પર પ્રતિબંધ લગાવ્યા બાદ રોકાણમાં ઘટાડો આવ્યો છે. આવુ એટલા માટે કારણ કે હાલ સ્મોલ અને મિડકેપ બન્નેમાં રોકાણકારો માટે સારી તકો ઘણી ઓછી છે. કોટક ઇન્સ્ટીટ્યુશનલ ઇક્વિટીઝના રિસર્ચ રિપોર્ટ અનુસાર, ઘણા મિડ અને સ્મોલ કેપ સ્ટોક્સમાં ઘણી તેજી જોવા મળી છે. જે તર્કસંગત નથી લાગી રહી. તેના બદલે એવું લાગી રહ્યું છે કે આવું રોકાણકારોના સમજી વિચારીને રોકાણ ન કરવાના કારણે થઇ રહ્યું છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મોટાભાગની કંપનીઓમાં મૂળભૂત રીતે કોઇ પોઝિટિવ ફેરફાર નથી આવ્યો. હકીકતમાં મોટાભાગના કિસ્સામાં તે ખરાબ થયું છે. એવું લાગે છે કે માર્કેટે પણ આ વાત પર ધ્યાન આપ્યું છે અને 9થી 12 સપ્ટેમ્બરની વચ્ચે મિડ-કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં છેલ્લા 9 મહિનાનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો. તેનાથી ઉલટું લાર્જ કેપ ફંડ્સને હજુ પણ ઇગ્નોર ન કરી શકીએ. આવુ કેમ..આવો સમજીએ..
આવુ એટલા માટે કારણ કે લાર્જ કેપ ફંડ્સ પોર્ટફોલિયોને એક મજબૂત આધાર આપે છે. તેમાં માર્કેટ કેપના હિસાબે ટોચની 100 લિસ્ટેડ કંપનીઓ સામેલ હોય છે. બજારમાં પોતાની શાખ અને નાણાકીય તેમજ પાયાની સ્થિરતાની સાથે આ કંપનીઓ મજબૂત નિયમિત રેવન્યૂ અને સ્થિર રિટર્નનો ભરોસો આપે છે.
આનાથી ઉલટું સ્મોલ કેપ પર બજારના ઉતાર-ચડાવની ઘણી અસર પડે છે. કોટકના રિપોર્ટ અનુસાર સ્મોલ કેપ કંપનીઓનું અસલ પ્રદર્શન અને રોકાણકારોના તેને જોવાના દ્રષ્ટિકોણની વચ્ચે ખાઇ પહોળી થઇ રહી છે. છેવટે જ્યારે પ્રાઇસ અને વેલ્યૂએશન એકબીજાને મળશે ત્યારે સ્મોલકેપ સ્ટોક્સ જ સૌથી પહેલા ધડામ દઇને પડશે.
ફાઇનાન્સિયલ પ્લાનર સંજીવ ડાવર કહે છે કે જ્યારે તમારા કોર પોર્ટફોલિયોમાં ઘણાં લાર્જ કેપ ફંડ્સ આવી જાય ત્યારે તમારે ધીમે ધીમે મિડ અને સ્મોલ કેપ ફંડ્સ જેવા બીજા વર્ગોમાં ઉતરવું જોઇએ. જેનાથી તમે શોર્ટ ટર્મમાં કેપિટલ લોસના જોખમ અને બજારની ઉથલ પાથલના જોખમને ઘટાડી શકો છો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો