Money9: ચાલુ નાણાકીય વર્ષના બીજા એટલે કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં મ્યુચ્યુઅલ ફંડ્સના NFOsનું કલેક્શન ચાર ગણું વધીને 22 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં તમારા મનમાં એવો સવાલ સ્વાભાવિક રીતે આવી શકે છે કે આખરે મ્યુચ્યુઅલ ફંડ્સના NFOs એટલે કે new fund offersમાં કેમ થઇ રહ્યું છે આટલું રોકાણ? શું આગામી દિવસોમાં પણ આવશે NFO? શું તમારે NFOમાં રોકાણ કરવું જોઇએ?
સપ્ટેમ્બર ત્રિમાસિકગાળા દરમિયાન કુલ 48 સ્કીમ લોન્ચ થઇ..અને તેમાં કુલ મળીને 22,049 કરોડ રૂપિયા એકત્રિત કરવામાં આવ્યા. આ અગાઉ જૂન ક્વાર્ટરમાં આવેલા અંદાજે 25 NFOથી ફક્ત 5,539 કરોડ રૂપિયા ઉભા કરવામાં આવ્યા હતા. સૌથી વધુ 13 સ્કીમ સેક્ટોરલ ફંડ્સના અને 12 ETF લોન્ચ કરવામાં આવ્યા..સેક્ટોરલ ફંડે અંદાજે 5,725 કરોડ રૂપિયા…મલ્ટી એસેટ એલોકેશન ફંડે 4,791 કરોડ રૂપિયા…મલ્ટીકેપ ફંડે 3,277 કરોડ રૂપિયા…અને લિક્વિડ ફંડ્સે NFO દ્વારા અંદાજે 3,083 કરોડ રૂપિયા ભેગા કર્યા.
આ સમયગાળા દરમિયાન સૌથી વધુ પૈસા એકત્રિત કરનારી સ્કીમ્સમાં ICICI Pru Innovation Fund, Baroda BNP પારીબાસ વેલ્યૂ, બજાજ ફિનસર્વ ફ્લેક્સી કેપ, HDFC Defence Fund અને HSBC કન્ઝપ્શન ફંડ સામેલ છે.
NFOમાં વધુ રોકાણનું મુખ્ય કારણ એ જ છે કે શેર બજારને લઇને સેન્ટિમેન્ટ મજબૂત છે. સામાન્ય રીતે જ્યારે બજારમાં તેજીનો તબક્કો ચાલતો હોય છે ત્યારે મ્યુચ્યુઅલ ફંડ પણ વધુ NFO લઇને આવે છે.
આવા સંજોગોમાં રોકાણકારોના સેન્ટિમેન્ટ પણ મજબૂત હોય છે. તો કંપનીઓ તેને વટાવવાની કોશિશ કરે છે. જેથી વધુમાં વધુ રકમ એકત્રિત કરી શકાય. હવે સામાન્ય રોકાણકારો પણ વધુ જોખમ લેવા તૈયાર રહે છે. કદાચ આ જ કારણથી..થિમેટિક કે સેક્ટોરલ ફંડ જેવી ઉંચા રિસ્કવાળી પ્રોડક્ટમાં પણ મોટી સંખ્યામાં રોકાણકારોએ પૈસા લગાવ્યા..જ્યારે ઇકોનોમી સારી હોય છે. ઇકોનોમી એક્ટિવિટી વધે છે તો સેક્ટોરલ ફંડ કોઇ ETF કે ઇન્ડેક્સ ફંડની સરખામણીએ સારુ રિટર્ન આપે છે.
NFO વધુ આવવાનું એક કારણ એ પણ છે કે હાલમાં વ્હાઇટ ઓક, Bajaj Finserve, હેલીઓસ, ઝીરોધા જેવી ઘણી નવી એસેટ મેનેજમેન્ટ કંપનીઓ આવી છે. હવે નવી કંપનીઓ આવી છે તો સ્વાભાવિક છે કે તે ઇક્વિટી અને ડેટ સેગમેન્ટમાં નવી સ્કીમ શરૂ કરશે અને નવી-નવી ઓફર લઇને આવશે. એક્સપર્ટ્સનું કહેવું છે કે ભવિષ્યમાં પણ થીમેટિક, સેક્ટોરલ કે પેસિવ કેટેગરીઝમાં ઘણા નવા NFO આવી શકે છે..
હાલની વાત કરીએ તો DSP Banking એન્ડ Financial Services Fund અને Kotak Healthcare Fund રોકાણ માટે ખુલ્યા છે. આવનારા મહિનામાં બજાજ Bajaj FinServ Balanced Advantage, Axis India Manufacturing જેવી ઘણી નવી સ્કીમ લોન્ચ થવા માટે તૈયાર છે. હવે આવે છે અસલ સવાલ..કે શું તમારે આ રેકોર્ડ રોકાણથી પ્રભાવિત થવું જોઇએ? શું તમારે કોઇ NFOમાં રોકાણ કરવું જોઇએ?
Money Mantraના ફાઉન્ડર વિરલ ભટ્ટ કહે છે કે સંપૂર્ણ માર્કેટનું સેન્ટિમેન્ટ સુધર્યું છે. જેના કારણે રોકાણકારોનો રસ વધ્યો છે. હાલમાં જ શેરબજારની તેજીએ NFOs માટે અનુકૂળ માહોલ તૈયાર કર્યો છે. રોકાણકારોને આકર્ષિત કરવા માટે AMCs અનોખી પ્રોડક્ટ લાવી રહી છે. જો તમારે NFOમાં રોકાણ કરવું છે તો પોતાના લક્ષ્ય અને જોખમ લેવાની ક્ષમતાને સ્પષ્ટ રીતે નક્કી કરો. એ સમજો કે ફંડની રોકાણ રણનીતિ, ફી અને ટ્રેક રેકોર્ડ કેવો છે. અનેક પ્રકારના એસેટ ક્લાસ અને ફંડ કેટેગરીમાં રોકાણ કરીને પોતાના પોર્ટફોલિયોને ડાયવર્સિફાઇડ રાખો. જો જરૂરી જણાય તો કોઇ ફાઇનાન્સિયલ એડવાઇઝરની મદદ લો.
બીજી તરફ કેટલાક એક્સપર્ટ્સ એવી પણ સલાહ આપે છે કે રોકાણકારોએ ન્યૂ ફંડ ઓફરમાં રોકાણ કરવાથી બચવું જોઇએ. અને કોઇપણ સ્કીમમાં બાદમાં રોકાણ કરવું જોઇએ…આનું કારણ એ છે કે નવી સ્કીમનો કોઇ ટ્રેક રેકોર્ડ નથી હોતો. જેનાથી તમને એ અંદાજો આવી શકે કે તેનું પ્રદર્શન કેવું છે. તો એકંદરે સારુ એ જ લાગી રહ્યું છે કે કોઇ NFOમાં રોકાણ કરવાના બદલે કેટલાક ક્વાર્ટર સ્કીમનું પ્રદર્શન જોયા બાદ તેમાં રોકાણ કરવામાં આવે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો