Money9: ભારતમાં હાલના વર્ષોમાં એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ઘણાં લોકપ્રિય થયા છે. તેમાં અનેક પ્રકારની અનોખી પ્રોડક્ટ આવી છે. આવી જ એક પ્રોડક્ટ છે સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ એટલે CPSE એક્સચેન્જ ટ્રેડેડ ફંડ.
હવે સવાલ એ ઉભો થાય કે આ ફંડમાં કેવા રોકાણકારોએ રોકાણ કરવું જોઇએ? અને તેમાં રોકાણ કેટલું ફાયદાકારક છે?
CPSE -ETF શું છે?
સૌથી પહેલા એ જાણીએ કે CPSE -ETF શું છે? CPSE -ETF થીમેટિક ફંડ કેટેગરીમાં આવે છે. થીમેટિક ફંડ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સની કેટેગરીમાં આવે છે અને સામાન્ય રીતે કોઇ એક થીમના શેરોમાં રોકાણ કરે છે. તેમાં શોર્ટ ટર્મમાં સારું રિટર્ન મળે છે. પરંતુ CPSE -ETFના ઘણાં જોખમ પણ છે. ઉદાહરણ તરીકે CPSE -ETF સામાન્ય રીતે ભારતની કેટલીક ટૉપ રેટિંગવાળી સેન્ટ્રલ પબ્લિક એન્ટરપ્રાઇઝ એટલે કે કેન્દ્ર સરકારની સરકારી કંપનીઓના શેરોમાં રોકાણ કરે છે.
આવી જ કેટલીક મોટી કંપનીઓમાં Oil India, NTPC, ભારત ઇલેક્ટ્રોનિક્સ, પાવર ગ્રીડ કોર્પોરેશન, કોલ ઇન્ડિયા અને કોચિન શિપયાર્ડ સામેલ છે. આ ફંડ નિપ્પોન ઇન્ડિયા એસેટ મેનેજમેન્ટ કંપની દ્વારા મેનેજ કરવામાં આવે છે. રોકાણકારોને નવા યૂનિટ જાહેર કરવા અને સબ્સ્ક્રિપ્શન આપવાની જવાબદારી આ જ કંપનીની હોય છે.
ETF પોતાના પ્રદર્શનની તુલના કોઇ નિશ્ચિત બેંચમાર્ક સાથે કરે છે. આ ફંડની વાત કરીએ તો CPSE -ETF પોતાના પ્રદર્શનની તુલના NIFTY CPSE Total Return Index સાથે કરે છે.
હવે તમને જણાવીએ કે CPSE -ETFનું પ્રદર્શન કેવું રહ્યું છે. વેલ્યૂ રિસર્ચના જણાવ્યા અનુસાર છેલ્લા એક વર્ષમાં CPSE એક્સચેન્જ ટ્રેડેડ ફંડે આ કેટેગરીના અન્ય ફંડની સરખામણીમાં ઘણું સારું રિટર્ન આપ્યું છે. CPSE -ETFએ છેલ્લા એક વર્ષમાં 34%, 3 વર્ષમાં 14% અને પાંચ વર્ષમાં 5%નું રિટર્ન આપ્યું છે.
CPSE ETFમાં રોકાણ કરવું જોઇએ?
હવે સવાલ એ થાય કે શું CPSE ETFમાં રોકાણ કરવું જોઇએ? આમ તો થીમેટિક ફંડ કોઇ સેક્ટોરલ ફંડની સરખામણીએ વધુ વ્યાપક હોય છે, કારણ કે તે એક આઇડિયાના આધારે કંપનીઓ અને સેક્ટર્સની પસંદગી કરે છે. ઉદાહરણ તરીકે જો કોઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચર થીમવાળું ફંડ છે તો તે સિમેન્ટ, પાવર, સ્ટીલ જેવા ઘણાં સેક્ટરમાં રોકાણ કરે છે. પરંતુ આ ફંડને લઇને એક્સપર્ટનો મત ઉત્સાહજનક નથી.
CFP અને ઇન્વેસ્ટોગ્રાફીના ફાઉન્ડર શ્વેતા જૈને કહે છે કે સામાન્ય રીતે હું નવા રોકાણકારોને આવા કોઇ થીમેટિક ફંડમાં રોકાણ કરવાની ભલામણ નથી કરતી. પરંતુ જો કોઇ તેના જોખમને સમજે છે તો તે રોકાણ કરી શકે છે. મારી સલાહ એ છે કે રોકાણકારોએ SIP દ્વારા આ પ્રકારનું રોકાણ કરવું જોઇએ અને ઓછામાં ઓછું 5 વર્ષ માટે કરવું જોઇએ.
હકીકતમાં એસેટ ક્લાસ સ્વરૂપે જોઇએ તો આ પ્રકારના ફંડમાં વધુ ડાયવર્સિફિકેશન નથી. લૉંગ ટર્મમાં આવા ફંડનું રિટર્ન પણ સારુ નથી દેખાઇ રહ્યું. એટલે એવા રોકાણકારો માટે જ આ ફંડમાં રોકાણ યોગ્ય છે જે શોર્ટ ટર્મ માટે SIP દ્વારા રોકાણ કરવા માંગે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો