MONEY9: કોવિડ દરમિયાન સ્લો થઇ ગયેલું કન્સ્ટ્રક્શનનું પૈડું હવે ફરવા લાગ્યું છે. એક તરફ સરકાર ગ્રોથને સહારો આપવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ વધારી રહી છે તો બીજી તરફ મોંઘા મકાનોની માંગમાં ઉછાળો આવ્યો છે. આ જ કારણ છે કે સીમેન્ટ કંપનીઓની માંગમાં ઝડપી વધારો થયો છે. હાં, એ વાત અલગ છે કે ખર્ચ વધવાથી નફાને અસર થઇ રહી છે અને વેચાણની તુલનામાં નફામાં વધારો ધીમો છે.
મજબૂત માંગના સહારે જ સીમેન્ટ કંપનીઓના શેરમાં છેલ્લા એક મહિનામાં ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લુ એક વર્ષ સારુ નથી રહ્યું પરંતુ છેલ્લો એક મહિનો સારો રહ્યો છે.
આ સેક્ટરની કંપની ACC અને અંબુજાના ચાલવાના કારણો જુદા હતા. હાલમાં જ અદાણી ગ્રુપે 6.4 અબજ ડોલરમાં ACC, Ambuja નું અધિગ્રહણ પૂર્ણ કર્યું છે. ACC, Ambuja ના એક્વિઝિશનથી અદાણી દેશનું બીજુ સૌથી મોટુ સીમેન્ટ ઉત્પાદક ગ્રુપ બની ગયું છે. અદાણી 2030 સુધીમાં સૌથી મોટી અને સૌથી કાર્યક્ષમ એટલે કે નફો કરનારી સીમેન્ટ ઉત્પાદક કંપની બનવાનું લક્ષ્ય ધરાવે છે.
તેજીના કેટલાક બીજા કારણો પણ છે..
સરકારના ખર્ચ અને ગ્રોથને વધારવા સાથે જોડાયેલા નિર્ણયો મોમેન્ટમ પકડશે ત્યારે આ સેક્ટરમાં લાંબાગાળાનો એવરેજ ગ્રોથ GDP ગ્રોથના 1.2 થી 1.5 ગણું થવાનું અનુમાન છે. બ્રોકર્સનું પણ FY19-22ની સરખામણીમાં FY22-25માં સીમેન્ટ ડિમાંડ ગ્રોથમાં મોટા ઉછાળાનું અનુમાન છે.
જેફરીઝના અનુસાર, દક્ષિણ ભારત સિવાય મોટાભાગના વિસ્તારોમાં સીમેન્ટની કિંમતોમાં વધારો થઇ ચૂક્યો છે. આ ઉપરાંત, પણ ઘણાં બ્રોકર્સે સીમેન્ટ સેક્ટર પર પોતાનો દ્રષ્ટિકોણ બદલી નાંખ્યો છે. વાત કરીએ કે બ્રોકર આટલા બુલિશ કેમ છે?
નિર્મલ બંગે સીમેન્ટ સેક્ટર પર પોતાનો દ્રષ્ટિકોણ ન્યૂટ્રલથી બદલીને પોઝિટિવ કર્યો છે. સેક્ટરની દિગ્ગજ કંપનીઓને ટૂંકાગાળામાં સ્પર્ધા વધવાની આશંકા નથી પરંતુ તેમને પ્રાઇસિંગને લઇને સુધારો અને પહેલેથી ઓછા ઓપરેટિંગ ખર્ચમાં સારા નફાનો ભરોસો છે.
ACC, Ambuja તેમની ક્ષમતાના 80 થી 85% ઉપયોગ પર કામ કરે છે અને આ બન્ને કંપનીઓ તરફથી મોટો સપ્લાય 2 થી 3 વર્ષ બાદ માર્કેટમાં આવવાનું અનુમાન છે. એટલે કે ટુકાગાળામાં સેક્ટરની નફાકારકતા યથાવત રહેવાની સંભાવના છે.
બીજી બાજુ અલ્ટ્રાટેકની સાથે-સાથે ACC, Ambujaની બ્રાન્ડ પ્રીમિયમ ઘણી મજબૂત છે જેનાથી માર્કેટ શેર પ્રાપ્ત કરવા માટે આ કંપનીઓને પ્રાઇસિંગ પર સેક્રિફાઇસ કરવાની જરૂર નથી પડતી.
FY23 થી FY 25 દરમ્યાન ઇન્ડસ્ટ્રીમાં જે ક્ષમતા વિસ્તરણ થશે તેનો એક મોટો હિસ્સો આ દિગ્ગજ કંપનીઓ કરી રહી છે. સીમેન્ટ કંપનીઓનો આઉટલુક પણ સારો દેખાઇ રહ્યો છે. ચોમાસા બાદ માંગમાં સુધારાની સંભાવના છે. ચૂંટણી પહેલાનું વર્ષ હોવાથી અને પેન્ટ અપ એટલે કે અટકેલી ડિમાંડના કારણે માંગમાં સુધારો થશે. માંગમાં સુધારો થવાથી સીમેન્ટ કંપનીઓ કિંમતો વધારી શકે છે કે પછી વધેલી કિંમતોને રિટેન કરી શકે છે.
ઉત્પાદન ખર્ચમાં ઘટાડો, ખાસ કરીને કોલસા અને ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડાની સાથે-સાથે માંગમાં સુધારાથી કંપનીઓના પરિણામોમાં સુધારો થવાનું અનુમાન છે. એનાલિસ્ટ્સને માર્ચ 2023 સુધી એબિટડા પ્રતિ ટન એટલે કે પ્રતિ ટન ઓપરેટિંગ પ્રોફિટ વધીને 1300 રૂપિયા થવાનું અનુમાન છે.
એટલું જ નહીં, બીજા ઘણાં સારા સંકેત પણ છે. બીજા છમાસિકમાં સીમેન્ટ કંપનીઓના પરિણામોમાં સુધારાની આશા છે. હાલમાં પેટકોકની કિંમતોમાં અંદાજે 40%નો ઘટાડો થયો છે અને ડીઝલ, ક્રૂડ ઓઇલની કિંમતો પણ તેની હાલની ઉંચાઇએથી નીચે છે. કંપનીઓના ઉત્પાદન ખર્ચમાં ઘટાડાના કારણે સારુ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ થઇ રહ્યું છે. કંપનીઓએ પોતાનું લક્ષ્ય કોલસાના બદલે હવે પેટકોક પર શિફ્ટ કર્યું છે. ઓલ્ટરનેટિવ ફ્યુઅલનો વધુ ઉપયોગ, ગ્રીન પાવરના વપરાશમાં વધારો, પ્રતિ બેગ ડિસ્કાઉન્ટ્સમાં ઘટાડા જેવા ઘણાં પોઝિટિવ પરિબળો પણ છે..પરંતુ આ પરિબળોની સાથે સાથે એ પણ જોવું પડશે કે આ સેક્ટરમાં હજુ પણ ઘણાં પડકારો છે.
તો સૌથી પહેલી વાત એમ છે કે બીજો ત્રિમાસિક ગાળો ચોમાસાને કારણે નબળો રહી શકે છે. દેશના ઘણાં રાજ્યોમાં મજબૂત ચોમાસાના કારણે સીમેન્ટ કંપનીઓ માટે વધેલી કિંમતોને રિટેન કરવી પડકારરૂપ હશે.
આ ઉપરાંત, અદાણી ગ્રુપની એન્ટ્રીથી સ્પર્ધા વધવાની આશંકા છે. એક પડકાર એ પણ છે કે રાજકીય અનિશ્ચિતતાના કારણે એપ્રિલ 2021ના લોની તુલનામાં કોલસાની કિંમતો હજુ પણ લગભગ 4 ગણી વધારે છે. હાલમાં જ પેટકોક અને કોલસાની કિમતોમાં ઘટાડો થયો છે. પરંતુ શું કિંમતો ઘટીને 2021ના લો સુધી પહોંચી જશે. એ જોવું પડશે.
સાથે જ કિમતોમાં ઘટાડાનો ફાયદો થર્ડ ક્વાર્ટર પહેલા મળવાની આશા નથી જ્યાં સુધી હાઇ કોસ્ટ ઇન્વેન્ટરીનો વપરાશ ન થઇ જાય. મહત્વપૂર્ણ વાત એ છે કે પાવર અને ફ્યુઅલ કોસ્ટ સીમેન્ટ કંપનીઓના કુલ ઓપરેટિંગ કોસ્ટનો 30 થી 35 ટકા હિસ્સો હોય છે.
શું સીમેન્ટ શેરોમાં રોકાણ કરવું જોઇએ?
તો વાત એમ છે કે કંપનીઓના ખર્ચમાં ઘટાડો થઇ રહ્યો છે પરંતુ શેરની કિંમતો ડિસ્કાઉન્ટેડ છે. કિંમતોમાં વધારો પણ હાલના મહિનાઓમાં થયેલા ઘટાડાની સામે ઘણો ઓછો છે. એટલે ટૂંકાગાળામાં પરિણામો અને શેરોમાં સુધારાની રીતે ફંડામેન્ટલમાં કોઇ મોટો ફેરફાર નથી થયો. એટલે રોકાણકાર ટુંકાગાળા માટે રાહ જોઇ શકે છે. આ સિવાય તમે તમારા રોકાણ સલાહકારની સલાહ લઇ શકો છો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો