MONEY9: મોટાભાગના લોકો શેર બજાર (STOCK MARKET)માં પોતાના બ્રોકર (BROKER)નું નામ, ફર્મ અને ફોન નંબરથી વધારે કશુ નથી જાણતા. ખરીદ-વેચાણ માટે તે સંપૂર્ણ રીતે બ્રોકર પર જ આશ્રિત થઇ જાય છે.
એક ઉદાહરણ જોઇએ તો, સ્ટૉક માર્કેટમાં લોકોને તગડા પૈસા બનાવતા જોઇને રાહુલનું મન પણ ઉછાળા મારી રહ્યું છે. તેઓ પણ આ તકનો ફાયદો ઉઠાવવા માંગે છે. ડિમેટ ખાતુ ખોલાવતા પહેલા તેમણે તેમના દોસ્ત અંકિત સાથે ચર્ચા કરી. અંકિત બજારના જુના ખેલાડી છે અને લાંબા સમયથી પૈસા લગાવી રહ્યાં છે.
રાહુલે પૂછ્યું કે યાર અંકિત એ બતાવ કે તારી જેમ હું પણ બજારમાં થોડુઘણું રિટર્ન કમાવવા માગું છું. ભાઇ થોડીક ટિપ્સ આપ.
અંકિતઃ એ જણાવ..ડિમેટ ખાતું અને બ્રોકર પસંદ કરી લીધો?
રાહુલઃ અરે, તારી રાહ જોઇ રહ્યો છું…થોડીક જાણકારી તો આપ.
અંકિતઃ ચાલ..હું બતાવું છું…જુઓ ડિમેટ જેટલી જ જરૂરી હોય છે બ્રોકરની પસંદગી…એટલે આજે હું તને તેની જાણકારી આપીશ.
રાહુલઃ ઓકે ભાઇ..પરંતુ એ જણાવો કે શેર બ્રોકર કામ શું કરે છે?
અંકિતઃ તેં દિગ્ગજ ઇન્વેસ્ટર વૉરેન બફેનું નામ તો સાંભળ્યું જ હશે. તેઓ કહે છે, “સ્ટૉક બ્રોકર એક ડૉક્ટર જેવા હોય છે જે દર્દી પાસેથી દવાના બદલે ફી લે છે. હવે જો તમે યોગ્ય ડૉક્ટર પાસે નહીં જાઓ તો તમને નુકસાન થશે” આનાથી જ સમજી લો કે રોકાણની ગાડીમાં બ્રોકરનો રોલ કેટલો મહત્વનો હોય છે.
રાહુલઃ એટલે કે સારો બ્રોકર પસંદ કરી લઉં તો પછી પૈસા પોતાની મેળે જ વધતા રહેશે!!
અંકિતઃ નહીં…આવો વિચાર બિલકુલ ખોટો છે…પોતાનું મગજ ચલાવો, રિસર્ચ, જાણકારીઓ ભેગી કરવી પણ જરૂરી છે…
એક્સપર્ટ પણ આ જ વસ્તુ જણાવે છે, તેઓ કહે છે કે મોટાભાગના લોકો પોતાના બ્રોકરનું નામ, ફર્મ અને ફોન નંબરથી વધારે કશુ નથી જાણતા. ખરીદ-વેચાણ માટે તે સંપૂર્ણ રીતે બ્રોકર પર જ આશ્રિત થઇ જાય છે.
રાહુલઃ હું આવુ નહીં કરૂં. પરંતુ એ કેવી રીતે ખબર પડે કે ફલાણો બ્રોકર સારો છે કે નહીં….
અંકિતઃ હાં…તેની કેટલીક ટિપ્સ છે…ધ્યાનથી સાંભળ..
મહત્વની ટિપ્સ
મની9ની સલાહ
બ્રોકર પસંદ કરતી વખતે તેનો ટ્રેક રેકોર્ડ જરૂર જુઓ. સંપૂર્ણ રીતે ચકાસણી કરીને જ બ્રોકરની પસંદગી કરો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો