Money9:બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે મ્યુચ્યુઅલ ફંડ્સ એક સારો વિકલ્પ સાબિત થઈ રહ્યા છે. લાંબા ગાળામાં આ યોજનાઓએ નાની બચત યોજનાઓ કરતાં વધુ સારું વળતર આપ્યું છે. બજાર નિયામક સેબીએ બાળકો માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે કરવામાં આવતી નાણાંની ચુકવણી અને ઉપાડને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. રોકાણ સંબંધિત નવા નિયમો 15 જૂનથી લાગુ થશે.
શું છે ફેરફાર
નવા નિયમ હેઠળ હવે સગીર બાળકના બેંક ખાતા સિવાયના અન્ય ખાતામાંથી રોકાણ કરી શકાશે. સગીરના માતા-પિતા અથવા કાનૂની વાલીના બેંક ખાતા અથવા સંયુક્ત ખાતામાંથી પણ રોકાણ માટે નાણાં જમા કરી શકાશે. માતાપિતા હવે તેમના ખાતામાંથી સીધા બાળકો માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકશે. જે તેમના માટે સુવિધાજનક હશે. તેઓ ચુકવણીનો વિકલ્પ પસંદ કરવા માટે સ્વતંત્ર હશે. અગાઉ વાલીઓ પાસે આ સુવિધા ન હતી.
બાળકના ખાતામાં જશે
સેબીએ કહ્યું છે કે બાળકના નામ પર માતા-પિતા અથવા વાલીના નામે રોકાણ કરી શકાય છે, પરંતુ પરિપક્વતા સમયે, રકમ બાળકના બેંક ખાતામાં જ જશે. જો બાળકનું બેંક ખાતું ન હોય તો NAV રિડીમ કરી શકાતું નથી. હાલના મ્યુચ્યુઅલ ફંડ ફોલિયો માટે, સેબીએ કહ્યું છે કે તેઓ એટલે કે કંપનીઓ ઉપાડની પ્રક્રિયા કરતા પહેલા ચુકવણી માટે વેરિફાઇડ બેંક એકાઉન્ટની વિગતો ઉપલબ્ધ કરાવવા પર ભાર મૂકે. સગીરના નામે કરવામાં આવેલ મ્યુચ્યુઅલ ફંડ રોકાણ માટેના નાણાં ફક્ત સગીરના વેરિફાઈડ ખાતામાં જ જશે. એટલે કે, માતા-પિતા તેમના ખાતામાંથી રોકાણ કરી શકશે, પરંતુ તેમના ખાતામાં સીધા પૈસા લઈ શકશે નહીં.
શું ફાયદો થશે?
અત્યાર સુધી, જે માતા-પિતા તેમના નાના બાળકોના નામે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું શરૂ કરતા હતા, તે પહેલા તેઓએ તેમના માટે બેંક ખાતું ખોલાવવું પડતું હતું. ઘણા લોકો નાના બાળકને લઇને બેંકના ચક્કર કાપવાથી દૂર રહેતા હતા.જેના કારણે તે રોકાણની યોજના મુલતવી રાખતા હતા. નવા નિયમો હેઠળ માતા નાની ઉંમરે જ બાળકના નામે રોકાણ કરી શકશે. તેનાથી લોકોનું રોકાણ તરફ આકર્ષણ વધશે. છેલ્લા પાંચ વર્ષમાં, મ્યુચ્યુઅલ ફંડના ટોચના 10 લાર્જકેપ ફંડ્સે 15 થી 17 ટકાનું વળતર આપ્યું છે, જ્યારે નાની બચત યોજનાઓમાં આ વળતર 7.5 ટકા જેટલું છે. ફિક્સ રિટર્ન સ્કીમ્સ કરતાં મ્યુચ્યુઅલ ફંડ વધુ સારો વિકલ્પ છે. પર્સનલ ફાઇનાન્સ એક્સપર્ટ જીતેન્દ્ર સોલંકી કહે છે કે હવે માતા-પિતા બાળકના જન્મથી જ તેના નામે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું શરૂ કરી શકશે. આનાથી બાળક માટે ઉચ્ચ શિક્ષણ માટે નાણાં એકત્ર કરવાનું સરળ બનશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો