Money9: દરેક મ્યુચ્યઅલ ફંડ રોકાણકારને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિઝ લિમિટેડ એટલે કે CDSL કે નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ એટલે કે NSDL કે કોમ્યુટર એજ મેનેજમેન્ટ સર્વિસિઝથી CAS પ્રાપ્ત થાય છે. તમારે એ જાણવું પડશે કે CAS કેવી રીતે જોઇ શકાય અને તેનું વિશ્લેષણ કેવી રીતે કરવામાં આવે…આનાથી તમને રોકાણ મેનેજમેન્ટની રણનીતિ બનાવવામાં વધુ અસરકારક રીતે મદદ મળશે..
CASમાં ડિમેટ એકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો સાથે જોડાયેલી બધા પ્રકારની લેવડદેવડની જાણકારી હોય છે. તેમાં એક જ જગ્યાએ તમને શેર, પ્રેફરેન્શિયલ શેર, મ્યુચ્યુઅલ ફંડ યૂનિટ, સાવરિન ગોલ્ડ બોન્ડ, ડીબેન્ચર, મની માર્કેટ સાધન વગેરેમાં થયેલી લેવડદેવડની વિગતો મળે છે. ઉદાહરણ તરીકે જો તમે 3 મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું છે તો કોઇ મહિનામાં તે બધામાં થયેલી ખરીદી, વેચાણ સ્વિચિઝ, SIP, STP, SWP, ડિવિડન્ડ ચુકવણી વગેરેની પૂરી વિગતો CASમાં મળશે…
ટેક્સ પ્લાનિંગમાં મદદ
દર મહિનાની 10 તારીખે ગયા મહિનાની નાણાકીય લેવડદેવડની વિગતોવાળું CAS રોકાણકારોને મોકલવામાં આવે છે પરંતુ જો તમારા ડિમેટ ખાતામાં દર મહિને કોઇ લેવડ-દેવડ થાય છે તો જ CAS દર મહિને આવશે. જો કોઇ ટ્રાન્ઝેક્શન નથી થતું તો દર છ મહિને CAS આવશે. પહેલું એપ્રિલમાં અને બીજું ઓક્ટોબરમાં..ઇ-CAS એટલે કે મેઇલમાં ઇલેક્ટ્રોનિક રુપે CAS ત્યારે જ આવશે જ્યારે તમે મેઇલ રજિસ્ટર્ડ કરાવ્યો હશે. નહીંતો તે કેવાયસીમાં આપેલા સરનામામાં ફિઝિકલ રુપે મોકલવામાં આવશે. CASથી રોકાણનું સંચાલન સરળ થઇ જાય છે. રોકાણકારને એ વાતની સારીરીતે સમજ ઉભી થાય છે કે મ્યુચ્યુઅલ ફંડનું પ્રદર્શન કેવી રીતે ટ્રેક કરી શકાય. આનાથી ટેક્સ પ્લાનિંગમાં મદદ મળે છે કારણ કે રોકાણકારોને એક જગ્યાએ બધા મ્યુચ્યુઅલ ફંડ ફોલિયોની વિગતો મળી જાય છે.
PANને અપડેટ કરાવી લો
જો તમને લાગે છે કે તમારા પોર્ટફોલિયોનો કોઇ હિસ્સો CASમાં નથી દેખાઇ રહ્યો તો તમારે તત્કાળ કેટલીક વાતોની ઓળખ કરવી જોઇએ..સૌથી પહેલા એ જુઓ કે શું પોર્ટફોલિયોમાં તે મહિનામાં કોઇ લેવડદેવડ થઇ છે? કારણ કે CASમાં તે મહિનામાં થયેલી નાણાકીય લેવડદેવડ જ સામેલ કરવામાં આવે છે. જો હાં તો ચેક કરો કે પોર્ટફોલિયોના બધા યૂનિટ હોલ્ડરના PAN અપડેટ છે કે નહીં..જો નહીં તો તત્કાળ PANને અપડેટ કરાવી લો જેથી તમને ભવિષ્યમાં આ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે..જો PAN અપડેટ છે તો CAS ન મળવાની જાણકારી સંબંધિત મ્યુચ્યુઅલ ફંડ કંપની કે રજિસ્ટ્રારને આપો.
આજની ડિજિટલ દુનિયામાં હવે એ વાતની જરુરિયાત નથી રહી ગઇ કે રોકાણકાર નેટ એસેટ વેલ્યૂના આધારે રિટર્ન કેલ્ક્યુલેટ કરવા માટે એક્સેલ સીટમાં મગજ વાપરે..આજે બધા ફંડ હાઉસિસ પોતાના રોકાણકારોને એક ફેક્ટ સીટ મોકલે છે. જેમાં એવી જાણકારી હોય છે કે તેમની સ્કીમે અત્યાર સુધીમાં શું રિટર્ન આપ્યું છે. આ ઉપરાંત તમને ફંડ હાઉસની વેબસાઇટ પર પણ રિટર્નની જાણકારી મળી જાય છે.
જે લોકો કોઇ બ્રોકર કે એડવાઇઝરની મદદથી રોકાણ કરે છે. તેમણે સમયાંતરે ફંડના પ્રદર્શનની જાણકારી અને પોર્ટફોલિયોનું અપડેટ મળતું રહે છે. આ ઉપરાંત ઘણી વેબસાઇટ અને સ્માર્ટફોન એપ પણ સ્કીમ્સના રિટર્નને ટ્રેક કરતી રહે છે. ઉદાહરણ તરીકે વેલ્યૂ રિસર્ચ, મોર્નિંગ સ્ટાર, સ્ક્રિપ બોક્સ, ગ્રો એપ વગેરે..ઘણી વેબસાઇટ પર તમને કોઇ ખાસ પોર્ટફોલિયોને ટ્રેક કરવાનો વિકલ્પ મળે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો