Money9: હાલમાં જ DSP Multi-Asset Allocation Fund નો NFO આવ્યો છે. આ જ રીતે વ્હાઇટઓક કેપિટલ મલ્ટી-કેપ ફંડનો NFO 14 સપ્ટેમ્બરે બંધ થયો છે. આ બન્નેમાં મલ્ટી શબ્દ લાગેલો છે. જેનાથી સામાન્ય રોકાણકારોનું કન્ફ્યુઝ થવું સ્વાભાવિક છે. શું છે આ મલ્ટીકેપ અને મલ્ટી એસેટ એલોકેશનનું ચક્કર? શું છે તેમાં તફાવ? તમારા માટે કયું ફંડ યોગ્ય રહેશે. આવો આ આખી કહાનીને સમજીએ. મલ્ટીકેપ મ્યુચ્યુઅલ ફંડ, ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ કેટેગરીમાં આવે છે. SEBIના જણાવ્યા અનુસાર કોઇ મલ્ટીકેપ ફંડની એસેટનો ઓછામાં ઓછો 75 ટકા હિસ્સો ઇક્વિટીમાં લગાવવો પડે છે અને તેમાં ઓછામાં ઓછા 25-25 ટકા લાર્જકેપ, મિડકેપ અને સ્મોલ કેપ શેર્સમાં હોવો જોઇએ.
મલ્ટીકેપ ફંડનું લક્ષ્ય એ હોય છે કે રોકાણકારોને દરેક પ્રકારના માર્કેટ કેપમાં ડાયવર્સિફિકેશનનો ફાયદો અપાવી શકાય જેથી તેને ઓછામાં ઓછા જોખમમાં સારુ રિટર્ન મળી શકે. બીજી તરફ મલ્ટી એસેટ એલોકેશન ફંડ, મ્યુચ્યુઅલ ફંડ્સનીની હાઇબ્રિડ કેટેગરી હેઠળ આવે છે. SEBIના નિયમ અનુસાર તેમણે ઓછામાં ઓછું 3 એસેટ ક્લાસમાં રોકાણ કરવાનું હોય છે અને દરેક એસેટમાં ઓછામાં ઓછા 10 ટકા હિસ્સો લગાવવાનો હોય છે. આ એસેટ ક્લાસ ઇક્વિટી, ડેટ, ગોલ્ડ કે રિયલ એસ્ટેટ કંઇપણ હોઇ શકે છે.
મલ્ટી એસેટ એલોકેશન ફંડનું એ લક્ષ્ય હોય છે કે બધા પ્રકારના એસેટ ક્લાસમાં રોકાણ કરીને ડાયવર્સિફિકેશન કરવામાં આવે એટલે કે કોઇ એક એસેટ ક્લાસમાં રોકાણ કરવાના જોખમથી બચવામાં આવે. એટલે કે મલ્ટીકેપ ફંડ દરેક પ્રકારના માર્કેટ કેપવાળા શેરમાં રોકાણ પર ભાર મૂકે છે, તો મલ્ટી એસેટ એલોકેશન ફંડ ઘણાં પ્રકારની એસેટમાં રોકાણ કરીને ડાયવર્સિફાઇ કરે છે.
હવે એ જોઇ લઇએ કે બન્નેમાં ટેક્સ કેવી રીતે લાગે છે..મલ્ટીકેપ મ્યુચ્યુઅલ ફંડ્સમાં ટેક્સ ઇક્વિટી ફંડ્સની જેમ જ લાગે છે. બીજી તરફ મલ્ટી એસેટ એલોકેશન ફંડમાં ટેક્સનો મામલો થોડોક જટીલ છે. આમાં એસેટ એલોકેશન ઇક્વિટી કે ડેટ બન્નેમાંથી કોઇમાં હોઇ શકે છે. તો આની પર ટેક્સ પણ ઇક્વિટી કે નોન-ઇક્વિટી ફંડ્સની જેમ જ લાગે છે. તે એ બાબત પર આધાર રાખે છે કે ફંડ મેનેજરે વધુ રોકાણ કઇ એસેટમાં કર્યું છે.
જો ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડ છે તો તેની પર ટેક્સ ઇક્વિટી ફંડની જેમ જ લાગશે. એટલે કે જો એક વર્ષથી વધુ રોકાણ જાળવી રાખવું છે તો તેની પર થતા ગેઇને લોંગ ટર્મ ગેઇન કહેવામાં આવે છે. આવા એક લાખ રૂપિયા સુધીના ગેઇન પર કોઇ ટેક્સ નહીં લાગે. એક લાખ રૂપિયાથી વધુના ગેઇન પર 10 ટકાના દરે ટેક્સ ચૂકવવો પડશે પરંતુ જો રોકાણ એક વર્ષથી ઓછું રહે છે તો તેની પર થતો ફાયદો શોર્ટ ટર્મ ગેઇન માનવામાં આવશે અને તેની પર 15 ટકાના દરે શોર્ટ ટર્મ ટેક્સ આપવો પડશે.
બીજી તરફ, નોન-ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડમાં જો હોલ્ડિંગ પીરીયડ 3 વર્ષથી ઓછો હશે તો તેને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન માનવામાં આવશે અને આને રોકાણકારની ઇનકમ સાથે જોડી દેવામાં આવશે. આની પર રોકાણકારને પોતાના ઇનકમ બ્રેકેટ અનુસાર ટેક્સ ચૂકવવો પડે છે. પરંતુ જો હોલ્ડિંગ પીરિયડ 3 વર્ષથી વધુ છે તો તેની પર થતો ફાયદો લોંગ ટર્મ કેપિટલ ગેઇન માનવામાં આવશે અને તેની પર ટેક્સ 20ના દરે લાગશે. તેમાં ઇન્ડેક્સેશનનો પણ ફાયદો મળશે.
તમે એ તો જરૂર જાણવા માંગતા હશો કે બન્નેમાં સારુ રિટર્ન ક્યાં મળે? તો આને પણ જોઇ લઇએ….ACE મ્યુચ્યુઅલ ફંડના જણાવ્યા અનુસાર 4 સપ્ટેમ્બર સુધીના આંકડા જોઇએ તો મલ્ટીકેપ ફંડ્સે છેલ્લા એક વર્ષમાં 20%, 3 વર્ષમાં 28% અને 5 વર્ષમાં 13%નું સરેરાશ રિટર્ન આપ્યું છે. જ્યારે મલ્ટી એસેટ એલોકેશન ફંડે એક વર્ષમાં 15%, 3 વર્ષમાં 17% અને પાંચ વર્ષમાં 13%નું એવરેજ રિટર્ન આપ્યું છે.
એટલે આ ડેટાથી સ્પષ્ટ છે કે મલ્ટીકેપ ફંડ્સમાં રોકાણકારે મલ્ટી એસેટ એલોકેશન જેવા હાઇબ્રિડ ફંડથી વધુ રિટર્ન મળે છે. પરંતુ એ વાતનું ધ્યાન રાખો કે હાઇબ્રિડ ફંડની તુલનામાં મલ્ટીકેપ ફંડ પ્યોર ઇક્વિટી ફંડ હોય છે એટલે તેમાં રિસ્ક પણ વધારે હોય છે.
હવે એ પણ જાણી લો કે કયા રોકાણકાર માટે કયું યોગ્ય છે? તો એવા રોકાણકાર જે મોડરેટ એટલે કે મધ્યમ સ્તરેનું જોખમ લેવા માંગે છે, જેમનું રોકાણનું હોરાઇઝન ઓછામાં ઓછું પાંચ વર્ષ હોય છે અને જે કોઇ ડાયવર્સિફાઇડ પોર્ટફોલિયોની સાથે લોંગ ટર્મ માટે વેલ્થ તૈયાર કરવા માંગે છે તો તેઓ મલ્ટીકેપ ફંડમાં રોકાણ કરી શકે છે.
મલ્ટી એસેટ એલોકેશન મ્યુચ્યુઅલ ફંડ એવા રોકાણકારો માટે યોગ્ય છે જે જોખમ ઘણું ઓછું લેવા માંગે છે. સતત રિટર્ન ઇચ્છે છે અને જે પાંચ વર્ષ કે તેનાથી વધુ સમય માટે રોકાણ કરી શકે છે. આવા રોકાણકાર એક જ જગ્યાએ રોકાણ કરીને પોતાના જોખમને ઘટાડી શકે છે. અને તેમને અનેક પ્રકારની એસેટનો લાભ મળી જાય છે. પરંતુ જે રોકાણકાર ઉંચું રિટર્ન મેળવવા માંગે છે તેમના માટે સારુ એ રહેશે કે તે મલ્ટીકેપ ઇક્વિટી સ્કીમમાં પૈસા લગાવે જ્યાં તેમના રોકાણનો એક મોટો હિસ્સો શેરમાં જ લાગશે. જો આટલી માહિતી છતાં તમારા મનમાં કોઇ કન્ફ્યૂઝન છે તો તમે કોઇ ફાઇનાન્સિયલ એડવાઇઝરની મદદ લઇ શકો છો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો