શું તમે પણ આશિષની જેમ એમ જ SIP કરો છો? એમ જ એટલે કે રેન્ડમલી? એટલે કે, જેટલા મનમાં આવ્યા એટલા પૈસા તમે SIP મારફતે મ્યુચ્યુઅલ ફંડમાં ઈન્વેસ્ટ (Investment) કરી દીધા.. SIPના કિસ્સામાં Random Investmentને ટાળવું જોઈએ,,પણ શા માટે? તેના ગેરફાયદા શું છે? SIP માટે યોગ્ય રકમ કેવી રીતે નક્કી કરી શકાય? આપણે આ સવાલોના જવાબ મેળવીશું આશિષના પગાર, ખર્ચ અને તેના લક્ષ્યો પરથી… પરંતુ તે પહેલાં ચાલો જાણીએ કે SIP શું છે?
SIP એટલે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન…મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની આ એક લોકપ્રિય રીત છે…આમાં, તમે દર મહિને એક ફિક્સ એમાઉન્ટ ઇક્વિટી, ડેટ એટલે કે ફિક્સ્ડ ઇન્કમ, રિયલ એસ્ટેટ, મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જેવા જુદા-જુદા એસેટમાં રોકાણ કરો છો.
હવે આવીએ આશિષ અને તેની SIP પર… આશિષ 32 વર્ષનો છે… તેની સેલેરી મહિને 1 લાખ રૂપિયા છે… કુલ મળીને 80,000 રુપિયાનો ખર્ચ થાય છે… બાકીના 20 હજાર રુપિયામાંથી તે 10 હજાર રુપિયાની SIP કરી રહ્યો છે. હવે તેની પાસે સરપ્લસ મની 10 હજાર બચે છે…આશિષ એ વાતથી ખુશ છે કે બધા ખર્ચા બાદ કર્યા પછી તે કંઈક તો બચાવી રહ્યો છે… દેખીતી રીતે, બીજા બધાની જેમ આશિષના પણ કેટલાક ગોલ્સ હશે…જેમ કે ઘર, બાળક, હાયર સ્ટડી, રિયારમેન્ટ માટે પૈસા વગેરે…
આશિષને ઘર ખરીદવા માટે 5 વર્ષ પછી ડાઉન પેમેન્ટ માટે 15 લાખ રુપિયાની જરૂર છે… બાળકના હાયર સ્ટડી માટે 15 વર્ષમાં 50 લાખ રુપિયા એકત્રિત કરવાનો ટાર્ગેટ છે… તેવી જ રીતે, 60 વર્ષની ઉંમરે એટલે કે 28 વર્ષ પછી રિટાયરમેન્ટ માટે ઓછામાં ઓછા 5 કરોડ રુપિયા જોઈએ…..આ ફાઈનાન્સિયલ ગોલ્સથી ખબર પડે છે કે તમે SIPની જે એમાઉન્ટ પસંદ કરી છે તે યોગ્ય છે કે નહીં.
SIPની સાચી રકમ જાણવા માટે થોડું કેલ્ક્યુલેશન જરૂરી છે…જો તમે ઈચ્છો તો આ કામ તમે કોઈ ફાઈનાન્સિયલ પ્લાનર અથવા ઈન્વેસ્ટમેન્ટ એક્સપર્ટની મદદ લઈ કરી શકો છો. આશિષનો પહેલો ફાઈનાન્સિયલ ગોલ ઘર ખરીદવાનું છે… જેના માટે 15 લાખ રૂપિયાની જરૂર છે… એસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ એટલે કે AMFIના ગોલ SIP કેલ્ક્યુલેટર મુજબ, 5 વર્ષમાં ઘરનું ડાઉન પેમેન્ટ ભેગું કરવા માટે 18,366 રૂપિયાની SIP હોવી જોઈએ… તેવી જ રીતે , 15 વર્ષમાં બાળકના હાયર સ્ટડી માટે 50 લાખ રુપિયા એકત્રિત કરવા માટે માસિક 10,008ની એસઆઈપી હોવી જોઈએ…અને 28 વર્ષ પછી રિટારમેન્ટ માટે 5 કરોડ રુપિયા ભેગા કરવા માટે માસિક SIPની રકમ 18,306 રુપિયા હોવી જોઈએ…મ્યુચ્યુઅલ ફંડમાં ફિક્સ નહીં પરંતુ માર્કેટ લિંક્ડ રિટર્ન હોય છે.. તેથી તેમાં વધઘટ શક્ય છે.
SIP દ્વારા રોકાણ કરવાથી ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ અને ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં કેટલા ટકા રિટર્ન મળી શકે છે? ક્યારે ઈક્વિટીમાં અને ક્યારે ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું જોઈએ?
આશિષના ફાઈનાન્સિયલ ગોલ્સ મુજબ, તેની માસિક SIPની એમાઉન્ટ લગભગ 47,000 રુપિયા હોવી જોઈએ… આશિષની મંથલી SIPની આ સાચી રકમ છે… તેમનો એમ જ રોકાણ કરવાનોઅભિગમ એટલે કે રેન્ડમ ઇન્વેસ્ટમેન્ટ અને પૂરતી મૂડીનો અભાવ શૉર્ટ ફૉલનું કારણ છે…આશિષ પાસે દર મહિને માત્ર 10,000 રુપિયા સરપ્લસ છે…જ્યારે ગોલ પૂરા કરવા માટે વધુ 37,000 રુપિયાની જરૂર છે.
યોગ્ય SIP એમાઉન્ટ નક્કી ન કરીને Random Investment કેમ ટાળવું જોઈએ અને તેનાથી તમને શું નુકસાન થઈ શકે છે?
જો ફાઈનાન્સિયલ ગોલ્સ પૂરા કરવા માટે પૂરતા પૈસા ન હોય, તો સૌપ્રથમ એવા રોકાણો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જે પ્રાથમિકતા પર હોય… જેમ કે 5 વર્ષમાં ઘર માટે ડાઉન પેમેન્ટ… પછી બાળકનું શિક્ષણ અને પછી નિવૃત્તિ… આશિષ 10 હજાર રૂપિયાની સરપ્લસ મનીને ત્રણ ફાઈનાન્સિયલ ગોલ્સ વચ્ચે વિભાજિત કરીને રોકાણ કરી શકો છો… જો તમે નોકરી કરો છો, તો તમે દર મહિને એમ્પ્લોઈ પ્રોવિડન્ડ ફંડ એટલે કે EPFમાં પણ રોકાણ કરો છો, જે રિટાયરમેન્ટ પછી કામમાં આવે છે.
એ પણ ધ્યાનમાં રાખો કે એકવાર તમે SIP કરી લો એટલે તમારે ટેન્શન-ફ્રી થવાની જરૂર નથી… વર્ષમાં બે વાર અથવા ઓછામાં ઓછું એક વાર પોર્ટફોલિયોની સમીક્ષા કરો… આ તમને એ સમજવામાં મદદ મળશે કે ફાઈનાન્સિયલ ગોલ્સને પ્રાપ્ત કરવા માટે તમારું રોકાણ યોગ્ય ટ્રેક પર છે કે નહીં… આ સિવાય, દર વર્ષે તમારો પગાર વધતો હોવાથી, તમે SIPમાં તમારું રોકાણ વધારીને ફાઈનાન્સિયલ ગોલના શૉર્ટ ફૉલને ટાળી શકો છો.
જો, આશિષની જેમ, તમે પણ SIPમાં રોકાણ કરો છો, તો પહેલા તમારા માટે યોગ્ય SIP એમાઉન્ટ શોધો… દર મહિને માત્ર SIP કરવું પૂરતું નથી… SIPની યોગ્ય રકમ એ જ છે જે ફાઈનાન્સિયલ ગોલ સુધી પહોંચવામાં મદદ કરે… ઘણા લોકોનો ગોલ વેલ્થ ક્રિએશન એટલે કે પૈસા કમાવાનો હોય છે… જો તમે યોગ્ય SIP એમાઉન્ટ પસંદ નહીં કરો તો તમે તમારા ગોલને અચીવ નહીં કરી શકો.. મ્યુચ્યુઅલ ફંડમાં કોઈ ફિક્સ્ડ રિટર્ન નથી… તેથી, રોકાણ કરતા પહેલા, ઈન્વેસ્ટમેન્ટ એક્સપર્ટની સલાહ ચોક્કસ લો.અને સાથે જ મની9 જોતા રહો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો