MONEY9 GUJARATI: કાર્તિક રોકાણ (investment) બાબતે મ્યુચ્યુઅલ ફંડ (Mutual fund)નો મોટો ફેન છે… પરંતુ તાજેતરમાં સોનાના ભાવમાં થયેલા વધારાને જોઈને તે સોનામાં રોકાણ કરવા માટે લલચાઇ રહ્યો છે… તહેવારોની સિઝન પણ આવી ગઈ છે… પરંતુ તે ફિઝિકલ ગોલ્ડ (Physical Gold) ખરીદવાની અને પછી તેને સુરક્ષિત રાખવાની ઝંઝટથી બચવા માંગે છે… તેના એક મિત્ર હરીશે તેને ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ (Gold Mutual Fund) વિશે જણાવ્યું… જેમાં તેને મ્યુચ્યુઅલ ફંડ અને ગોલ્ડ (Gold) બંનેનો લાભ મળે છે… કાર્તિક ખુશ થઈ ગયો… વાહ! આ એક સારો રસ્તો છે…
ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ એવા મ્યુચ્યુઅલ ફંડ્સ છે,, જેની એસેટનો મોટાભાગનો હિસ્સો ગોલ્ડ સાથે જોડાયેલી કંપનીઓ અથવા સાધનોમાં રોકાણ કરવામાં આવે છે… એટલે કે, તેઓ સીધું ગોલ્ડમાં રોકાણ કરતા નથી… મોટાભાગના ફંડ્સ ગોલ્ડ ETFsમાં રોકાણ કરે છે. .. ઘણા ફંડ્સ તો તેમના ભંડોળનો 90 થી 100 ટકા સુધીનો હિસ્સો ગોલ્ડ ETF માં લગાવી દે છે..
છેલ્લા એક વર્ષમાં સોનાએ લગભગ 19 ટકાનું વળતર આપ્યું છે… અને છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ 17 ટકા… અર્થતંત્રમાં તેજી હોય કે મંદી…દરેક સમયે, સોનાને સુરક્ષિત હેજ એટલે કે નુકસાન સામે રક્ષણ આપવાનું એક સારું સાધન માનવામાં આવે છે… ખાસ કરીને શેરબજાર અને અર્થતંત્રમાં કોઈપણ ઉથલપાથલ દરમિયાન,,સોનામાં તેજી જોવા મળે છે..
ફિઝિકલ ગોલ્ડ કરતાં ગોલ્ડ ફંડમાં રોકાણ કરવું સરળ છે… કારણ કે તેમાં રોકાણ SIP દ્વારા 1,000 રુપિયાથી પણ શરૂ કરી શકાય છે… ગોલ્ડ ETFથી વિપરીત, ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે ડીમેટ એકાઉન્ટ જરૂરી નથી. તેનો અર્થ એ કે તમે ફિઝિકલ ફૉર્મ ભરીને પણ રોકાણ કરી શકો છો…
ગોલ્ડ ફંડમાં લૉક-ઈન પીરિયડ દરમિયાન યુનિટ વેચવા પર એક્ઝિટ લોડ લાદવામાં આવી શકે છે. આ ઉપરાંત તેમાં રોકાણ કરવા માટે ફી ચૂકવવી પડે છે, જેને ટોટલ એક્સપેન્સ રેશિયો કહેવામાં આવે છે. આ ફીના કારણે ટોટલ રિટર્ન ઘટી જાય છે.. ગોલ્ડ ફંડ્સનો ખર્ચ પણ વધુ હોય છે કારણ કે તેઓ મોટે ભાગે ETFમાં રોકાણ કરે છે… અને તમામ ETFનો પણ પોતાનો ખર્ચ હોય છે…
જો આપણે ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં રિટર્નની વાત કરીએ તો… તો છેલ્લા એક વર્ષ અને પાંચ વર્ષમાં મોટાભાગના ગોલ્ડ ફંડ્સે ડબલ ડિજિટમાં સારું રિટર્ન આપ્યું છે… ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ પર ડેટ ફંડની જેમ ટેક્સ લાગે છે… એટલે કે તે લૉન્ગ ટર્મ બેનિફિટ હોય કે શૉર્ટ ટર્મ બેનિફિટ હોય,, તે રોકાણકારની કુલ આવકમાં ઉમેરવામાં આવશે… અને રોકાણકારે તેના ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ ચૂકવવો પડશે…
ટેક્સ અને ઈન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ બળવંત જૈન કહે છે,, કે જો કોઈ વ્યક્તિ ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરવા માંગે છે… તો ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ એક સારો રસ્તો છે… પરંતુ તેણે અન્ય વધુ સારા વિકલ્પો પણ જોવા જોઈએ… ઉદાહરણ તરીકે સૉવરીન ગોલ્ડ બૉન્ડ,, તેનાથી વધુ સારો વિકલ્પ છે… SGB પર ટેક્સ પણ ઓછો લાગે છે… અને 2.5 ટકાના વધારાના ગેરંટેડ વ્યાજને કારણે કુલ રિટર્ન પણ સારું મળી શકે છે… તેવી જ રીતે, જો ગોલ્ડમાં ટ્રેડિંગનો લાભ લેવા માંગો છો… તો તમે ગોલ્ડ ETFમાં રોકાણ કરી શકો છો..
એકંદરે, જો તમે ગોલ્ડનો ફાયદો ઉઠાવવા માગતા હોવ અને તેને સ્ટોર કરવાની, સુરક્ષિત રાખવાની ઝંઝટથી બચવા માંગતા હો, તો તમારે ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ જેવા ડિજિટલ માધ્યમ દ્વારા રોકાણ કરવું જોઈએ. પરંતુ તમારી પાસે ડિજિટલ માધ્યમમાં પણ સૉવરિન ગોલ્ડ બૉન્ડ અને ETF જેવા બીજા વધુ સારા વિકલ્પો પણ ઉપલબ્ધ છે. એ પણ ધ્યાનમાં રાખો કે આ રોકાણ તમારા પોર્ટફોલિયોના માત્ર 5 થી 10 ટકા જ હોવું જોઈએ.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો